________________
– પ્રસ્તાવના બ
આ સકલનમાં બે વિષયો લેવામાં આવ્યા છે. ભેદજ્ઞાન માટે શું કરવું ? કેમ કરવું તેની છણાવટ કરવામાં આવી છે, જેથી પારમાર્થિક સાધના કરનાર સાધક સુવિચારણા દ્વારા ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરી શકે. આ સંકલનમાં સાધના કરેલ સાધકે પોતે જે વિચારણા કરેલ તેનો ઉપયોગ કરેલ છે તથા અનુભવી આત્માએ આપેલા પ્રશ્નોના જવાબમાંથી ‘સ્વાનુભૂતિનો પુરુષાર્થ’ કરવા માટેનું માર્ગદર્શન આપેલ છે.
આ વિષયની શ્રી રાજ-સૌભાગ આશ્રમ, સાયલામાં આરાધના શિબિર દરમ્યાન બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ દ્વારા સાધકોના ગ્રુપમાં વિચારણા કરવામાં આવી હતી. સાધકોને સમજવા માટે આ સામગ્રી ઉપયોગી જણાતાં, ૫.પૂ. ભાઈશ્રીના આશીર્વાદ સાથે, બીજા સાધકોને લાભ મળે તે હેતુથી આ નાની પુસ્તિકા રૂપે મુકવામાં આવેલ છે. જે અધ્યાત્મના સાધકોને ઉપયોગી થશે એવી ભાવના સહ.
પ્રકાશન સમિતિ
શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ
સાયલા
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.