Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 44
________________ સ્વાનુભૂતિનો પુરુષાર્થ વિકલ્પમાં તત્ત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે, પણ તત્ત્વનિર્ણય સુધી પહોંચાતુ નથી, આમ કેમ ? પોતાના પુરુષાર્થની મંદતા હોય એટલે આગળ જવાતું નથી. તત્ત્વના વિચારો કર્યા કરે, પણ હું પોતે જ્ઞાયક છું એમ ગ્રહણ કરીને જ્ઞાયક એવા પોતાની શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદજ્ઞાનનો અભ્યાસ અંતરથી કર્યા વગર આગળ જવાતું નથી, દ્રવ્ય દૃષ્ટિના જોરથી ને ભેદજ્ઞાનના અભ્યાસના જોરથી આગળ જઈ શકાય છે. આત્માનું માહાત્મ્ય અંતરમાં સ્થિર કરી તત્ત્વના નિર્ણયને દૃઢ કરીને તેમજ તેનો પુરુષાર્થ કરીને પોતે આગળ જવાનું છે. પરમાં જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તેને તોડ્યે જ છૂટકો થવાનો છે અને સ્વમાં એકત્વ બુદ્ધિ કરીને પરથી છૂટું પડવાનું છે. સ્વ તરફ જવા માટેનો આ જ ઉપાય છે. તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી તેવો નિર્ણય પોતાને થવો જોઈએ. તે નિર્ણયના બળે તેવી જાતનો પુરુષાર્થ કરે તો થાય. પોતાના પુરુષાર્થની મંદતા હોય એટલે ગમે ત્યાં રોકાઈ જવાય છે; માટે ભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ કર્યા કરવો તે જ ઉપાય છે. . જ્ઞાનથી નિર્ણય કર્યો, પણ અંતર ભીંજાયેલું હોય, પોતાને અંદરથી ખટકો લાગે તો છૂટો પડે. વળી, આ વિભાવ ભાવોમાં રાચવું તે માત્ર દુઃખરૂપ છે તેવું અંદર વેદનમાં આવવું જોઈએ. આ વિભાવ દુઃખરૂપ છે ને દુઃખફળરૂપ છે તેવી ખટક લાગવી જોઈએ, તો તેનાથી છૂટો પડે. માત્ર વિચાર કરવામાત્રથી છૂટો ન પડી શકે. પોતાને પોતાનું દ્રવ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપી પોતાની શ્રદ્ધા જોરદાર કરવાનો પ્રયત્ન કરવો અને ભેદજ્ઞાન કરવું. આ એક જ માર્ગ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ સર્વાંગે સમજી લેવાનું છે. જે કોઈ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૪૧ બ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90