Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 18
________________ તત્ત્વ બતાવવાવાળા નિમિત્તનું બહુમાન કરવું તે બરાબર છે પરંતુ વાસ્તવિક તત્ત્વનું બહુમાન કરવું તે જ સાચું છે. સમયસાર કળશમાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે – આત્મા પર્યાયરૂપ નથી, પર્યાયનું કારણ પણ નથી; પર્યાયથી નિરપેક્ષ, આનંદમય છે. એવી અનુભૂતિ થતાં સમસ્ત દુઃખના વિકલ્પ, કતૃત્વ સહજ છૂટી જાય છે. વિકારી પર્યાયો સહજ છૂટી જતાં નિર્મળ પર્યાયો પ્રગટે છે. પર્યાય થતી રહે છે પરંતુ પર્યાયમાં “હુંપણાની ભાવના થતી નથી, વિકલ્પ થતો નથી. હું સ્વભાવરૂપ છું, પરભાવરૂપ નથી. વ્યવહારનયથી પરભાવોનું વર્ણન કરતા જીવનું નિરૂપણ કરવામાં આવે છે, પરંતુ તે રૂપે અનુભવ કરવાથી આકુળતા નાશ પામતી નથી. આત્મસ્વભાવ તો પરભાવથી તદ્દન ભિન્ન છે.' - આ પ્રતીતિ વડે સુખી થવાય. સ્વરૂપની રુચિને જ સમ્યક્ત કહ્યું છે. (૩૬) જે ક્ષણે અંતર્દષ્ટિ થાય છે, તે વખતે જ પોતાના વૈભવશાળી સ્વરૂપની અનુભૂતિ કરી લે છે અને અતીન્દ્રિય સહજાનંદ પ્રગટ થઈ જાય છે. અજ્ઞાનજન્ય આકુળતાનો અભાવ થઈ જાય છે. જયારે પરના આશ્રયને કારણે વિકલ્પ ઊભા થાય તે વખતે પોતાના આનંદમય નિર્વિકલ્પ તત્ત્વનો આશ્રય કરવો તે હિતકારી થાય છે. ચાર સંજ્ઞાઓની અસર દૂર કરવા માટે આપણે વિચારણા કરીને આગળ વધવા પુરુષાર્થ કરી લેવો જરૂરી છે. દા.ત.: (૧) આહારજનિત દુઃખ દૂર કરવા માટે નિરાહારી બનીને ચિત્માત્ર તત્ત્વનું શરણ લેવું જરૂરી છે. (૨) ભયથી જન્મતી વેદના દૂર કરવા માટે નિર્ભય, અભેદ, અછેદ, શાશ્વત પોતાના જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવો. (૩) મૈથુનસંજ્ઞાજન્ય દુઃખનો ઉપચાર ભોગ નહીં પરંતુ બ્રહ્મસ્વરૂપનો આશ્રય, બ્રહ્મચર્યનું પાલન, ચિંતન આદિ રહેલાં છે. (૪) પરિગ્રહજન્ય પીડા દૂર કરવા માટે પોતાના શાશ્વત વૈભવની પ્રતીતિ કરવી જરૂરી છે. અર્થાત્ જ્ઞાનભાવનો આશ્રય થયા વિના સુખ પ્રગટતું નથી અને મોહની હાજરીમાં દુઃખ મટતું નથી. દ્રવ્યદૃષ્ટિ જ સુખની જનની છે. પર્યાયદેષ્ટિ દુખની જનની છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૧૫ % -

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90