Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 46
________________ તેનાથી પણ હું જુદો છું. એવી વિચારધારા ચાલવી જોઈએ તો ભેદજ્ઞાન થતાં સ્વાનુભૂતિ થવામાં વાર નહીં લાગે. પોતાના પુરુષાર્થની મંદતાને કારણે બાહ્ય પદાર્થોમાં રાગ આવે છે, છતાં નિશ્ચયથી તો હું વિભાવની પરિણતિથી છૂટો છું. હું સિદ્ધ ભગવાન જેવો જ આત્મા છું. વિભાવ ભાવ મારા માટે તો દુઃખદાયક છે, જ્યારે હું તો નિર્મળ સ્વભાવી છું – આમ અનેક રીતે વિચારણા કરવી. રાગ ઊભો થાય તે જ ક્ષણે હું જુદો છું, વીતરાગ સ્વભાવવાળો છું. રાગને કારણે આવતી આકુળતા તે મારું સ્વરૂપ નથી. હું તો શાંત સ્વરૂપે છું. વીતરાગ સ્વરૂપે છું. વિકલ્પ ક્યારે છૂટે તેની આકુળતા નહીં કરતાં તેનાથી છૂટા પડવાનો પુરુષાર્થ કરવો. મારે તો બધા પરભાવથી જુદા થઈ જવાય તેમ છૂટા પડવાનો પુરુષાર્થ કરવાનો છે. સાધનામાર્ગમાં આકુળતા, મૂંઝવણ કે ઉતાવળ કરવાથી પણ વિકલ્પ તૂટતો નથી. ભેદજ્ઞાન વગર, તેના અભ્યાસ વિના એકદમ નિર્વિકલ્પ થવું મુશ્કેલ કાર્ય છે. બહારથી ગમે તેટલાં ધ્યાન કરે, તો પણ વિકલ્પ તૂટતો નથી. પરમાં એકત્વબુદ્ધિ હોય અને ઉપર ઉપરથી ધ્યાન કરવાથી વિકલ્પ તૂટતો નથી, પણ એમને એમ ઊભો રહે છે અને પરની એત્વબુદ્ધિ એમની એમ ઊભી રહે છે. પોતે એમ વિચારવું કે અનાદિકાળના પરિભ્રમણમાં બધી જ યોનિઓમાં જનમ્યો-મર્યો, તેમાં ઉપસર્ગ-પરિષહ આવ્યા પણ ચેતનનું અસ્તિત્વ ચેતનરૂપે રહ્યું છે, તેનો નાશ પણ થયો નથી કે તેમાં કાંઈ વધ-ઘટ પણ થઈ નથી. આમ વિચારણા કરવાથી પોતાના અસ્તિત્વનો મહિમા છે તે ખ્યાલમાં આવે છે અને તે ગ્રહણ થતાં દ્રવ્ય-ગુણ-પર્યાય - બધાનું જ્ઞાન સાથે થઈ જાય છે. આનંદમાં વેદના અને જ્ઞાનમાં જાણવાનો ગુણ સ્વભાવ છે એટલે તેઓ ભાવથી ભરેલા દેખાય છે. જ્ઞાન આનંદાદિ અનંતગુણોથી ભરેલું અસ્તિત્વ છે. જેમ અગ્નિમાં ઉષ્ણતા ગુણ છે અને પાણીમાં શીતળતા ગુણ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૪૩ %

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90