Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 35
________________ વાત યાદ રાખી હમેશાં સંસાર કાર્યોની સામે ધર્મને અને આત્મહિતને પ્રાધાન્યતા આપી કર્મથી હળવા થવા પુરુષાર્થ કરવો એ જ હિતાવહ છે, શ્રેયસ્કર છે. વળી, આપણને ધર્મની આરાધના માટે જરૂરી બધાં સાધનો મળેલાં છે, તો તેનો સદુપયોગ કરી ધર્મની આરાધના નહીં કરીએ તો પુનઃ પાંચ પરાવર્તનોના ચક્રમાં પડીને વિવિધ પ્રકારનાં દુઃખ સહન કરવો પડશે. જૈનધર્મ એમ કહે છે કે બધી વાત પરિણામો આધારિત છે. માટે વાણી અને કાયાથી બહારનાં કાર્યો કરવા છતાં પોતાનાં પરિણામોને નિરંતર વિશુદ્ધિ તરફ તથા તત્ત્વચિંતનમાં જ રાખવાં એમ પૂર્વે થયેલા અનંત જ્ઞાનીઓએ કહ્યું છે. આમ કરવાથી શાંતિનું વદન થશે. (૮૫) ક્ષમા માંગવી એ માંગવાની વસ્તુ નથી, ક્ષમા તો આત્માનો સ્વભાવ છે. આત્માના જ્ઞાયક સ્વભાવના લક્ષ્યથી પ્રગટ થાય છે. ક્ષમામાં વિકલ્પ જ નથી. આવી નિર્વિકલ્પ ક્ષમા કરીને નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવા પુરુષાર્થી બની જવાનું છે. (૮૬) સ્વરૂપની સાધના કરનાર સંતોની જેમ રત્નત્રય પ્રગટ કરી લેવું એ જ આ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. સુખ-શાંતિ મેળવવા માટે પરની કર્તુત્વબુદ્ધિનો ત્યાગ કરી જ્ઞાતા-દષ્ટા રહેવું એ જ શ્રેયસ્કર છે. આપણે તો સ્વાશ્રયપૂર્વક પરમાર્થ ક્ષમા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીને શાંતદશાનો અનુભવ કરવાનો છે. (૮૭) જગતની વ્યવસ્થા બરાબર ચાલતી જ રહે છે, છતાં આપણે એમાંથી કોઈ બોધ ગ્રહણ કરતા નથી. બધાં દ્રવ્યો પોત-પોતાનાં કાર્યો કરી રહ્યાં છે. જ્યારે આપણે સ્વકાર્ય નહીં કરીને નિરંતર મન-વચનકાયાના કાર્ય કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ અને સ્વ-શક્તિનો વ્યય કરી રહ્યા છીએ. મારું સ્વરૂપ રાગ-દ્વેષ રૂપ નથી, હું તો તેનાથી તદ્દન જુદો ત્રિકાળપણે ધૃવરૂપ છું. આને ઉપાદેય માનીને આગળ વધવાનો આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૩૨ કPage Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90