Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 34
________________ (૮૩) બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજની પરંપરાની જેમ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને પુનઃકર્મોદયમાં ભળી જવાથી પુનઃભાવકર્મ અને તેથી દ્રવ્યકર્મનો ક્રમ ચાલતો રહેવાથી પરિભ્રમણ ચાલુ રહ્યું છે. પરંતુ એકવાર સ્વભાવનો આશ્રય કરવાથી વિપરીત શ્રદ્ધા નાશ થઈ જાય તો આ સંસાર પરંપરાનો અંત આવી જાય. અર્થાત્ નિજ સ્વભાવનું ભાન થવાથી કર્મની પરંપરા તૂટી જાય છે. પરસ્પર ક્ષમા આપવી-લેવી એ તો વ્યવહાર છે. પરમાર્થથી તો પોતાની ઓળખાણ કરીને સ્વયં પોતાના પરિણામમાં ક્રોધાદિ ભાવોની ઉત્પત્તિ ન થવા દેવી એ ઉત્તમ ક્ષમા છે. - જો આપણે પરભાવને પોતાના વિકાર આદિ માટે દોષિત માનવાનું છોડી દઈએ, તો પછી પોતાના અપરાધને સ્વીકારી લેવાથી તે ભાવોને દૂર કરવા માટે સ્વની શુદ્ધતા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી લેવો જોઈએ, તો નિર્દોષ, આનંદમય અવસ્થાને મેળવી શકીશું. તો હવે પ્રમાદ ન કરતાં તેમાં જ લાગ્યા રહેવું જોઈએ. (૮૪) ત્વરાથી રત્નત્રયમય નિરાકુલ સ્થિતિ તરફ આગળ વધવું જરૂરી છે. આ માટે પરના કર્તુત્વના વિકલ્પોથી રહિત થઈને નિજ આત્માનંદમાં સ્થિત થવાનું છે. આ એક જ સુખનો સાચો ઉપાય છે. અન્યાય, બેઈમાની, હિંસા આદિ વિવિધ પ્રકારના પાપભાવ દ્વારા અશુભ કર્મનો બંધ થયા કરે છે તેમજ ધનની રક્ષા માટે તથા તેને ભોગવવામાં આકુળતાથી તીવ્રબંધ કર્યા કરે છે અને તેથી એક ક્ષણ માટે પણ શાંતિનું વેદન થતું નથી. ઘણી વાર લોકલાજ માટે પોતાના આત્મહિતને ભૂલી જઈએ છીએ. પણ તેનાથી પર રહેવું જરૂરી છે. લૌકિક સંયોગો તો પૂર્વકર્મના ઉદયનું ફળ સમજીને સમભાવે તેમાંથી પસાર થવું એ જ હિતાવહ છે. દા.ત. ભરત મહારાજને એક જ સમયે પુત્રજન્મ, ચક્રરત્નની ઉત્પત્તિ અને ભગવાન આદિનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિના સમાચાર મળ્યા. પરંતુ તેમણે ધર્મની પ્રધાનતા રાખી પ્રથમ ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકને મહત્ત્વ આપી તેમના દર્શનાર્થે ગયા, ત્યાર બાદ બીજા કાર્યો કર્યા. આ - આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૩૧

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90