Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 47
________________ છે તો તેના ગુણોથી બીજાને પકડાય છે તેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાયકનું અસ્તિત્વ ધરાવે તે આત્મા છે અને જાણતું નથી તે જડ છે. આમ બન્ને પોત-પોતાના ગુણથી પકડાય છે, ગ્રહણ થાય છે. સ્વભાવ સહજ છે, પણ અનાદિનો વિભાવમાં પડેલો છે એટલે સહજ દેખાતું નથી. દરેક વસ્તુ મૂળરૂપે તો સહજ જ છે. તેથી પોતાના સ્વભાવમાં જવું તે પણ સહજ છે. ચૈતન્ય ભગવાન પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં ખેલી રહ્યા હતા અર્થાત્ વસ્તુ પર દૃષ્ટિ સ્થિર થતાં પર્યાયમાં પોતાનો આત્મા રમતો પ્રગટ થાય છે. અનંત ગુણ સાગર આત્મા છે તે અદ્ભુત છે. સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું કે ગોખવું પડતું નથી. વિકલ્પ છૂટી જતાં સહજપણે પ્રગટ થાય એવો જ એનો સ્વભાવ છે. મૂળવસ્તુ પોતે પોતારૂપે રહીને પોતાના ગુણપર્યાયમાં રમે છે. આ જ તેનો સ્વભાવ છે. સાધનામાં દૃષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. જે જ્ઞાયકને ગ્રહણ કરે તેને પર્યાયનું જ્ઞાન હોય છે. સાધનામાં બધી નિર્મળ પર્યાયો પુરુષાર્થપૂર્વક આવે છે, છૂટી જતી નથી. એકને ગ્રહણ કરે તો એક છૂટે તેવું નથી કેમકે એક દ્રવ્ય છે અને એક પર્યાય પણ તેની જ છે. અહીં એકને ગૌણ કરવાનું છે અને એકને મુખ્ય કરવાનું છે. ઉપયોગમાં કોઈ વાર પર્યાયના વિચારો આવે, તો પર્યાય જ્ઞાનમાં મુખ્ય થાય, પણ દૃષ્ટિમાં તો એક દ્રવ્ય જ મુખ્ય છે અને પર્યાય ગૌણ છે. આશ્રય એટલે પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવું અને તેમાં સ્થિર ઊભા રહેવું. દ્રવ્ય જે મૂળ વસ્તુ છે, તેમાં અશુદ્ધતા પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય, પણ એમ થઈ શકે નહીં, અશુદ્ધતા ઉપર રહે છે. સ્ફટિક નિર્મળ છે, તેની અંદરમાં લાલ-પીળું પેસી જાય તો સ્ફટિક જ રહે નહિ પણ લાલ-પીળું ઉપરના પ્રતિબિંબો છે. તેમ દ્રવ્ય આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૪૪ બ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90