Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 25
________________ અભાવ બધાથી પહેલાં દષ્ટિમાં રાખવો જરૂરી છે. અર્થાત્ બધા જ પરભાવોથી ભિન્ન સહજાનંદમય પોતાના સ્વભાવની પ્રતીતિ થવાથી અજ્ઞાન નાશ પામે છે, ત્યારે રાગાદિ કરવાનો અભિપ્રાય જ નાશ પામી જાય છે. આ પછી પણ જયાં સુધી ચારિત્રભાવમાં નિર્બળતા છે, ત્યાં સુધી રાગાદિ થઈ જાય છે. પૂર્ણ સ્થિરતા થવાથી રાગાદિ પૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. અભિપ્રાયમાં વિપરીતભાવ-મિથ્યાત્વનો નાશ થયા વિના રાગાદિ ક્યારેય દૂર કરી શકાતા નથી. મિથ્યાત્વનો નાશ થવાથી રોગાદિ પરિણામ અનંત સંસારનાં કારણે થતાં નથી, તેથી અલ્પબંધ થવા છતાં પણ જ્ઞાનીને તીવ્ર સંસારમાં રખડવારૂપ બંધ થતો નથી માટે જ્ઞાનનું માહાસ્ય જાણીને તેમાં જ નિમગ્નતાનો પુરુષાર્થ કરવો શ્રેયસ્કર છે. (૫૫) સ્વાનુભવ વગર સ્વસ્થતા કેવી રીતે મળે? વર્તમાનમાં દ્રવ્યદૃષ્ટિના બળ વડે પૂર્ણ સ્વસ્થતાનો જ અનુભવ કરું તો સદાકાળ હું સ્વરૂપમાં જ રહ્યું. આ માટે સદા તત્ત્વાભ્યાસ, તેના રહસ્યને સમજવા આદિમાં હમેશાં તત્પર રહેવાથી શીઘ્રપણે આનંદમય સહજ જીવન પ્રગટ થઈ જાય છે. (૫૬) જ્ઞાનીઓ કહે છે કે હું તો શાશ્વત સુખનો કંદ છું, સુખમય છું. સ્વયંમાં દુઃખ છે જ નહીં.” આવી અનુભૂતિ જ દુઃખના નાશનો એકમાત્ર સાચો ઉપાય છે. (૫૭) અહો ! “સર્વ વિશુદ્ધ ચિન્માત્ર તત્ત્વ હું જ છું.' - પરમાર્થથી છકારકનો ભેદ પણ મારામાં નથી. ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ થવાથી પરિણામ સ્વયમેવ ચિધ્યકાશથી પ્રકાશિત થઈ જાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ થઈ જાય છે, આત્માના બધા ગુણો આંશિક શુદ્ધ થઈ જાય છે. (૫૮) શાંતિને માટે સંયોગોની આવશ્યકતા નથી, પરંતુ સ્વભાવનું યથાર્થ ભાવભાસનપૂર્વક પોતાના આનંદમય પરમ તત્ત્વની પ્રતીતિ, અનુભૂતિ તેમજ સ્થિરતા એ જ શાંતિનો ઉપાય છે. અકર્તાપણાના આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૨૨ જ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90