Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 27
________________ કરતાં કરતાં કોઈ પાત્ર જીવોનું કલ્યાણ થાય તો બરાબર છે. પરંતુ માત્ર અન્ય જીવોની ચિંતામાં પોતાની ઉપેક્ષા કરવી બરાબર નથી. (૬૨) મોહવાન પ્રાણી જ્ઞાતા સ્વભાવની મર્યાદામાં રહેતો નથી, તેથી ચારેય ગતિમાં ક્યાંય શાંતિ પામતો નથી અને સ્વરૂપને ભૂલીને પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં સુખની કલ્પના કરતો ક્લેશિત પરિણામવાળો જ રહે છે. બાહ્ય પ્રપંચોમાં ફસાયા વગર તત્ત્વના અભ્યાસ વડે વૈરાગ્યને પ્રગટાવવા માટે પુરુષાર્થ કરતા રહેવું. પરિસ્થિતિ કે શક્તિનું બહાનું આંગળ કરી પ્રમાદી બનવું તે ક્યારેય ઉચિત નથી. (૬૩) શુદ્ધ ઉપયોગરૂપ ધર્મના સાધક જીવને વચ્ચે ભૂમિકાનુસાર શુભ ઉપયોગનાં પરિણામ થતાં રહે છે. તેને વ્યવહારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. તેથી શુભને છોડીને અશુભમાં પ્રવર્તન કરવું યોગ્ય નથી વળી શુભભાવને ધર્મ માનવો તે પણ યોગ્ય નથી. જેમાં ગ્રહણત્યાગના વિકલ્પ માટે તો અવકાશ જ નથી એવા સહજાનંદમય, પરમ બ્રહ્મ, જ્ઞાયકપ્રભુના આશ્રયથી પ્રગટ થવાવાળી નિર્વિકલ્પ આનંદમય સહજ પરિણતિ જ પરમાર્થ બ્રહ્મચર્ય છે. જ્યાં સુધી પર્યાયમાત્રમાં “હુંપણું રહેશે ત્યાં સુધી બ્રહ્મચર્ય નથી અર્થાત્ અબ્રહ્મચર્ય છે. સ્વભાવની શાશ્વત શુદ્ધતા વડે સ્વભાવ તરફ જોવાથી જ નિર્મળતા પ્રગટે છે, કારણ કે મુક્તિ કંઈ કરવાથી નથી થતી, પરંતુ કર્તુત્વ છોડીને સ્વભાવમાં તન્મય થવા પર હોય છે. (૬૪) અહો ! આખા વિશ્વમાં જ્ઞાયક સુધી જ મારી મર્યાદા છે. જ્ઞાયકથી બહાર મારું કંઈ પણ નથી. વળી મારે કોઈ જરૂરિયાત નથી. હું તો સર્વાગ આનંદમય છું. જ્ઞાન અને સુખ મારો સહજ સ્વભાવ છે, તેને માટે કોઈ અન્ય નિમિત્તની આવશ્યક્તા નથી. વિશ્વ આપણી ઇચ્છા અનુસાર વર્તતું નથી અને આપણે જગત અનુસાર વર્તી શકતા નથી. તેથી જગતથી - પરથી ઉપયોગ પાછો વાળી સ્વભાવની આરાધનામાં આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૨૪

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90