Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 23
________________ (૪૭) પરમ ઉપકારી આચાર્યશ્રી સમયસારની છેલ્લી ગાથામાં કહે છે કે – સ્વમાં ઠરી જવું, સ્થિર થઈ જવું એ ઉત્તમ સુખપ્રાપ્તિનું કારણ છે. તેમજ શાસ્ત્ર શ્રવણ-વાંચનનું ફળ પણ એ જ મળવું જોઈએ. આ સમયસાર વાંચીને, જાણીને તેમજ તત્ત્વના અર્થને સમજી જીવ. તેમાં સ્થિર થઈ જાય તો તે ઉત્તમ સુખને મેળવે છે સુખમાં પરિણમી જાય છે. આમ “સ્વ'ના માહાભ્યને જાણી તેમાં જ મગ્ન થઈ જઈએ, સર્વ ક્લેશકારી વિકલ્પોથી મુક્ત થઈ જઈએ અને સહજ આનંદરૂપને પ્રાપ્ત થઈ જઈએ, પ્રાપ્ત કરી લઈએ. (૪૮) વસ્તુતઃ પરથી શાંતિની અભિલાષા રાખવી તે મૃગજળ સમાન દુઃખ આપનાર છે. સ્વરૂપ તો પૂર્ણ નિરાકુળતામય છે, તો પછી સ્વરૂપ જ્ઞાન હોય તેને આકુળતા કેવી રીતે હોય? જ્ઞાની હોય સુખી હોય, દુઃખી હોય તો તે જ્ઞાની નથી. (૪૯) સુખ તો સ્વયંના આશ્રયથી ઉત્પન્ન નિરાકુળતારૂપ પરિણામ છે. સંયોગોમાં સુખ શોધવું તે અગ્નિમાં શીતળતા ટૂંઢવા સમાન છે. સુખ માટે પોતાની દૃષ્ટિ અંતર્મુખ કરવાની છે. જ્ઞાતા-દષ્ટા રહીને સુખી બની શકાય, અન્યથા વિકલ્પોમાં રહેવું તે માત્ર આકુળતા જ છે. વિશ્વમાં બધા પરિણમન સ્વતંત્ર તેમજ ક્રમબદ્ધ જ છે. તેની તો વિચારણા કરીને સમતા રાખવી તે જ યોગ્ય છે. (૫૦) અહો ! આત્મસ્વભાવ સ્વયં કલ્યાણમય છે. તેથી જેણે પોતાના સ્વભાવનો યથાયોગ્ય નિર્ણય કરીને સ્વભાવનું લક્ષ્ય કર્યું, તેનું કલ્યાણ થાય છે. પોતાના પરમ પારિણામિક ભાવના આશ્રય વિના, અન્ય કોઈ ઉપાયથી સુખની પ્રાપ્તિ સંભવ થતી નથી. કારણ કે લોકમાં પણ કહેવામાં આવે છે કે જે વસ્તુ જ્યાં હોય, ત્યાંથી તે મળે છે. શરીર, સંયોગો, ભોગો, રાગાદિ વિકારોમાં સુખનો અભાવ જ છે. તેથી સ્વસ્વભાવ જાણ્યા વિના જે જીવ આમાં મગ્ન રહે છે અને સુખી થવા ઇચ્છે આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૨૦

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90