Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 29
________________ (૬૯) હાલમાં વર્તતી પર્યાયની પામરતાને જો સારી સમજે છે તો તે તીવ્ર મિથ્યાત્વી જ છે, પરંતુ વર્તમાન પર્યાયની મલિનતા પ્રત્યે ખેદ વર્તે તો પણ કાર્યસિદ્ધિ થતી નથી અર્થાત્ આકુળતા જ થાય છે. જેને માત્ર ખેદ નહીં, ભેદજ્ઞાન પણ વર્તે છે તે જ જ્ઞાની છે. તે જ પોતાના જ્ઞાનમાત્ર ભાવના અવલંબનપૂર્વક શીઘ્ર રાગાદિથી રહિત દશાને પ્રાપ્ત થાય છે. હું જ્ઞાયક છું તે પ્રતીતિ, અનુભવ પ્રતિ સમય વર્તતા રહે તો મુક્તિ દુર્લભ નથી. (૭૦) જેમ કડાં, કુંડલ, મુગટાદિ પર્યાયોરૂપ પરિવર્તન થવા છતાં સોનું તો જેમ છે તેમ જ રહે છે એ જ રીતે પર્યાયોના પ્રવાહમાં નિરપેક્ષ, ધ્યેયરૂપ આત્મા ધ્રુવ નિત્ય છે. આવા મંગળમય તત્ત્વની પ્રાપ્તિ માટેની પાત્રતા શું છે તેની વાત પ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રમાણે કરી છે. મહાવીરના બોધને પાત્ર કોણ? (૧) સપુરુષના ચરણોનો ઇચ્છુક. (૨) સદા સૂક્ષ્મબોધનો અભિલાષી. (૩) ગુણપ્રતિ પ્રશસ્ત ભાવ રાખવાવાળો. (૪) બ્રહ્મચર્યમાં પ્રીતિવાન. (૫) નિજ દોષ જોતાં જ તેને નાશ કરવાનો ઉપયોગ રાખવાવાળો. (૬) પ્રતિક્ષણ ઉપયોગપૂર્વક આગળ વધવાવાળો. (૭) એકાંતવાસને વખાણનાર. (૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી (૯) આહારવિહાર-નિહારમાં નિયમિત. (૧૦) પોતાના ગુણોને દબાવનાર. આવી યોગ્યતા/ભૂમિકાવાળો જીવ પાત્રતાવાળો છે. તેમાં પણ પ્રથમ સપુરુષના ચરણોનો ઇચ્છુક એ ઉત્કૃષ્ટ વાત છે. (૭૧) પર પ્રત્યે સહજ ઉદાસીનતા રાખવી જ યોગ્ય છે. ઉત્સાહ પોતા પ્રત્યે જ આનંદમય છે. જ્ઞાની હમેશાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. આખું વિશ્વ નિર્વિકલ્પ શેયપણામાં ઝળકતું હોવા છતાં નિજ આનંદની તૃપ્તિ હોવાથી સહજ જ “સમતા' છે. જયારે અજ્ઞાની ત્યાં એકત્વ, મમત્વ, કર્તૃત્વબુદ્ધિથી આકુળ-વ્યાકૂળ થતા રહે છે. જયારે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૨૬

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90