Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal Saila View full book textPage 6
________________ (૮) જે જીવો મુક્ત થયા, જે મુક્ત થઈ રહ્યા છે અને જે મુક્તિને પામશે તે બધા ભેદજ્ઞાનપૂર્વક જ થયા છે. ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપમાં મગ્નતારૂપ સમ્યફચારિત્ર પણ સહજ જ થાય છે અને કર્મોનો ક્ષય-ઉપશમ પણ સ્વયં થાય છે. ધૈર્યપૂર્વક સ્વભાવની આરાધના સાથે સંયોગની સહજ ઉપેક્ષા, દ્વેષ વગર કરવી તે જ યોગ્ય છે. પોતાનો પુરુષાર્થ પોતામાં જ છે. પોતામાં જ ચાલે છે (થાય છે) બહારમાં કિંચિત માત્ર નથી ચાલતો છતાં પરિસ્થિતિમાં બદલાવ આવે તો તેની આકુળતા નહીં અને મનઃસ્થિતિ શાંત રાખવાનો પ્રયત્ન કરવાનો. શેય અનંત છે. બધા શેયને જાણવા પ્રયત્ન કરીએ તો અનંતકાળ સુધીમાં થઈ શકે નહીં. પણ જે જ્ઞાયક પોતાનો આત્મા છે તેને જાણવાનું થયું નહિ તો અનંતકાળ દુઃખમાં જ વ્યતીત થશે તેથી બાહ્ય શેયો પ્રત્યેની લુબ્ધતા છોડીને જ્ઞાયક આત્માને જાણીને તેમાં જ સ્થિર થવાનો પુરુષાર્થ કરવો તે જ કલ્યાણકારી છે. વળી, મને આ પર્યાય કેવી રીતે મળી છે અને કેમ છૂટશે? તેમાં ઉલઝયા વગર “આ પર્યાય તે હું નથી એવા ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાનાનુભૂતિ કરવી એ જ શ્રેયસ્કર છે. બધા જ સુખનું મૂળ વૈરાગ્ય છે. વૈરાગ્ય દ્વારા આત્મજ્ઞાન મેળવવાનું છે. માટે જીવનમાં યથાયોગ્ય સદાચરણપૂર્વક તત્ત્વાભ્યાસ કરવા સદાય પુરુષાર્થી રહેવાનું છે. (૯) તત્ત્વની (આત્માની) પ્રાપ્તિ સહજ તેમજ સુલભ છે તેમ લાગે ત્યારે સમજવું કે પુરુષાર્થ સાચી દિશામાં થઈ રહ્યો છે. તેમજ “બધા જ અંત તત્ત્વને મેળવીને, અંદરમાં જ સમાઈ જાઉં એમ ભાવના ભાવવી, વિકલ્પોથી દૂર રહેવું. (૧૦) નિમિત્તથી જ ફાયદો થયો એવી કર્તૃત્વબુદ્ધિ મોહદષ્ટિ છે. નિમિત્ત માર્ગદર્શન આપે પણ કાર્ય તો આપણે જ કરવાનું છે તે યાદ રાખવાનું છે. આપણો પુરુષાર્થ જ આપણને ફળવાન થશે. ભાગ્યશાળી તે નથી કે જેને નિમિત્ત મળ્યું, પરંતુ ભાગ્યશાળી તે છે જેણે નિમિત્તનો આત્મજ્ઞાનનો પુરુષાર્થ » ૩ ૪Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90