Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 28
________________ સાવધાન રહેવું જ યોગ્ય છે. (૬૫) હું સંપૂર્ણપણે આનંદમય જ છું. મારામાં દુઃખનો અત્યંત અભાવ છે, તો પછી દુઃખની અનુભૂતિ કેવી ? જ્ઞાયક ભાવરૂપ પરમગુરુની હાજરી હોય છતાં ગુરુનો વિયોગ છે એમ જોવું એ અક્ષમ્ય અપરાધ છે. ગુરુની સમીપ રહેવાવાળો શિષ્ય નિશ્ચિત હોય છે, તે પ્રકારે પરમ કલ્યાણરૂપ શાશ્વત સુખ સ્વરૂપ જ્ઞાયકનો આશ્રય કરીને જ્ઞાની નિશ્ચિત થઈ ગયા છે. (૬૬) મુક્તિનો માર્ગ અનુકરણથી નહીં પણ અનુભવથી પ્રગટ થાય છે. હું નિરુપાધિ તત્ત્વ છું એવો અનુભવ જ સુખનો ઉપાય છે. જો ઉપાધિઓ તરફ દષ્ટિ હોય તો સહજ નિરુપાધિક તત્ત્વ અનુભવમાં આવવા સંભવ નથી. | (૬૭) કોઈ પ્રત્યે દષ્ટિ જાય ત્યારે તરત જ ભેદજ્ઞાનપૂર્વક સ્વયંનું માહાસ્ય પોતાના માટે સર્વોત્કૃષ્ટ છે એમ વિચારીને સ્વયંમાં સંતુષ્ટ થવું યોગ્ય છે. બાહ્ય સંયોગોનું મળવું અથવા અનુકૂળ પરિણમન થવું આપણા આધીન નથી, તેથી સંયોગો અને પર્યાયથી પાછા ફરી ધ્રુવ જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ કરવી જ શ્રેયસ્કર છે. અંતરંગમાં સહજ જ્ઞાનધારા પ્રવાહિત થવાથી પરિણામ સ્વયં પ્રકાશમય બની જશે. પરયથી નિરપેક્ષ, અખંડજ્ઞાનનો અનુભવ થવાથી અપૂર્વ આનંદનો પ્રવાહ વહેવા લાગશે. જગત મને ભલે ગમે તેવો જુએ, ગમે તે કહે, મારી દૃષ્ટિમાં તો બધા સરૂપ છે, સ્વતંત્ર અને હું પણ સ્વયંમાં જ પરિપૂર્ણ ચિન્માત્ર (જ્ઞાનમય) આત્મા છું. શાશ્વત પરમાત્મા, સહજ જાણવાવાળો જ્ઞાયક છું. (૬૮) તત્ત્વની આરાધના જ્યાં સ્વાનુભવનું કારણ છે, ત્યાં તત્ત્વની એક સમયની વિરાધના તો દૂરની વાત છે, પણ તેની ઉપેક્ષા અનંત દુખનો હેતુ છે. તેથી એક સમય માત્ર પાંચેય જ્ઞાનેન્દ્રિયો સંબંધી વિષયોની મુખ્યતા કરીને, તત્ત્વ આરાધનામાં શિથિલ થવું, કદાપિ ઉચિત નથી. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૨૫

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90