Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 30
________________ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થઈ રહેલ હોવાથી અસ્થિરતાજન્ય વિકલ્પ ઊભા થાય તો પણ શીઘ તત્ત્વવિચારપૂર્વક સ્વભાવનું અવલંબન લેતા હોવાથી ઊભા થયેલા વિકલ્પો પણ આપોઆપ વિલીન થઈ જાય છે. (૭૨) સ્વરૂપની પૂર્ણતાનો અનુભવ થવાથી સુખ પ્રગટ થઈ જાય છે. છતાં જ્ઞાની સ્વભાવને જ અનન્ય શરણ જાણીને પરાશ્રયપૂર્વક થવાવાળા ફળમાં પણ સ્વભાવનું અવલંબન રાખી સુખી જ રહે છે. સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થવા છતાં પરિણમન તો પોતાના સ્વતંત્રપણામાં જ થાય છે. તેથી વિકલ્પોથી શું? તેના તરફ દષ્ટિ નહિ આપતા સ્વના આનંદમાં રહેવું અને સુખમાં રહેવું. (૭૩) આચાર્ય યોગીન્દુદેવ કહે છે કે “જો તને ચારગતિના દુઃખોનો ડર લાગે છે તો સમસ્ત પરભાવોનો ત્યાગ કરીને નિત્ય શુદ્ધાત્માનું ધ્યાન કરવું કર્તવ્ય છે. એક આત્મદર્શન જ મુક્તિનું કારણ છે. માત્ર આકુળતા કરવાથી કે બહાનાં બતાવવાથી કાર્ય નહિ થાય. જગત ભાવોના પ્રપંચમાં ઊલઝયા વિના સત્સમાગમ, સ્વાધ્યાય, આદિના માધ્યમથી તત્ત્વનિર્ણયપૂર્વક સ્વાનુભૂતિ માટે પુરુષાર્થ કરતાં રહેવું. બાહ્યમાં થતાં પરિણામ પણ ક્રમબદ્ધ છે, તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી કે બાધા ઉત્પન્ન કરી શકતું નથી. માટે આત્મકલ્યાણનો માર્ગ તો એકદમ સ્વાધીન છે. તેમાં કોઈ અંતરાય કેવી રીતે આવી શકે ? જેટલી સત્ સમાગમની પ્રતીક્ષા તેમજ આકુળતા (જિજ્ઞાસા) રહે છે તેટલા પ્રમાણમાં અસંગ જ્ઞાયક સ્વભાવની ભાવના હોય તો શાંતિનો ધોધ ખૂલી જ જાય. (૭૪) નિજ જ્ઞાયકભાવનું અવલંબન થતાં આસ્રવાદિ વિકારી ભાવ છૂટી જાય છે, સંવર-નિર્જરાભાવ પ્રગટ થઈ જાય છે. અજીવ ભિન્નપણે શેયરૂપ ભાસે છે. અપૂર્વ સમતાભાવનું વદન થાય છે. નિઃશંકતા આદિ આત્મિક ગુણોનો વિકાસ થતો જાય છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોનો આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૨૭ % |Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90