Book Title: Aapno Sanskar Varso Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 8
________________ ચોથી આવૃતિ વેળાએ આપણો સંસ્કાર વારસો એ નામનું નાનું પુસ્તક, માર્ચ ૧૯૯૮માં, અમે પાંચેક દિવસમાં લખેલું. સમગ્ર જીવનની બહુમુખી અનુભૂતિઓના ફળરૂપે ઊપજેલા જીવન-ઉન્નતિના પ્રતિભાવને તેમાં પ્રયોગની મુખ્યતાથી (Practical-View point)થી વાચા આપવાનો પ્રયત્ન કરેલ છે. પ્રથમ આવૃત્તિની પાંચ હજાર નકલો પાંચ મહિનામાં જ પૂરી થઇ ગઇ હતી. તેની સતત માગ છેલ્લા બે મહિનાથી થતી રહેતી હતી, જેથી આ દ્વિતીય સંસ્કરણ બહાર પાડેલ છે. ભવિષ્યમાં તેમાં કંઇક ઉમેરો કરવાની ભાવના છે, પરંતુ હાલ કાર્યની અધિકતાથી તેમ બની શકયું નથી. ભારત અને વિદેશમાં વસતો દરેક ગુજરાતી તે વાંચે અને તે વિષે વિચાર કરે તેવી અપેક્ષા છે. ઉંમર, નાત, જાત, વ્યવસાય કે બીજી કોઇ પ્રકારની પૂર્વશરત તેના વાચન માટે આવશ્યક નથી. જરૂરત છે માત્ર સંસ્કારી, ઉન્નત અને ઉમદા જીવન બનાવવાની ભાવનાની. હિન્દી અને અંગ્રેજી સંસ્કરણો પણ નજીકના ભવિષ્યમાં બહાર પાડવાની યોજના છે. જેથી તે વિશાળ વાચકવર્ગ સુધી પહોંચી શકે. કોબા Jain Education International સર્વ જીવોનો હિતેચ્છુ ભા For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82