Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 8
________________ તત્ત્વવિચારપૂર્વક, ઇચ્છાઓનો અભાવ કરવાનો, તેનો નાશ કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. જ્ઞાની આસવોથી નિવૃત્તિ પામેલા છે અને આનંદમય રહેલા છે. તેથી આપણે પણ તેમના જેવા આનંદમય, નિષ્પાપ, નિરાલંબ, શાંત, કૃત-કૃત્ય થવા પુરુષાર્થી બની જઈએ અને પરમ સુખના અધિકારી બની જઈએ. (૧૫) સ્વાધ્યાયાદિ માત્ર ક્ષયોપશમ વધારવા માટે અથવા જગતમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કરવાના નથી, પણ પોતાને સંસારમાંથી છોડાવવાના ઉપાય રૂપે કરવાના છે. જ્યાં સુધી સંયોગોમાં સાર જણાય ત્યાં સુધી આત્માની ચર્ચા અને ચિંતન માત્ર બાહ્યરૂપે જ રહી જાય છે, પણ તેમાંથી પર થઈ અતિન્દ્રિય જ્ઞાન અને સુખ, સ્વાશ્રયથી સહજરૂપે પ્રાપ્ત થાય છે. માટે તેવો જ પુરુષાર્થ કરીએ કે તે સહજ સુખની પ્રાપ્તિ થઈ જાય. (૧૬) નિરપેક્ષ એવા આત્મતત્ત્વની આરાધના, જગતભાવોથી નિરપેક્ષ થઈને કરવાથી પોતાને સ્વતંત્રપણે અનુભવી શકાશે. આ માટે અનુકૂળ સંયોગો મળે તો સારું એવી કલ્પના કરવી તે મિથ્યા છે. જો જડ પદાર્થ સ્વતંત્રપણે પરિણમે છે તો આપણે તેવા વિકલ્પોમાં શા માટે ઊલઝી જવું? કારણ કે વસ્તુ સ્વભાવ તો સ્વભાવથી સ્વતંત્ર છે. એકત્વ દૃષ્ટિ પ્રાપ્ત થયા વિના એકાંત મળવાનું નથી. આપણો પુણ્યોદય પ્રબળ હોવાથી અનુકૂળ કાર્ય થતાં રહ્યાં તો અંદરમાં માન-કષાય પુષ્ટ થશે, એમાં જ કૃતકૃત્યપણું મનાશે અને તેથી પોતાની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થતો રહેશે તો આત્મસાધનાનો જ ઘાત થઈ જશે, નિષ્ફળ થઈ જશે. તે ધન્ય છે કે જેને શુદ્ધાત્માનો અનુભવ થયો છે, કે જેના આશ્રયથી અસંગ થવાનો વિકલ્પપણ છૂટી જાય છે અને અસંગતા પ્રગટ જણાય છે. નિવૃત્તિનો વિકલ્પ નાશ પામી જતાં નિવૃત્તિ મળી જાય છે અને પરમ તૃપ્તિનો આનંદ પ્રગટી જાય છે અર્થાત્ સ્વરૂપની પ્રાપ્તિ એ જ પરમ લાભ છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૫ %

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90