Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 20
________________ સહજ શાંત થઈ જાય છે, તે પ્રકારે ગમે તેટલી વિષમતાઓ હોય તેની સામે સ્વભાવનું સ્મરણ કરવા માત્રથી સ્વયમેવ નાશ પામી જાય છે. અધિક ને અધિક નિજના સંપર્કમાં રહેવું એ શ્રેયસ્કર છે. આ સિવાય જેઓ સાધક નથી તેવાઓના સંપર્કથી મુમુક્ષુ સાધકે દૂર જ રહેવું. વળી, એક શુદ્ધાત્મા જ જાણવા, સાંભળવા અને ધ્યાન કરવા યોગ્ય છે. બીજા વિકલ્પોને ભઠ્ઠીની અગ્નિ સમાન જાણવા. જે આત્મા સ્વભાવથી દૂર જતો રહે તે તો સંસારમાં જ રખડ્યા કરે છે. (૪૦) હે આત્મન્ ! જો તારે આરામ કરવો છે તો આ-રામની તરફ નજર કરી લે તો પોતાનો (આત્મા) રામ હમેશ માટે ધ્યાન કરવા યોગ્ય છે, કારણ કે પરથી ભિન્ન પરમ આરાધ્ય નિજભાવ એ જ છે. જે મુમુક્ષુ-મોક્ષે જવાવાળો, મોક્ષે જવાની ઇચ્છાવાળો છે, તેને સ્વભાવથી વધારે કોઈ પરભાવનું માહાત્મ્ય આવતું નથી. તેને બીજું કાંઈ ગમતું નથી. તેને ચિંતન પણ થાય તો પોતાના સ્વભાવનું, વાણી પણ પોતાના સ્વભાવ અંગેની જ નીકળે. તે જે કોઈ ક્રિયા કરતો હોય તેમાં પોતાના સ્વભાવનું જ માહાત્મ્ય આવે. પરથી મારો કાંઈ તાદાત્મ્ય સંબંધ નથી. આવા નિર્બંધ સ્વભાવનું બળ જાગવાથી મુક્તિ નજીક જ દેખાય છે. મારું કેવું માહાત્મ્ય છે ?! (૪૧) મારું દ્રવ્ય ખંડખંડ થતું નથી, ક્ષેત્ર પણ જેમનું તેમ રહે છે. મને કાળ કાંઈ કરી શકતો નથી. ભાવથી પણ હું અખંડ જ રહેલો છું. હું તો સંપૂર્ણ એક જ્ઞાન ભાવવાળો માત્ર જ છું. અનાદિથી ‘પર’શેયોમાં જ મારો ઉપયોગ ફરતો રહ્યો તેથી ‘સ્વ’શેયની પ્રસિદ્ધિ ન થઈ કારણ કે હું મને રાગમય, અજ્ઞાની, દુઃખી, અશુદ્ધ સંસારી જ માનતો રહ્યો. તેથી સહજ સુખરૂપ હોવા છતાં પર્યાયમાં પોતાપણું કરીને દુઃખનું જ વેદન કરતો રહ્યો છું. અમૃતચંદ્રાચાર્ય સમયસાર કળશ-૨૪૪માં કહે છે કે, ‘વધારે શું કહેવું ? હવે તો દુર્વિકલ્પોથી છૂટીને એક માત્ર ૫રમાર્થરૂપનો જ નિરંતર અનુભવ કરવો જરૂરી છે, કારણ કે આ શુદ્ધાત્મ તત્ત્વ જ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૧૭ બ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90