________________
૧૨
આપણો સંસ્કાર વારસો
આતંકવાદ અને હિંસક પ્રવૃત્તિઓના વધતા જતા વ્યાપમાં, સરકારી અમલદારો, વેપારીઓ તથા રાજકારણીઓના જીવનમાં પ્રસરેલા વ્યાપક ભ્રષ્ટાચારમાં અને વધતી જતી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ અનુભવ થતો જાય છે. વિદેશની સંસ્કૃતિના નિયમિતતા, નીતિમત્તા, ઉદ્યમશીલતા, સામાજિક-સંપ, સામૂહિક-શિસ્ત આદિ અપનાવવાને બદલે આપણે, ત્યાંના બિનજરૂરી મોજશોખ અને આપણી સંસ્કૃતિ અને આબોહવા સાથે તાલમેલ ન બેસે એવા મદિરાપાન, માંસાહાર, હિંસાખોર-વૃત્તિ અને સ્વેચ્છાચારાદિને અપનાવીને મહદ્ અંશે સ્વાર્થી, ભૌતિકવાદી, નાસ્તિક અને એકલપેટા બની ગયા છીએ.
હજુ પણ બહુ મોડું થાય તે પહેલા આવી વિકૃતિઓથી પાછા ફરીને, પ્રાકૃતિક જીવન પ્રત્યેનો અભિગમ વધારીને ઉપરોક્ત સૂત્રને અનુરૂપ, સર્વજનહિતકારી સંસ્કૃતિને અપનાવીએ અને આપણાં દ્રષ્ટિસંપન્ન, પ્રબુધ્ધ અને સમર્પિત મહાનુભાવોના ઉન્નત અને દિવ્ય વ્યક્તિત્વ તથા ઉપદેશને અનુસરીએ એમાં જ આપણું શ્રેય છે.
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org