Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 22
________________ કી જનની હૈ અકેલી ઉદાસીનતા. સ્વ-પરના સમ્યફવિવેકપૂર્વક સમ્યકજ્ઞાન જ વિષયોના દાવાગ્નિનો નાશ કરવામાં સમર્થ છે. બંધરહિત માર્ગમાં સંબંધનો વિકલ્પ પણ બાધક છે. સંબંધ તો વસ્તુસ્વરૂપમાં રહેલો જ નથી તેથી સંબંધની માન્યતામાં દુઃખોનું બીજ રહેલું છે. જૈનદર્શન કહે છે – સ્વભાવથી શ્રુત થવું, દૂર થવું એ બધાથી મોટો અપરાધ છે. તેથી પર સંબંધી જૂઠા વિકલ્પોથી બુદ્ધિપૂર્વક દૂર રહીને આત્મકલ્યાણ તરફ આગળ વધવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. . (૪૫) પર્યાયષ્ટિ હોય ત્યાં સુધી સ્વદૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ થતી નથી. તે આત્મન્ ! સમય, શક્તિ, ક્ષયોપશમાદિ અંશે વ્યક્ત છે. તેથી જેનાથી આત્મહિતનું પ્રયોજન સિદ્ધ થાય એવો નિર્ણય કરી નિરંતર સ્વાનુભવનો પુરુષાર્થ કરતા રહેવું એ જ યોગ્ય છે. આપણને પ્રાપ્ત આ સુઅવસર પોતાના વિષે જાણવાનો, સમજવાનો છે. જગતને સાંભળતાં અનંતકાળ વીતાવી દીધો છે. માટે આ અવસરનો સમ્યફ ઉપયોગ કરી લેવો તે જ હિતાવહ છે. કોઈ નિંદા-પ્રશંસા કરે, અનુકૂળતા-પ્રતિકૂળતાના ભયથી પોતાના કલ્યાણના માર્ગમાં જરા પણ પ્રમાદી બનવું યોગ્ય નથી. સ્વાનુભવનો અભ્યાસ કરવાનો નિરંતર પુરુષાર્થ કરતા રહેવાનું છે. (૪૬) પર્યાય દૃષ્ટિ પણ સંયોગાધીન દષ્ટિની જેમ જ અશાંતિમય છે. વળી, પ્રતિકૂળતા તેમજ અનુકૂળતા બાહ્યમાં ક્યાંય છે જ નહીં, માત્ર માન્યતામાં જ રહેલ છે. અમુક પ્રતિકૂળ છે એવો વિકલ્પ જ દુઃખમય છે. કોઈ વસ્તુ નહીં, શાંતિ મેળવવાની ઇચ્છા શાંતિની ઘાત કરનારી છે. કેટલાક જીવો રાગની પૂર્તિ ન થવાથી આકુળ થાય છે. રાગરહિત ચૈતન્યભાવના આશ્રય વિના રાગનો અભાવ નહીં થાય. બાહ્ય વાતાવરણ સારું લાગતું નથી – એ શુભ ચિહ્ન છે, પરંતુ શરત એ છે કે બાહ્ય વાતાવરણ પ્રત્યે અણગમો ન થવો જોઈએ. જો અણગમો આવે તો તે દ્વેષભાવ છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૧૯

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90