Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 31
________________ ભોગવટો હવે અસાર પ્રતીત થાય છે. બાહ્યમાં થતી દુવૃત્તિઓ છૂટી જાય છે. અંતરમાં ભેદજ્ઞાન વર્તે છે. દૃષ્ટિ પોતાના પરિણામિક સ્વભાવમાં રહે છે. તેને લૌકિક સંગ ગમતો નથી. વૈભવ ધૂળ સમાન લાગે છે. પોતાનો આત્મા જ ઉપાદેય લાગે છે. શુદ્ધ આત્માનું માહાત્ય વચનાતીત, વિકલ્પાતીત, અનુપમ જ છે માટે તેની જ આરાધનામાં સતત રહી સહજાનંદ સ્વરૂપને મેળવી લઈને આનંદ-સુખનો ભોગવટો કરતા થઈએ એ જ કલ્યાણકારક છે. (૭૫) જેમ કોઈ મોહવાળો પ્રાણી કાળા સર્પનું નામ સાંભળતાં જ ભયભીત થઈને ઘર તરફ ભાગે છે, તે જ પ્રકારે જ્ઞાનીઓ વિષયકષાયોથી બચવા માટે ચૈતન્યનો આશ્રય કરે છે. જ્ઞાની બધી બાજુથી નિવૃત્ત થઈને પોતાના સ્વરૂપમાં જ તૃપ્ત થઈને રહે છે. સ્વરૂપ-મગ્નતાનો જ પુરુષાર્થ કરે છે. જેમ ઊંટની સવારી કરવાવાળાનું આસન સ્થિર રહી શકતું નથી, તે જ પ્રકારે આરંભ-પરિગ્રહમાં ફસાયેલા મનની ચંચળતાનો અભાવ – નાશ નથી થતો. તેમજ વિષયાસક્તિ ચિત્તવાળા પ્રાણી તત્ત્વોપદેશને સાંભળતા હોવા છતાં તે પ્રમાણે સ્થિતિ બનાવવામાં અસમર્થ રહે છે. સંયોગો સ્વાધીન નથી, પરંતુ આત્માની આરાધના પોતાને સ્વાધીન છે. તેથી સંયોગોની તરફ જોઈને નિરુત્સાહિત ન થઈને સ્વભાવના આશ્રયથી સ્વભાવને પ્રગટ કરવામાં ઉલ્લાસિત રહેવું જોઈએ. (૭૬) મુક્તિનો માર્ગ તો સહજ આનંદમય જ છે. તેમાં મુશ્કેલીઓની કલ્પના કરવી મિથ્યા છે. મુશ્કેલી એ તો આત્માની વિરાધનાનું ફળ છે, ભોગોની આસક્તિમાં રહેલું છે. જો કે ભૂમિકા અનુસાર રાગ તો આવે છે; પરંતુ સ્વાધ્યાય, તત્ત્વ વિચારાદિ કાર્યોમાં શિથિલતા લાવવી યોગ્ય નથી. જો આપણને વાસ્તવિક રીતે કલ્યાણ કરવાની ભાવના છે તો આનંદમય રીતે પોતાને સંયમિત બનાવી પોતાનો સમય-શક્તિ, ભોગોમાં વ્યર્થ ગુમાવવા નહીં. આચાર્ય સમંતભદ્ર સ્વામી કહે છે કે “મોહવાન મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ છે. તેથી ઘરમાં આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૨૮

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90