________________
આપણો સંસ્કાર વારસો
s
પ્રાપ્તિ પહેલાના તપ જેવું છે. | ૫. જિંદગીની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે. એક મિનિટ પણI
નકામી ન જાય અને તારા જીવનના ધ્યેયની દિશામાં કંઇક ને કંઇક પ્રગતિ થતી રહે તેનું ખાસ ધ્યાન રાખજે. આ માટે ઘણાં વર્ષો સુધી રોજનીશી કે ડાયરી લખવાથી થતા ફાયદાનો લેખકને અનુભવ છે. છેલ્લા લગભગ ત્રેવીસ વર્ષથી તો જીવન જ ખુલ્લી કિતાબ બની ગયું છે અને તેથી તે લખાતી નથી તો પણ તે (સમય) ના હિસાબનું ચિંતન તો કર્યા જ કરું છું. સારાં પુસ્તકોનો શોખ : તારા ઘરમાં ઉત્તમ પુસ્તકો વસાવજે. બીજા પુસ્તકો મળે, મહાપુરુષોના ચારિત્રો ધ્યાનપૂર્વક વાંચજે અને વિચારજે, તો જરૂર તને ઉન્નત જીવન જીવવાનું ખૂબ જ બળ મળશે. જ્યારે ત્વરાથી જીવનવિકાસ કરવાનો નિર્ણય કરે ત્યારે, કોઇ સાચા સંતના કે અનુભવીના આશ્રયે પદ્ધતિસરનું વાંચન કરી
તારા હૃદયના જ્ઞાન ભંડારને સમૃદ્ધ કરજે. ૭. મન-વચન-કાયાથી નિયમિત બનજે. મનમાં પોતાના
અને સૌના કલ્યાણના વિચારોને જ સ્થાન આપજે. આમ કરવાથી તારી વાણી પણ સૌમ્ય, સાચી, શ્રેયસ્કર અને સાંભળનારને શીતળ કરનારી બનશે. નિયમિત પ્રવૃત્તિ તને જીવનના દરેક ક્ષેત્રમાં મહાન બનાવશે, બધા કામ સમયસર પૂરા કરી શકીશ, કાર્યક્ષમતા ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org