Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 4
________________ સ્વાનુભવ માટે વિચારણા ભેદજ્ઞાન માટેની વિચારણા કરવા માટે આ લખાણ ખૂબ જ ઉપયોગી થશે અને સ્વભાવની પ્રતીતિ સહજ રીતે થઈ જશે. (૧) અહો ! બંધન રહિત સ્વરૂપની આરાધનાના માર્ગમાં જ્યાં પરની સાથે શેય-જ્ઞાયક સંબંધ પણ પરમાર્થથી નથી, તો બોધ લેવાવાળોબોધ આપવાવાળો – આ સંબંધનો ત્યાં અવકાશ જ નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. તે નિરપેક્ષ, પરિપૂર્ણ, આનંદમય, પ્રભુતા સંપન્ન છે. બહિર્લક્ષી વિકલ્પોને ત્યાગીને સ્વાનુભવ તેમજ સ્વરૂપમાં મગ્ન થવાનો અભ્યાસ કરવો શ્રેષ્ઠ છે. (૨) ઉપાદાનની યોગ્યતા અનુસાર નિમિત્ત પણ સહજપણે મળતાં રહે છે. નિમિત્ત કારણ દ્વારા માર્ગદર્શન મળવાથી અધ્યાત્મ માર્ગમાં પ્રગતિશીલ બનવાનો પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે. કારણ કે કોઈ પણ સાધક બીજા પર આધાર રાખી આગળ વધી શકતો નથી. સમ્યકદર્શનથી માંડી સિદ્ધ થવા માટેનું સામર્થ્ય પોતાનામાં છે જ, તેને સ્કુરાયમાન કરવાનું છે. વળી આપણે વીતરાગ બનવા વીતરાગે બતાવેલા માર્ગે ચાલવાનું છે. જેમ વીતરાગ બનવા ક્યારેય તથંકરોએ કોઈના સહારાને ઇક્યો નથી તેમજ જે નિગ્રંથ ગુરુ છે તે પરની સહાયથી રહિત છે. જિનવાણી આપણને સ્વાવલંબી બનવાનું શીખવે છે. (૩) “આત્મધ્યાન સિવાય બાકી બધું ઘોર સંસારનું કારણ છે' એવી શ્રદ્ધા સાથે બાહ્યમાં ક્યાંય રોકાવું નહિ. પરમાર્થથી તો ગુરુ-શિષ્યનો વિકલ્પ કરવાનો નથી. સદ્ભુત વ્યવહારથી પોતાનો શુદ્ધાત્મા જ ગુરુ છે. અદ્ભુત વ્યવહારથી નિગ્રંથ એ જે ગુરુ છે. પોતે જ પુરુષાર્થ દ્વારા શુદ્ધ, શાંત સ્થિતિ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. આત્માના આનંદનો અનુભવ કરીને સદા આનંદમાં રહેવાનું છે. તે માટે અંતરમાં નિર્મળતા વધતી રહે તે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૧ જ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90