Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 32
________________ કંઈ થઈ શકતું નથી એવા પ્રકારની ભ્રાંતિ, બહાનાને છોડી દઢતાપૂર્વક અને નિયમપૂર્વક નિવૃત્તિનો તીવ્ર પુરુષાર્થ રાખવો. તત્ત્વની વિરાધના તથા વિષય-કષાય, પ્રમાદનું પોષણ ન થઈ જાય એવી સાવધાની રાખવી, મુક્તિમાર્ગમાં આગળ વધતા રહેવાનું છે. સ્વલક્ષી મનન કરીને વિકારો પર શીધ્ર વિજય મેળવીને પૂર્ણ જિતેન્દ્રિય બનવાનું છે અને અતિન્દ્રિય આત્મિક આનંદ પ્રાપ્ત કરવાનો છે. . (૭૭) સહજાનંદમય સ્વતત્ત્વના આશ્રય વડે દુઃખ દૂર કરવાનું છે. સ્વનો નિશ્ચય થવાથી દુઃખ નાશ પામે છે. એવો નિશ્ચય કરીને પોતાના જ્ઞાયક ભાવને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. હે આત્મન્ ! દુઃખનું કારણ પરપદાર્થ નથી, પોતાની અવળી દૃષ્ટિ જ છે અને સુખનું કારણ બાહ્ય અનુકૂળ સંયોગ નથી, પણ સ્વભાવ દૃષ્ટિ છે. તેથી હવે ત્વરાથી બધા પરભાવોથી ભિન્ન જ્ઞાન માત્ર આત્મા હું છું' એવો નિર્ણય કરીને સ્વરૂપની પ્રતીતિ કરવાની છે. (૭૮) દુઃખનું કારણ મોહ છે, જ્ઞાન નથી, પરંતુ મોહ સહિત પરલક્ષી જ્ઞાન પણ દુઃખનું જ કારણ છે. એમ કહીને ઉપયોગને સ્વસમ્મુખ કરવાની પ્રેરણા કરવામાં આવી છે. નિરંતર સ્વલક્ષ્મપૂર્વક તત્ત્વ વિચારણાના માધ્યમથી સ્વની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. સ્વના કલ્યાણ સાથે જગતનું કલ્યાણ સહજ જ થઈ જાય છે, કારણ કે તેની પ્રવૃત્તિ સ્વયં અંતરમાં રાગાદિથી અને બાહ્યમાં વ્યસન, હિંસાદિ પાપોથી, અન્યાય આદિથી હટતી જાય છે. તેને મનમાં કોઈનું પણ અહિત કરવાનો વિચાર આવતો નથી, તો તે બહાર અહિત કેવી રીતે કરશે? (૭૯) “પર” તરફના સમસ્ત વિકલ્પ તારે માટે આકુળતામય છે, બંધના કારણ જ છે. તેથી મુમુક્ષુએ આ બધા અકિંચિકર દુર્વિકલ્પોથી નિવૃત્ત થઈ સ્વાનુભવનો પુરુષાર્થ કરવો તે શ્રેયસ્કર છે. જયાં સુધી પોતાના સ્વરૂપમાં ન રહી શકીએ ત્યાં સુધી રાગાદિ થઈ જાય છે અને આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ર૯

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90