Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 26
________________ ભાવસહિત આત્મા પરના કર્તુત્વથી રહિત છે. સ્વમાં સ્વતંત્રતાપૂર્વક થવાવાળી પર્યાયોના કર્તુત્વના વિકલ્પોથી પણ શૂન્ય જ છે. સર્વપ્રકારે ઇચ્છારહિત થઈને સહજ પ્રાપ્ત સ્વરૂપનો ઉપભોગ કરીને શુદ્ધ સ્વભાવનો આશ્રય કરવાથી મુક્તિમાર્ગ સહજ પ્રગટ થઈ જાય છે. નિર્વિકલ્પ અનુભૂતિ સાથેનો આનંદ મુક્તિમાં લઈ જાય છે. આ મુક્તિની યુક્તિ આપણી અંદર જ પડી છે. ત્યાંથી જ સદ્ગુરુના નિમિત્તે પ્રાપ્ત કરવાની છે. (૫૯) વિકલ્પમાત્ર સ્વાનુભૂતિમાં બાધક છે, તેથી વિકલ્પોને ઉપાદેય માનવા નહીં. વિશેષભાવ વિકલ્પ ભૂમિકા અનુસાર આવે છે, તે વખતે પણ આહલામય નિર્વિકલ્પ સામાન્ય તત્ત્વ તિરોહિત થઈ રહ્યું છે. સંયોગો મળવા તે પોતાને આધીન નથી, પરંતુ સંયોગોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં મગ્ન થઈ જવું આનંદમય છે અને તે પોતાને આધીન છે. (૬૦) જેટલો પ્રેમ સાધર્મી પ્રત્યે આવે છે, તેનાથી અનંતગણું બહુમાન વીતરાગ-વિજ્ઞાનમય દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ન આવે તો તે ગૃહિત મિથ્યાત્વ છે તેમ જાણવું. દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે જેટલો પણ મહિમા આવે તેનાથી અનંતગણો મહિમા નિજ આત્મસ્વભાવમાં આવે તો મિથ્યાત્વ નાશ પામી જાય. સમસ્ત શાસ્ત્રોના સારરૂપ સ્વાનુભૂતિ જ છે. સ્વાધ્યાયનું પ્રયોજન ભેદજ્ઞાન દ્વારા પોતાને જ સમજવાની વાત છે. (૬૧) જગતના કોલાહલથી દૂર રહેવાથી આત્મહિત થવું સંભવિત છે. પર પ્રત્યે કોઈ પણ અપેક્ષા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી શાંતિ અનુભવાશે નહીં, કારણ કે જગતનું પરિણમન પોતાની ઇચ્છા પ્રમાણે થતું નથી અને આપણું પરિણમન જગત અનુસાર થતું નથી માટે વિકલ્પનો ત્યાગ કરીને ગંભીર તત્ત્વાભ્યાસ કરતાં કરતાં સ્વાનુભૂતિ કરવા માટે પુરુષાર્થી બની રહેવું તે જ યોગ્ય છે. પોતે બાહ્યમાં અગ્રેસર ન થવું, પણ અંતરંગમાં પુરુષાર્થી બનવું યોગ્ય છે. પોતાનું આત્મહિત | આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૨૩ |

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90