Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 16
________________ (૩૪) શોભિત નિજ અનુભૂતિ યુત, ચિદાન્ત ભગવાન; સાર પદાર્થ આત્મા, સકલ પદારથ જાન. પોતાના જ્ઞાન અને આનંદરૂપ આત્માની અનુભૂતિથી તે શોભે છે. બધા પદાર્થોમાં સારભૂત એક આત્મા જ છે. વિશ્વમાં રહેલાં બધાં જ દ્રવ્ય અનાદિ અનંતપણે પોતાના સ્વ-ચતુષ્યમાં જ રહે છે. તેથી ગુણ પણ જેમના તેમ રહે છે અર્થાત્ પ્રત્યેક દ્રવ્યના ગુણ તે દ્રવ્યમાં જ સદા અભેદપણે રહે છે. પર્યાયમાં પણ પરમાર્થથી તે સ્વસ્થ અર્થાત્ પોતામાં પોતાથી પોતાને માટે પોતાના સ્વરૂપમાં જ હોય છે. ક્યાંય બીજા કોઈ સાથે તેનો સંબંધ હોતો જ નથી. સહજપણે નિમિત્ત-નૈમિત્તિક આદિ સંબંધમાં પણ તેની સ્વતંત્રતા બાધારહિત છે. રાગ-દ્વેષ, મોહનું નિમિત્ત તો અજ્ઞાનીમાં કહેવામાં આવે છે; કારણ કે તે સ્વભાવથી વિમુખપણે તત્ત્વમૂઢતાના પર્યાયમાં, તેના પ્રત્યે મોહાદિક ભાવ ઉત્પન્ન થાય છે. આપણે તો બધી વ્યાધિ કે ઉપાધિથી ભિન્ન, પરમ સમાધિરૂપ નિજ સ્વભાવના આશ્રયથી નિર્વિકલ્પ સહજ આનંદમાં લીન થઈ જવાનો પુરુષાર્થ કરવાનો છે. (૩૫) ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજવાનું પ્રયોજન પર્યાયસંબંધી ચિંતા. તેના કર્તૃત્વપણાથી મુક્ત થઈને સ્વભાવદૃષ્ટિ કરવી એ જ છે. સહજ સુખ પ્રાપ્ત કરવા માટે વસ્તુની વ્યવસ્થા સહજપણે સ્વીકારવી પડશે. જેને સ્વતંત્ર બનવું છે, તેણે પ્રત્યેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા માનવી જ પડે, સ્વીકારવી જ પડે. જો પરને પોતાને આધીન માનીએ તો પણ તે સ્વાધીન રહી શકતું નથી. હે આત્મન્ ! સંસારમાં પણ જેમ સંતાનના ભલા માટે, તેના પ્રત્યેનો મોહ છોડીને તેને ગુરુકુળમાં મોકલવામાં આવે છે, તેવી જ રીતે આપણા આત્માના પર્યાયની નિર્મળતા, શાંતિ, મુક્તિ માટે પર્યાયદૃષ્ટિને પરમભાવરૂપ ગુરુને સોંપીને અર્થાત્ પર્યાયષ્ટિથી પાછો વળી જા અને આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૧૩ બ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90