Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 49
________________ આત્મા સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો, આનંદમાં ડોલી રહ્યો હતો અર્થાત્ અનંતકાળથી આકુળતા હતી તે આકુળતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે તે નિર્વિકલ્પ પણે પ્રગટ થઈને રમણતા કરતો હતો. સ્વાનુભૂતિમાં જે આનંદ છે તે આનંદ સિદ્ધ ભગવાનને જેવો આનંદ છે તેવો જ છે, પણ અંશે હોય છે. સ્વાનુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વેદન થાય છે. વિકલ્પ છૂટી જતાં આનંદગુણથી ભરેલો આત્મા રહે છે. તે પોતાના અનંતગુણમાં રમણતા કરે છે. આ વખતે જે શાંતિનું વેદન થાય છે તે કોઈ જુદા પ્રકારની જ છે. તે પ્રગટ થતાં તેને અંદરથી તૃપ્તિ થાય છે કે આ જ મુક્તિનો માર્ગ છે. શુભ ભાવમાં દેવ-શાસ્ર-ગુરુની ભક્તિ હોય છે અને તે સાથે અંત૨માં શુદ્ધાત્મા ભગવાન જેવો છે એવી શ્રદ્ધા પણ હોય છે. બન્ને સાથે છે. જ્ઞાનીને જ્ઞાનની પર્યાય સંપૂર્ણ પ્રગટપણે નથી એટલે દેવ-શાસ્ર-ગુરુની ભક્તિ આવે છે,. હું દ્રવ્ય અપેક્ષાએ ભગવાન છું, પણ પર્યાયમાં હજી અધૂરાશ છે તેથી પામર છું. પર્યાયને બહુ યાદ કરવાથી દૃષ્ટિ મંદ પડી જાય એવું નથી બનતું. સાધકને પર્યાય સાથે દ્રવ્યનો પણ ખ્યાલ છે તે બન્નેને ખ્યાલમાં રાખીને, જે વખતે જે જાતનો રાગ આવે છે, તેમાં જુદો રહે છે. પર્યાયમાં જે પ્રશસ્ત રાગ આવે છે તેમાં ભક્તિ આવે છે, પણ દૃષ્ટિનું જોશ બરાબર ટકી રહે છે. સ્વાનુભૂતિના સમયે ઉપયોગ બહાર નથી એટલે પર કે પરશેયો જણાતા નથી, કારણ કે પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં અનંતગુણની પર્યાયો જણાય છે. માટે સ્વ-પર પ્રકાશકપણું ત્યાં પણ ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે તે પોતે આનંદગુણને વેદે છે. પોતાના અનંતગુણ વેદનમાં આવે છે, તેથી પોતે પોતાને જાણે છે અને બીજા ગુણ-પર્યાયોને પણ જાણે છે અને તેથી સ્વ-પર પ્રકાશકપણું છે. વિશેષ શાસ્ત્ર અભ્યાસ ન હોય તો પણ આત્માની પ્રાપ્તિ થઈ શકે છે. શાસ્ત્રમાં આવાં આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૪૬ બ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90