________________
६४
આપણો સંસ્કાર વારસો
ક
*
*
વાનગીઓ બનાવીને ખાવી. બહાર ફરવા જવાનું મન થાય ત્યારે કોઇ પ્રાકૃતિક સુંદર સ્થળો, તીર્થધામો, સંસ્કારપીઠો, બાગબગીચાઓ, તળાવ-નદીઓ-પહાડો કે એવા સંસ્કારપ્રેરક સ્થળો પસંદ કરવાં; જેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે અને નવીનતાથી નિર્દોષ મનોરંજન પણ મળે. આમ કરવાથી બાળકોના શિક્ષણ-સંસ્કારમાં ફાજલ સમયનો સદુપયોગ થઇ જશે અને હલકા મનોરંજન માટે મનને
અવકાશ રહેશે નહીં. ૭. વ્યક્તિગત જરૂરિયાતો સપ્રમાણ જ રાખવી; નહિતર
કપડાં, બુટ-ચંપલ, કેસેટો, છાપા/ મેગેઝીન, દવાઓ, શૃંગારના પ્રસાધનો વગેરે ખૂબ જ વધી જશે અને તેનું ખર્ચ અને સાર-સંભાળ લેવામાં વધારે સમય અને શક્તિનો ભોગ આપવો પડશે, અને તેની વ્યવસ્થા ન જળવાતાં મનમાં એક જાતનો તનાવ પેદા થશે. કોઇને કોઇ સેવા, સંસ્કાર, સમાજ કલ્યાણ કે સાધનાના કાર્યક્રમમાં પોતાની જાતને જોડી દેવી. આમ કરવાથી જીવનનું ધ્યેય બંધાય છે, નિયમિતતા આવે છે, સત્કાર્યોમાં મન લાગેલું રહેવાથી કંટાળો આવતો નથી અને ખોટા મોજશોખ તરફ મન ઝાવાં મારતું નથી; જેથી વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં શાંતિનો અનુભવ થાય છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org