Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 61
________________ પ૪ આપણો સંસ્કાર વારસો રીટાયરમેન્ટ સામાન્ય રીતે આ જમાનામાં, સરકાર કે અન્ય સંસ્થાઓ ૫૮ વર્ષે આપણને નોકરીમાંથી છૂટા કરે છે અને તમે નિવૃત જીવન ગાળો એમ સૂચિત કરે છે. જે મનુષ્ય ઉપરોક્ત હકીકતનો પહેલેથી વિચાર કર્યો હોય તે ખરો સમજી કહેવાય. દીકરા-દીકરીના લગ્નની, છોકરાને લાઇનસર કરવાની કે પરીક્ષામાં સારા માર્કસ લાવવાની આગળથી તૈયારી કરીએ છીએ તેમ, નિવૃત્તિની પણ આગળથી તૈયારી કરવી જોઇએ. જો માનસિક રીતે તે માટે તૈયાર ન થયા હોઇએ, નિવૃત્તિમાં સમયનો કેવી રીતે સદુપયોગ કરીશું તેની યોજના ન કરી હોય તો જીવનમાં ખાલીપો લાગે, મૂંઝવણ થાય અને માનસિક અસંતોષ જન્મે; જેમાંથી પોતાને ડીપ્રેશનનો અને કુટુંબીજનોને કલેશનો ભોગ બનવું પડે. | નિવૃત્તિ પછી ઠીક આવક હોય તો કમાવાની તૃષ્ણાનું નિયમન કરી પરોપકારની પ્રવૃત્તિ અને આત્મકલ્યાણ માટે સત્સંગ-ભક્તિ-તીર્થયાત્રા આદિમાં જોડાવું અને કુટુંબને જરૂરિયાત અનુસાર ઉપયોગી થવું. વિચારવાન-વિવેકી તો ૩૫ વર્ષની ઉંમર થાય ત્યારથી જ થોડું સારું વાંચન, અવારનવાર સત્સંગ, મંદિર, તીર્થ કે ધર્મસ્થાનકની સેવા ; , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82