Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 40
________________ પ્રતિકૂળતાઓની મિથ્યા કલ્પનાથી ઉત્પન્ન થયેલા ક્રોધની અગ્નિ પ્રાપ્ત વિશુદ્ધતાને બાળી ન નાખે તેમ જોતા રહેવું. હાસ્યાદિને કારણે આપણે તેની પકડમાં ન આવી જવાય તે ખ્યાલ રાખવો. સ્વ-તત્ત્વનો આવિર્ભાવ પમાડવા માટે સમ્યફ અધ્યયન, ચિંતન આદિ જરૂરી છે. બોધિરત્ન સ્વભાવ છે. નિશ્ચયપણે પ્રાપ્ત કરવા માટે આગળ વધતા રહેવાનું છે. (૯૬) અજ્ઞાની ન સ્વીકારે તો પણ વસ્તુનું પરિણમન સ્વતઃ - સિદ્ધપણે પ્રત્યક્ષ છે. પર્યાય દષ્ટિ કરવી તે દુઃખમય છે. જે પર્યાય તેમજ ગુણભેદ કલ્પનાથી પર અખંડપણે સ્વનું લક્ષ કરે છે તેને તેમાં અતિન્દ્રિય સુખનું વદન થાય છે. (૭) નિરાશ થવાનું છે અર્થાત્ આશા-તૃષ્ણારહિત બનવાનું છે, તો સમસ્ત જગતના ભાવોથી નિરાશ થવાનો પ્રયત્ન કરવાનો છે. “સ્વ”ને હમેશાં પરથી નિરપેક્ષ, સ્વયંમાં પરિપૂર્ણ જુઓ. તે તો સ્વભાવથી જ જ્ઞાન, આનંદમય અને સુખથી ભરપૂર છે. તેથી નિરંતર ઉત્સાહિત ભાવથી પોતાની આરાધનામાં જ પુરુષાર્થી બન્યા રહેવાનું છે. તત્ત્વનિર્ણય માટે સ્વાધ્યાય કરતા રહેવાનું છે. સ્વ-વિવેકપૂર્વક જે પ્રકારે આકુળતા ન થાય, પ્રમાદ ન થાય અને આત્મહિત પણ નિબંધ રૂપથી થાય તેવો પ્રયત્ન કરતા રહેવું. કર્મોના ઉદયની વિચિત્રતા સમજીને ભટકી ન જવું, તેના દેશ બની સાધનામાં સ્થિર રહેવું. જિનેશ્વરે દર્શાવેલા માર્ગમાં કોઈ પણ પ્રકારના કષ્ટની કલ્પના ન કરવી, કારણ કે જિનેશ્વર એ આપણો આદર્શ છે અને તે શુદ્ધાત્માનું શરણ તેમના જેવા બનવામાં સહાયક છે. (૯૮) સમ્યફ પુરુષાર્થથી “સ્વ” લક્ષ્યને પ્રાપ્ત કરી લેવું. એકલા રહેવામાં શૂન્યતાન નહીં, શાંતિનું વદન થશે. આપણો આત્મા પૂર્ણ, આનંદમય, જ્ઞાનમય, અક્ષય પ્રભુતાવાળો ધ્રુવ આત્મા સહજપણે દ્વન્દ્ર રહિત છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૩૭

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90