Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 13
________________ એવો પુરુષાર્થ કરતો રહે છે તે બહિરાત્મા છે. જે જીવ ભેદ-જ્ઞાન દ્વારા સમસ્ત બાહ્યરૂપોથી ભિન્ન સ્વરૂપને ઓળખીને પોતાના આત્માની અનુભૂતિ કરે છે તે અંતરાત્મા છે. ક્યારેક એમનો ઉપયોગ અસ્થિરતાના કારણે શુભાશુભ પણ થાય છે, છતાં તેની દષ્ટિ એક અખંડ જ્ઞાયકભાવમાં જ રહે છે, તેનો પુરુષાર્થ સ્વરૂપ સ્થિરતામાં રહ્યા કરે છે તેઓ શીધ્રપણે સંયમ ધારણ કરીને આત્મધ્યાન દ્વારા પરમ નિરંજન, અવ્યાબાધ આનંદરૂપ પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. તે પરમાત્મા છે. . (૨૭) કલ્યાણનાં બાહ્ય કારણોમાં સત્ સમાગમ, સ્વાધ્યાય તેમજ લોકો વડે નિંદા થાય તેવાં કાર્યોનો ધર્મબુદ્ધિએ ત્યાગ કરવો મુખ્ય છે. અંતરંગ કારણ તો ભેદજ્ઞાન, તત્ત્વવિચારણા, સ્વસમ્મુખ થઈ સ્વાનુભૂતિ કરવાનો પુરુષાર્થ કરવો એ છે. વળી જેને સાચું સુખ જોઈએ છે તેણે કોઈ પણ બહાનું બતાવ્યા વગર, પ્રમાદ છોડીને, તત્ત્વાભ્યાસ અને તેની અનુભૂતિ કરવાની છે. જ્ઞાનીઓ લૌકિકસંગને વિશેષપણે નુકસાન કરનાર જાણીને નિર્જન, વનસ્થાનોમાં જઈને આત્મહિત સાધવાનો પુરુષાર્થ કરે છે, તેવા જ્ઞાનીઓ આપણું કલ્યાણ કરવામાં સાચા નિમિત્તરૂપ બને છે. તેથી સમ્યક અર્થે તો આપણે સ્વાર્થી બનવાનો પ્રયત્ન કરતા રહેવાનું છે. ભલે બાહ્યમાં બધું ભૂલી જવાય, પરંતુ સ્વયંને ભૂલી જવું તે કોઈ રીતે ઉચિત નથી. આપણને પ્રાપ્ત થયેલ દુર્લભ એવા કલ્યાણના અવસરને એક ક્ષણ પણ ચૂક્યા વગર આત્મહિતનાં સાધનોમાં સાવધાન રહીને પોત-પોતાના સ્વાર્થ, સ્વપ્રયોજન, મુક્તિની પ્રાપ્તિ કરવા પુરુષાર્થ કરતા રહેવું. (૨૮) જેને સ્થૂળપણે શેયનું પ્રતિબિંબ કહેવાય છે, તે વાસ્તવિકપણે જ્ઞાનનું જ્ઞાનમય પ્રતિબિંબ જ છે, અર્થાત્ જાણનાર જ જાણવામાં આવે છે, તે વાત બરાબર છે. જ્ઞાનમાં જ્ઞાનનો જ અનુભવ કરવો યોગ્ય છે. અહો! ભેદજ્ઞાન એક અદ્ભુત મંત્ર છે, જેનાથી મોહની મૂછ શીધ્ર - ત્વરાથી નાશ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૧૦ %Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90