Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 36
________________ પુરુષાર્થ કરવાનો છે. હું તો અનંત આત્મિક શક્તિઓનો પિંડ છું તો પછી બીજા તરફ દષ્ટિ કરી બંધનમાં જવા માટેનો શા માટે પુરુષાર્થ કરું? હું તો સ્વયં પરિપૂર્ણ છું જ. (૮૮) તત્ત્વજ્ઞાનનું ફળ અનંત શાંતિ રહેલી છે. દરેક દ્રવ્ય પોતપોતાની ઉત્પાદ-વ્યય-ધ્રુવ શક્તિથી ક્રમબદ્ધ પર્યાયોરૂપ પરિણમન કરતાં હોવા છતાં સ્વભાવ અપેક્ષાએ ધ્રુવ છે. કોઈ અવ્યવસ્થા વસ્તુમાં નથી, પણ આપણે અજ્ઞાનભાવમાં રહેલા હોવાથી અવ્યવસ્થિત જણાય છે. સુખ માટે તો અનંત શક્તિઓનો અખંડપિંડ, પરમ પરિણામિક ભાવરૂપ કારણ પરમાત્માનો આશ્રય ગ્રહણ કરીને સ્વપર્યાયમાં વીતરાગ બનીને સુખનો અનુભવ કરી લેવાનો છે. (૮૯) આત્મા સદા પ્રકાશ્યમાન જ્ઞાનજ્યોતિરૂપ છે, તે વચનાતીત, રાગાતીત, વિકલ્પાતીત, ધ્રુવ, કારણપરમાત્મા, પરમ ધ્યેય, ચિત્તચમત્કાર માત્ર છે. જેનું શરણ લેવાથી આત્મા સનાથ બની જાય છે. જૈન ધર્મ પરના આશ્રયને છોડવાનું કહે છે. જ્યાં સુધી આપણામાં પરનું માહાસ્ય રહેશે ત્યાં સુધી સ્વનું માહાસ્ય શું છે તે સમજવામાં આવશે નહીં. સંયોગો રહ્યા હોવા છતાં જ્ઞાની સંયોગોને પોતાના માનતા નથી. સંયોગાધીન દૃષ્ટિ કરતા નથી, અને સંયોગી ભાવોનો પુરુષાર્થ કરવો એ શિથિલતા છે, તે મારું સ્વરૂપ નથી. તેથી કલ્યાણકારી તો નથી, પણ તે મારી અશક્તિ અને મલિનતારૂપ દોષ છે. રાગાદિ પરિણામ આત્મામાં નથી, તેની પર્યાયદેષ્ટિમાં છે. તેથી ત્યાગવા યોગ્ય છે. વ્યવહારથી પણ સમક્તિ તેમજ સંયમભાવ માનવ જીવનનો સાર છે અને તે પોતાના સ્વભાવનો આશ્રય કરવાથી પ્રગટે છે. આ જયાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી પરિભ્રમણ ટળવાનું નથી. પણ હવે સ્વની ઓળખાણ અને પરથી છુટકારો મેળવવા માટેનાં બધાં સાધનો પૂર્વના પુણ્યોદયે પ્રાપ્ત થયાં છે તો તેના આધારે વસ્તુ સ્વરૂપને સમજી સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરતા રહેવું એ જ શ્રેયસ્કર છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૩૩ ક.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90