Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 48
________________ પોતે શુદ્ધ રહે છે અને પર્યાય ઉપર-ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. આ મલિનતા એ અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. અનાદિથી આમ જ છે. પાત્રતા માટે વિશેષ પ્રયત્ન કરવાનો છે. અર્થાત્ આત્માને ગ્રહણ કરવા પોતાની વિશેષ પાત્રતા હોવી જોઈએ. કોઈ પણ પ્રકારે અન્યમાં તન્મયતા ન થાય, આત્માનું માહાભ્ય છૂટીને બહારનો કોઈ મહિમા ન આવે, બાહ્ય-પરની કોઈ વસ્તુ આશ્ચર્યભૂત ન લાગે, એક પોતાનો આત્મા જ આશ્ચર્યકારી ને સર્વોત્કૃષ્ટ લાગે. દેવ-શાસ્ત્ર-ગુરુ અને એક આત્મા તેના કરતાં બીજું કાંઈ વિશેષ લાગે નહિ એવી પાત્રતા હોવી જોઈએ. બહારના નિપ્રયોજન પ્રસંગોમાં કે કષાયોના રસમાં વિશેષ એત્વ તન્મય થઈ જાય તે આત્માર્થીને, પાત્રતાવાળાને ન હોય. જેને આત્માનું પ્રયોજન છે તેને પર સાથેનું એકત્વ મંદ પડી જાય છે, અનંતાનુબંધીનો બધો રસ મંદ પડી જાય છે. સ્વાનુભૂતિના સમયે શું આત્માના દરેક પ્રદેશમાં આનંદનું વેદન થાય છે? હા - તે સમયે ભેદનું લક્ષ્ય છૂટીને આત્માના દરેક પ્રદેશે આનંદ પ્રગટે છે. તે આનંદ સિદ્ધ ભગવાનને પૂર્ણ પ્રગટ થયો છે; સમ્યગૃષ્ટિને અંશે વેદાય છે. તે આનંદગુણ આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપેલો છે. તેની અનુભૂતિ થતાં વિકલ્પ છૂટી જાય છે અને જગતના ભાવોથી ન્યારોજુદો કોઈ અનુપમ આનંદ થાય છે, તેને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી. આ વિતરાગી આનંદ જુદો છે અને વચનાતીત છે. પણ બહારમાં જ જેણે સર્વસ્વ માની લીધું છે અર્થાત થોડી ક્રિયા ને શુભભાવ કરીને તેમાં સર્વસ્વ માની લે છે તેને આત્માની પ્રાપ્તિ-સમ્યગદર્શન સ્વાનુભૂતિ થતી નથી. અશુભથી બચવા શુભ ભાવ વચ્ચે આવે તેનાથી પુણ્ય બંધાય. પણ આત્મા તે બન્નેથી ન્યારો છે તેવી શ્રદ્ધા થવી જોઈએ અને શ્રદ્ધા થાય તો તે તરફ વળે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૪૫ %

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90