Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 17
________________ ખોટા વિકલ્પોથી વિરામ પામી જા. પં. બનારસીદાસજી કહે છે કે, વાહી કે વિચાર કર, વાહી મેં મગન હજે; વાકો પદ સાધવે કો, ઐસી વિધિ ઠાનિયે. તે આત્માનો વિચાર કરીને તેમાં જ મગ્ન થવાનો પુરુષાર્થ કરીને, તે પદને સાધી લે. આ વિધિને જ કરવાની છે, જેમ કે કોઈ કામ કરવાનો નિશ્ચય કરી લે છે, તે પછી તેમ કરવા માટે મુશ્કેલીઓ તરફ લક્ષ આપતો નથી, તેની ઉપેક્ષા કરીને લક્ષ્યથી દૂર લઈ જવા-વાળાને સાંભળતો નથી. નિરંતર પુરુષાર્થ વધારતો રહે છે અને લક્ષને પાર પાડે છે. અસફળતા મળે તો પણ તે નિરાશ થતો નથી, પણ તેનો પુરુષાર્થ વધારતો જ રહે છે. તે જ પ્રમાણે પર્યાય તરફ દૃષ્ટિ નહીં આપો અને કર્મ, નોકર્મની તરફ દૃષ્ટિ પણ ન કરો પણ પોતાના સ્વરૂપ તરફ જ આગળ વધી જવું. અહો ! આત્મસ્વરૂપ અલૌકિક છે, જેના આશ્રમમાં રહેવાથી દુઃખી થઈ શકાતું નથી. જેમ સૂર્ય અંધારું ફેલાવી શકતો નથી તેમ સ્વભાવના આશ્રયથી વિકલ્પ ઊભો થવો સંભવિત નથી. જૈનદર્શનમાં શિષ્યત્વ અંગીકાર કરવાવાળાને જે સ્વની ગુરુતાનું ભાન કરાવે, તે નિમિત્ત અપેક્ષાએ સાચા ગુરુ કહેવાય. વળી નિમિત્ત અપેક્ષાએ નિગ્રંથ ગુરુ છે, પરંતુ તે ગુરુ કહે છે કે – જેના આશ્રયથી ગુરુતા પ્રગટ થાય છે, તે ત્રિકાળપણે નિગ્રંથ પરમ નિજભાવ જ ઉત્કૃષ્ટપણે આરાધવા યોગ્ય અને વંદનીય ગુરુ છે. મુક્તિમાર્ગમાં માર્ગ બતાવનાર સદેવ-ગુરુ-શાસ્ત્ર આદિથી ઉપયોગ હઠાવીને અંતરમાં તત્ત્વાભ્યાસ, સ્વાત્મવિચાર કરતાં કરતાં તેની આજ્ઞાનુસાર, સ્વભાવરૂપ પરમદેવનું સન્માન કરતો તે વિકલ્પથી પણ મુક્ત થઈને સહજ આનંદમય થવાવાળો જ્ઞાની જ જિનશાસનનો સાચો ભક્ત કહેવડાવવાનો અધિકારી છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૧૪

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90