Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 37
________________ (૦) જે તત્ત્વરુચિરૂપ ચિનગારી પ્રગટ થઈ છે, તેને ધ્યાનની અગ્નિના રૂપમાં પ્રગટ કરવાની છે. જેમાં બાહ્ય પરિણામો તથા તેના વિકારો નાશ પામી જાય અને સમતાની વર્ષોથી તે શાંત થઈ જાય અને ફક્ત નિરાકુળ, અતીન્દ્રિય સહજ આત્મિક અનંત સુખ પ્રાપ્ત થઈ જાય. બાહ્ય પરિસ્થિતિ ગમે તેવી હોય તો પણ મને હાનિ અથવા લાભ નથી. હાનિ તો મારા જ ક્લેષિત પરિણામોનું કારણ છે. માટે વિકારી-ક્લેષિત પરિણામ પ્રગટ ન થાય એવો પુરુષાર્થ કરવો તે જ શાંતિનો માર્ગ છે. મૈત્રીભાવના, પ્રમોદભાવના, કરુણાભાવના, મધ્યસ્થભાવના વડે આપણાં પરિણામોને સુધારવાનાં છે. આપણે તો પોતાને જાણીને તેમાં સ્થિર થવાનું છે. વસ્તુ સ્વરૂપનો નિર્ણય તેમજ વિચારણા જે શાંતિનું પગથિયું અને તે જ જ્ઞાન પ્રકાશનો થાંભલો છે. માટે પ્રતિકૂળતાઓથી ગભરાયા વગર સમતા વડે તેને શાંત કરી શાંતદશાને મેળવવાની છે. કર્માદિ ભાવો મારાથી તદ્દન જુદા છે જ્યારે અંત તત્ત્વ તો જ્ઞાનાદિ ગુણોનો અખંડ પિંડ છે, એ જ મારું સ્વરૂપ છે. તેમાં અંતર્મુહૂર્ત માટે સ્થિરતા થવાથી પરમાત્મ દશા પ્રગટ થાય છે. જેની દૃષ્ટિ માત્રથી ઈન્દ્ર, અહમિન્દ્ર તેમજ ચક્રવર્તીઓના વૈભવ તુચ્છ જણાય છે, પાંચેય જ્ઞાનેન્દ્રિયોના વિષયોની ઇચ્છા થતી નથી તે સદા મુક્ત સચ્ચિદાનંદનો મહિમા વચનાતીત છે. એવો જ આત્મા હું પણ છું. અંતરમાં પોતાનું અસ્તિત્વ રહેલું છે, બાહ્યમાં સ્વપ્ન છે, આકુળતા છે. માટે નિરંતર તત્ત્વાભ્યાસ અને સ્વભાવ સન્મુખ થવાનો તીવ્ર પુરુષાર્થ કરીને અંતરંગ શત્રુઓનો ક્ષય કરી લેવાનો છે. વળી આત્માનું અહિત, વિષય-કષાયમાં મારાં પરિણામ ન થાય એવી સાવધાની રાખી; પરનું વિસ્મરણ થાય અને સ્વનું સ્મરણ રહ્યા કરે એ જ ઈષ્ટકલ્યાણકારી વાત છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૩૪

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90