Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal Saila View full book textPage 7
________________ ઉપયોગ કરી સ્વની ઓળખાણ કરી. વળી આત્માને માટે પોતાનો આત્મા જ ઉપાય છે. સંયોગો મને છોડીને જાય તે પહેલાં હું જ સંયોગોનો ત્યાગ કરી દઉં તે જ કલ્યાણકારી છે. સંયોગોમાં એકત્વપણું કરવું તે તો દુઃખરૂપ છે અને એ જ અજ્ઞાન છે. સ્વભાવના લક્ષ્મપૂર્વક સંયોગ તે પોતાથી જુદા છે તેમ જ્ઞાન થયું તે જ સમ્યગૂજ્ઞાન છે. (૧૧) સંયોગો તરફનું લક્ષ્ય તે રાગ, ચંચળતા, આકુળતાનું કારણ છે; જયારે શાંતિ, સ્થિરતા, સમતા સ્વનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય. વિકલ્પ થવો એ અસ્થિરતા રૂપ દોષ છે, પરંતુ બુદ્ધિપૂર્વક વિકલ્પ કરવો, તેની પૂર્તિને માટે આકુળ-વ્યાકુળ થવું, તેને પૂરો કરવામાં હર્ષ માનવો તે મિથ્યા છે. સ્વભાવ તરફની સાધના થવાથી કામાદિક પરભાવ સહજપણે છૂટી જાય છે અને સ્વાભાવિકપણે પ્રગટ થવાવાળા જ્ઞાન, આનંદ, વીતરાગતા, પ્રભુતાદિ સહજ જ પ્રગટ થઈ જાય છે. તેથી નિવૃત્તિની ભાવના વડે બાહ્યથી નિવૃત્તિ લઈ નિવૃત્તિ સ્વરૂપ શુદ્ધ ચિતૂપની ભાવના ભાવવી એ જ કલ્યાણકારી છે, શ્રેયસ્કર છે. (૧૨) સત્સમાગમમાં પણ કાર્ય તો પોતાની યોગ્યતાનુસાર સ્વયમાં જ થવાનું છે. શાંતિ અંદર જ પ્રગટશે, જ્ઞાન પણ અંદરથી પ્રગટ થશે માટે બીજા વિકલ્પ કરવા જેવા નથી. પરમાર્થથી તો તે વિકલ્પનું પ્રતિક્રમણ કરવા જેવું છે. માત્ર અસંગ બનવાની ભાવના જ શ્રેયસ્કર છે. વિકલ્પ થાય ત્યારે ભેદજ્ઞાન વર્તતું નથી, પરથી લાભ-હાનિ, સુખ-દુઃખ થતું જણાય છે તો સમજવું કે પોતાના અભિપ્રાયમાં મિથ્યા વાસના ભરી પડી છે. જેથી રાગની પૂર્તિ થાય, તેમાં સુખની કલ્પના થાય છે, તે નુકસાનકર્તા છે. (૧૩) દ્રવ્યદૃષ્ટિ થવાથી વૃત્તિઓ સ્વયમેવ શાંત થઈ જાય છે અને બોજારૂપ જણાતી નથી. જગતની જૂઠી પ્રશંસા જૂઠી છે તે જણાય અને પોતાનો પુરુષાર્થ આનંદરૂપ જીવન માટે ચાલ્યા કરે તે જ હિતકર છે. (૧૪) ઇચ્છાઓની પૂર્તિ થવાનો ક્યારેય સંભવ નથી, તેથી આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૪ છPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90