Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001323/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અાપણો મૂંઝાર વારો પૂ. શ્રી આત્માનંદજી વિશ્વપ્રેમ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (ાહોર International કોબા. ૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) Page #2 -------------------------------------------------------------------------- ________________ આપણો સં૨ક્કાર વારસો : લેખક : પરમ શ્રદ્ધચશ્રી આત્માનંદજી હા , . * ** ત કે : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સશુd-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ OO૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯૪૮૩ ફેકસ : (૦૭૯) ૨૩૨૭ ૧૪૨ E-mail : srask@rediffmail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯/૪૮૩ ફેકસ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ આવૃત્તિ ચોથી પાંચમી આવૃત્તિ વિ.સં. ૨૦૬૨ મલ્ય : ૩. ૧૨/ • ટાઈપસેટિંગ : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર. કોબા જિ. ગાંધીનગર, ગુજરાત ફોન નં. ૨૩૨૭ ૬૨૧૯-૪૮૩ નકલ સંખ્યા ૧૫,૦૦૦ ૨૦૦૦ ઃ મુદ્રક ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન નં. ૨૨૧૬ ૭૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ સહજ બાળપણથી જ એક એવી લગની લાગી હતી કે જીવનમાં શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવી. એ કંઇક અપૂર્વ હોય, દુર્લભ હોય અને છતાં શાશ્વત હોય. જે પ્રાપ્ત કર્યા પછી અન્ય કશું પામવાની ઇચ્છા રહે નહીં, કારણ કે આપણે જે પ્રાપ્ત કર્યું હોય તેનાથી વિશેષ અને મહાન આ વિશ્વમાં કંઇ હોય જ નહીં. જીવનમાં સદૈવ આવો અભિગમ અને ઉદ્યમ રહ્યો. આ વાત સાત-આઠ વર્ષની ઉંમરે કંઇક અસ્પષ્ટપણે અને ૧૪-૧૫ વર્ષની ઉંમરથી સ્પષ્ટપણે સાકાર થવા લાગી અને મા સરસ્વતીની ઉપાસના સહિત પરમાત્મા-સદ્ગુરુની શરણાગતિથી તેનો ઠીક-ઠીક પ્રારંભ થયો. પછી તો આ સફર ચાલુ જ રહી. વચ્ચે કાંટા-કાંકરા, ખાડા-ટેકરા અને પોતાની પણ કાંઇક નબળાઇઓ આવી જતી. આવુ બધું બનવા છતાં, આજે ૬૮ વર્ષની શરીર-અવસ્થામાં સ્વચ્છ, વિવેકી અને સ્વપર-ઉપકારી જીવનનો જે પણ કાંઇ સ્વલ્પ આનંદ અનુભવાય છે તે સંતસદ્ગુરુઓ અને તેમની દિવ્ય વાણી અને કૃપાનો પ્રસાદ ગણું સામાન્યપણે છેલ્લા લગભગ ૪૫ વર્ષોમાં જે કાંઇ લેખન, વાંચન,સ્વાધ્યાય,ભક્તિ પ્રવચન, તીર્થયાત્રાદિ સત્સાધનો જીવનમાં આત્મસાત્ થયાં, તેથી સ્વહિત-સન્મુખતા વિશેષપણે સારી રીતે સિદ્ધ થઇ. આમ છતાં છેલ્લા દસેક વર્ષોના અનુભવનું તારણ કાટું તો એમ લાગે છે કે આજના સમયમાં જનસમૂહ અને Page #5 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુ બન્નેમાંથી કોઇ પણ વર્ગ સાચી આધ્યાત્મિકતાને પચાવવાની તત્પરતાવાળું મળતું નથી. પરિણામે માત્ર અધ્યાત્મપાથેય પીરસવા કરતાં રોજબરોજના જીવનમાં ઉપયોગી અને ઉપકારી થાય તેવા કેટલાંક વ્યવહારુ મુદ્દાઓનું આલેખન કર્યું છે. જીવનની સામાન્ય શુદ્ધિ, સદાચાર અને સદ્ગુણોના અંશો, કૌટુંબિક, સામાજિક કે સંસ્થાકીય જીવનમાં નાના-મોટા સાથે મન-વચન-શરીરનો વ્યવહાર રૂડી રીતે કરવાની કળા, ધંધોખેતી-વ્યવસાય-નોકરી વગેરે કરતાં કરતાં પણ કેવી જાગૃતિ રાખવી તેની સાચી સમજણ; બાળકો અને નવી પેઢી સાથે કેવો અને કેટલો વ્યવહાર રાખવો અને જીવનવિકાસ માટેનો પાયારૂપ અભિગમ તેમજ વર્તન કેવા રાખવા કે જેથી સત્પાત્રતા આવે. આમ કરવાથી મનુષ્ય સારો માનવ, સજ્જન કે પ્રાથમિક ભૂમિકાનો જિજ્ઞાસુ બને એ હેતુથી, અનુભવાયેલા તથ્યોને સાદી ભાષામાં લખ્યાં છે. ભવાંતરોના આર્ય-સંસ્કારોના પ્રભાવને કારણે તેમજ બાળપણથી ભારતીય પદ્ધતિના ઉછેર અને વાતાવરણની સ્વીકૃતિને લીધે, આ કૃતિમાં ભારતીયતાની છાપ વિશેષ જોવા મળે છે, પરંતુ આ કૃતિના સૂક્ષ્મ અભ્યાસીને તરત સમજાઇ જશે કે તેમાં મૂળભૂત માનવીય અને અધ્યાત્મપ્રેરક અભિપ્રાયો તેમજ આચાર-વિચારોની એવી રજૂઆત થઇ છે કે જે માનવમાત્રને જીવનના ઉન્નત મૂલ્યો તરફ લઇ જવાની દ્રષ્ટિ પ્રદાન કરી તેના અંતિમ ધ્યેયરૂપ પરમાત્મદર્શન માટેની ભૂમિકા તૈયાર કરવામાં સહજપણે ઉપકારક બની શકે છે. તેમાં દેશ, Page #6 -------------------------------------------------------------------------- ________________ વેશ, ભાષા, ધર્મ, કાળ, નાત-જાત કે ઊંચનીચના ભેદ નથી. તે લૉસ-એન્જલિસથી ટોકિયો સુધીની વર્તમાન દુનિયાના પ્રત્યેક પ્રગતિશીલ માનવને સાત્વિક પ્રેરણાના પિયુષ-પાન કરાવશે એવી ભાવના છે. અત્રે પ્રસ્તુત પાથેય તદ્ગ સરળ અને રોજબરોજના બનાવો અને સંજોગોને ખ્યાલમાં રાખીને જ રજૂ થયું છે. તેમાં તત્વજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન લેવામાં આવ્યું નથી. આમ છતાં દરેક કક્ષાના મનુષ્યોને તેમાંથી કશુંક સારું ગ્રહણ કરવાની પ્રેરણા મળે અને જીવનમાં શાંતિ, સમાધાન, વાત્સલ્ય, હૃદયની વિશાળતા, આચાર-વિચારનો પરસ્પર પ્રભાવ, માનવમાત્રની મૈત્રી, પ્રભુભક્તિની ઉપયોગિતા અને ભાવોની નિર્મળતા પ્રત્યે સભાનતા આવે તો ભવિષ્યમાં સાચી આધ્યાત્મિકતા માટે પ્રીતિ જાગે, આમ વિચારીને સુસંસ્કારોને જીવનમાં વણી લેવાની પ્રેરણા કરી છે; તે આબાલ-વૃદ્ધ, યુવાવર્ગ, મહિલાવર્ગ અને ધાંધલધમાલની આંધળી ઘેટમાં (Rat-Race) અટવાયેલા સૌને જરા થોભીને સ્વસ્થ થવામાં ઉપયોગી થાઓ તેવી અંતરની ભાવના વ્યક્ત કરું છું. આ પુસ્તિકાના હાર્દની પ્રાસ્તાવિક રજૂઆત આમારા આત્મીયજન ડૉ. કુમારપાળ દેસાઇએ કરેલ છે, જે બદલ તેઓને હૃદયપૂર્વકના ધન્યવાદ ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ કોબા ( E તા. ૯-૪-૯૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સત્ત્વશીલ અને જીવનોપયોગી સાહિત્ય સમાજને ચરણે ધરવાની પરંપરામાં આ મણકો ઉમેરતા સમાજમાં તેનો રણકો ગૂંજી ઉઠશે એવી ભાવના સાથે અમે પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. નામ પ્રમાણે ગુણ ધરાવતું આ પુસ્તક વાંચકને માટે MILESTONE ની ગરજ સારે તેવું છે. દરેક પ્રકરણની અંદર વાચકને પોતાની જ વાત હોય એમ અનુભવમાં આવે છે. આપણા રોજબરોજના જીવન માટેનું માર્ગદર્શન તેમાં મૂર્તિમંત થતું જોઇ શકાય છે, અને આ જ વાત અમારે મન પ્રસ્તુત પુસ્તકની વિશેષતા છે. વાચકને માત્ર કોરી વાતોમાં જ રસ ન હોઈ શકે, તેના વાંચનનો સબંધ વર્તમાન જીવનમાં પરિવર્તન સાથે હોવો પણ જરૂરી છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં કોઈ શબ્દોની ઝાકઝમાળ નથી, કે માત્ર શાસ્ત્રીય તથ્યોની વાત નથી; છતાં આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં પરિવર્તન લાવવા માટે તે FRIEND.PHILOSOPHER AND GUIDE ની ગરજ સારે છે તેથી ખરા અર્થમાં તે “આપણો સંસ્કાર વારસો” બની રહે છે. આ પુસ્તકના લેખક પૂજ્ય આત્માનંદજી સાચા અર્થમાં જીવનની સમગ્રતાના સાધક હોવાથી અને લેખન-વિચારણા અને વર્તન તેમના જીવનમાં એકરૂપતા પામેલ હોવાથી, તેમણે રજૂ કરેલ વાતો આપણા અંતરને સ્પર્શી જાય છે. જો આપણે તેમની વાતોને પચાવીશું તો આપણું જીવન પણ અવશ્ય પલટાશે અને આપણા સૌના જીવનમાં એક સર્વતોમુખી પ્રકાશનો આપણને અનુભવ થશે. આ પુસ્તકમાં ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ પ્રસ્તાવના ઘણી બધી બાબતો આપણને કહી જાય છે, તે ખાસ વાંચી જવા અમારી નમ વિનંતી છે લી. કોબા. જયંતભાઈ એમ. શાહ - પ્રમુખ ૯-૪-૯૮ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર - કોબા. Page #8 -------------------------------------------------------------------------- ________________ ચોથી આવૃતિ વેળાએ આપણો સંસ્કાર વારસો એ નામનું નાનું પુસ્તક, માર્ચ ૧૯૯૮માં, અમે પાંચેક દિવસમાં લખેલું. સમગ્ર જીવનની બહુમુખી અનુભૂતિઓના ફળરૂપે ઊપજેલા જીવન-ઉન્નતિના પ્રતિભાવને તેમાં પ્રયોગની મુખ્યતાથી (Practical-View point)થી વાચા આપવાનો પ્રયત્ન કરેલ છે. પ્રથમ આવૃત્તિની પાંચ હજાર નકલો પાંચ મહિનામાં જ પૂરી થઇ ગઇ હતી. તેની સતત માગ છેલ્લા બે મહિનાથી થતી રહેતી હતી, જેથી આ દ્વિતીય સંસ્કરણ બહાર પાડેલ છે. ભવિષ્યમાં તેમાં કંઇક ઉમેરો કરવાની ભાવના છે, પરંતુ હાલ કાર્યની અધિકતાથી તેમ બની શકયું નથી. ભારત અને વિદેશમાં વસતો દરેક ગુજરાતી તે વાંચે અને તે વિષે વિચાર કરે તેવી અપેક્ષા છે. ઉંમર, નાત, જાત, વ્યવસાય કે બીજી કોઇ પ્રકારની પૂર્વશરત તેના વાચન માટે આવશ્યક નથી. જરૂરત છે માત્ર સંસ્કારી, ઉન્નત અને ઉમદા જીવન બનાવવાની ભાવનાની. હિન્દી અને અંગ્રેજી સંસ્કરણો પણ નજીકના ભવિષ્યમાં બહાર પાડવાની યોજના છે. જેથી તે વિશાળ વાચકવર્ગ સુધી પહોંચી શકે. કોબા સર્વ જીવોનો હિતેચ્છુ ભા Page #9 -------------------------------------------------------------------------- ________________ પાંચમી આવૃત્તિ વેળાએ આ આપણી ભારતીય સંસ્કૃતિ અન્ય દેશોની સંસ્કૃતિ કરતાં અલગ તરી આવે છે. નિર્બસનતા, કુટુંબપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, સૌના સુખમાં મારું સુખ, પર્યાવરણ સુરક્ષા, નિયમિતતા, વચનપાલન, કર્તવ્યપાલન, ત્યાગ, વૈરાગ્ય વગેરે ભારતીય સંસ્કૃતિના અવિચ્છિન્ન અંગો છે. આ નાનકડા પુસ્કતમાં, ઉપરોકત ભારતીય સંસ્કૃતિના થોડા અગત્યના અંગો પર સંક્ષિપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચોથી આવૃત્તિની ૨૦૦૦ નકલ પૂરી થઈ જતાં સમાજના સંસ્કારી તેમજ સંસ્કૃતિપ્રેમી વર્ગ તરફથી આ પુસ્તકની માગ ચાલુ રહેવાથી પાંચમી આવૃત્તિ બહાર પાડેલ છે. આશા છે કે સમાજનો વિશાળ વર્ગ આ પુસ્તકમાં કહેલી વાતોને આત્મસાત્ કરી, જીવનને ઉન્નત પંથે લઈ જવાનો પુરુષાર્થ કરશે. સમાજની સેવામાં આ પુસ્તકની પાંચમી આવૃત્તિ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ૐ શાંતિઃ સર્વ જીવોનો હિતેચ્છ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાના સંત બતાવે પંથ રશિયાનાં ગામડાંઓમાં ઠેરઠેર ઘૂમીને રશિયન સાહિત્યકાર મેકિસમ ગોક વિજ્ઞાનનાં શોધ-સંશોધનની જોશભેર વાતો કરતો હતો. એ કહેતો હતો કે વિજ્ઞાનને કારણે માનવી હવે આકાશમાં ઊંચે ઊંચે ઊડી શકશે, અવકાશમાં જઇ શકશે, ચંદ્રની ધરતીને જાણી શકશે અને છેક દરિયાના પેટાળમાં પણ પહોંચી શકશે. પ્રસિધ્ધ કથાલેખક મેકિસમ ગોર્કી એકવાર એક ગામડામાં પ્રવચન આપતો હતો. એનું પ્રવચન પૂર્ણ થતાં એક વયોવૃધ્ધ મેક્સિમ ગોકને સવાલ પૂછ્યો કે ભાઇ! માનવી આકાશમાં ઊડી શકશે અને પાતાળમાં પહોંચી શકશે તે વાત ખરી, પરંતુ આ ધરતી પર માનવીએ કેમ જીવવું એનું સંશોધન થઇ રહ્યું છે ખરું ? વૃધ્ધનો આ સવાલ સાંભળીને મેક્સિમ ગોકી ઊંડા વિચારમાં પડ્યો અને આસપાસના માનવજીવનની શૈલી વિશે અવગાહન કરવા લાગ્યો. આ પુસ્તકની વિશેષતા એ છે કે આમાં માનવીને સાચો માનવ બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. વ્યક્તિના ઉમદા ચારિત્ર્યની ધરતી પર જ સાચી ધાર્મિકતા અને ઉચ્ચ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિકતાનું વૃક્ષ મહોરી શકે. આધ્યાત્મિકતાનું પ્રથમ સોપાન એ જીવનની નિર્મળતા, વિચારોની ઉચ્ચતા, કર્તવ્યપાલનની જાગૃતિ અને ગુણોની આરાધના છે, આથી આ પુસ્તકમાં સર્વજનહિતકારી ભારતીય સંસ્કૃતિની ભાવના પ્રગટ કરી છે. જીવનમાં સમન્વયાત્મક દૃષ્ટિકોણની આવશ્યકતાની જિકર કરી છે. સમયનો ઉપયોગ, નિવૃત્તિનું આયોજન, પુરુષાર્થનો પ્રભાવ, આરોગ્યનું જતન, ચારિત્ર્યની ઉચ્ચતા, વાણીનો વિનય જેવી જીવનની મૂળભૂત પરંતુ મહત્ત્વની બાબતો વિશે આમાં વિચારો મળે છે. પૂ. આત્માનંદજીએ સામાન્ય નિર્ણયો તારવવાને બદલે આમાં જીવનસમગ્રના અનુભવનું નવનીત આપ્યું છે. બનાવટી સમાધાનનો રસ્તો બતાવવવાને બદલે શાશ્વત ભાવનાઓ પર ભાર મૂક્યો છે. એક સંતપુરુષ પોતાની આસપાસના સમાજના સર્વતોમુખી ઉત્થાન માટે અહીં પોતાની વિચારધારા રજૂ કરે છે. સમાજની વાસ્તવિકતા સામે આંખમિચામણાં કરનાર સંતને, સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો તેવો સંત “આધ્યાત્મિક આળસુવેડા” નો ઉપાસક છે. આત્માની ઓળખ આપનારને આસપાસની સૃષ્ટિનો પરિચય હોવો જરૂરી છે. ધર્મભાવનાની વાત કરનારને જીવનના સંઘર્ષોનો ખ્યાલ હોવો જોઇએ. સમાજને બેઠો કરે તે સંત. સાચા સંતનું આત્મકલ્યાણ માત્ર સ્વના સંકુચિત કુંડાળામાં સીમિત નથી. સંત તો સમાજને સુવાસ આપે, ચોપાસ સુવાસ ફેલાવે અને જરૂર પડ્યે નવી સુવાસ જન્માવે પણ ખરો. એક સંતની સમાજ અને સંસ્કૃતિની Page #12 -------------------------------------------------------------------------- ________________ ખેવનામાંથી આ પુસ્તકનું સર્જન થયું છે. ઉપદેશના ડુંગર કરતાં આચરણનું એક તરણું ઘણું મહત્વનું છે. :ગિયાર વર્ષની ઉંમરે રાષ્ટ્રભાવના અને સોળ વર્ષની વયે અધ્યાત્મભાવના તરફ પ્રયાણ કરનાર પૂ. આત્માનંદજીના જીવનમાંથી જ જીવનવિકાસનું પાથેય મળી રહે તેમ છે. હજારો વર્ષોથી આ દેશને ટકાવનારી સંસ્કૃતિના મૂળમાં સમયે સમયે સંતોએ કરેલી મૂલ્યોની હિફાજત છે. નરસિંહ મહેતા હોય કે તુકારામ, સ્વામી વિવેકાનંદ હોય કે સંત વિનોબાજી હોય – એ બધાએ પોતાની આસપાસના સમાજને જોયો, જાણ્યો અને સમાજને સાચા જીવનનો રાહ બતાવ્યો. - આ પુસ્તક પણ એક સંતના ચાર દાયકાના અનુભવોનો ગુલદસ્તો છે. એમાં પરિસ્થિતિની વાસ્તવિક્તાની સાથે વિધેયાત્મક દૃષ્ટિકોણ અપનાવીને સમાજના સ્તરને ઊંચું લાવવાનો પ્રયાસ છે. શિક્ષણશાસ્ત્રી પાસે શિક્ષણનું જગત હોય છે, અર્થશાસ્ત્રી પાસે અર્થકારણનું વિશ્વ હોય છે, રાજકીય વિચારક પાસે રાજકારણનું ચિંતન હોય છે; પરંતુ સંત પાસે તો સર્વગ્રાહી દૃષ્ટિકોણ હોય છે. પરિણામે આ નાનકડું પણ મૂલ્યવાન પુસ્તક સમાજને પથપ્રદર્શક બની રહેશે. તા. ૫ એપ્રિલ ૯૮ અમદાવાદ. - કુમારપાળ દેસાઇ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમ વિષય પાના નંબર ૨૧ x j wio ૨૩ ૨૫ ૨૭ ૩૧ ૨૪ ૩૮ ૪૦ ૧૩. સત્યમ્ શિવમ્ સુંદરમ્ સંતતિ, સંપત્તિ અને સંસ્કૃતિ નવી પેઢીની સમસ્યાઓ જની અગત્યતા વિચારો અને આગળ વધો : હૃદયની વિશાળતા મહત્તા શેની ? આંતરપ્રાંતીય પ્રવાસો દ્વારા રાષ્ટ્રીયતા જ અને હક્ક ભારતીય નારી, સમાજ અને સંસ્કૃતિ શિક્ષણ કેવળ અર્થલક્ષી ન હોય વાણીનો જાદુ ! શૈક્ષણિક સમસ્યાઓ ! સાચું ચારિત્ર ભારતીય ખેતી સાચી અસ્મિતા સમયનો સદુપયોગ રીટાયરમેન્ટ પોતાના આરોગ્યનું જતન કરો આપણો પોષાક કેવો હોય ? સાદુ જીવન અને ઉચ્ચ વિચાર જીવનની સાર્થકતા માટેની દસ કુંચીઓ અહો ગુજરાતીઓ ! ગુરુકુળ અને તેની ઉપયોગીતા જીવનની ઉન્નતિના બાર મહામંત્રો ૪૧ ૪૯ પ૨ પ3 પ૪ ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. 63 M ૨૪. 53 ૭૩ ૨૫. ૭૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનાં પ્રકાશનોની સૂચિ ગુજરાતી પ્રકાશનો તાવના.. ............. ૧. ચારિત્ર સુવાસ.......... ૧૫.૦૦ ૨. આપણો સંસ્કાર વારસો. .............. ••••••••••• ૧૨.૦૦ ૩. યોગ, સ્વાચ્ય અને માનવ મૂલ્યો.. ............... ૧૫.૦૦ ૪. તીર્થસૌરભ...................... ......................................... ૨૦.૦૦ ૫. શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના. ૧૦.૦૦ ૬. પુષ્પમાળા......... ••••••... 05.00 ૭. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-હસ્તલિખિત .............. ૧૦.૦૦ ૮. સાધક-સાથી. ..............૫૦.00 ૯. સાધના સોપાન....... ૧૦.00 ૧૦. સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ................. .......... 80.00 ૧૧. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા... ................ ૧૦.૦૦ ૧૨. બોધસાર. ............. .૦૫.૦૦ ૧૩. સાધક ભાવના........................ •••••••••••••••••••••••••••••1600 ૧૪. અધ્યાત્મ પાથેય.................... ............. ૧૦.00 ૧૫. અધ્યાત્મપંથની યાત્રા........ ....... ૨0.00 ૧૬. દૈનિક ભક્તિકમ. ૪૦.00 ૧૭. ભક્તિમાર્ગની આરાધના.................... .............. ૨૨.00 ૧૮. રાજવંદના.......... ................ ૦૫.00 ૧૯. બૃહદ્ આલોચનાદિ સંગ્રહ. .............૧૦.00 ૨૦. દિવાળી-પુસ્તિકાઓ સેટ... ....... ૧0.00 ૨૧. સંસ્કાર.......... ................૨0.00 ૨૨. જીવન વિજ્ઞાન....................................... ...................૩૦.૦૦ ૨૩. અધ્યાત્મ........ . ૨૦.00 વિશેષાંકો ૧. આત્મસ્મૃતિ ગ્રંથ (સંસ્થા દશાબ્દી ગ્રંથ)...................... ............. ૪૦.00 દિવ્યધ્વનિ' (દશાબ્દી ગ્રંથ).................. ..........૦૭.૦૦ ૩. “દિવ્યધ્વનિ' આચાર્ય વિદ્યાસાગર-વિશેષાંક ............... ૧૦.00 ૪. “દિવ્યધ્વનિ' શ્રીમદ્ રાજચંદ્ર-વિશેષાંક................. ................ ૨0.00 ૫. “વિદ્યા-ભક્તિ-આનંદધામ’ પ્રતિષ્ઠા-સ્મરણિકા................... ... ૨૦.00 ૬. “દિવ્યધ્વનિ' આચાર્ય સમન્વભદ્ર-વિશેષાંક............ ૧૦.૦૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી પ્રકાશતો 1. Aspirant's Guide......... 2. Adhyatma-Gnan-praveshika... 3. Prayer and its Power........ 4. Jain Approach to self-Realization.. 5. Our Cultural Heritage.. Diwali-Booklets....... Atmasiddhi...... 6. 7. ૧. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા..... ૨. ચારિત્ર સુવાસ........... હિન્દી પ્રકાશનો 25.00 ..05.00 .30.00 .30.00 .30.00 ..05.00 .60.00 .....04.00 ૧૮,૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ સંતોની અનુભવ વાણીનાં સરળ પદો ૧. જેના ઘરમાં ભક્તિગાન (૯૦) ૨. ભક્તિમાર્ગની આરાધના (૬૦) ૩. કર્તવ્યનિષ્ઠા (૬૦) ૪. પ્રાર્થના હે નાથ ગ્રહી અમ હાથ. (૬૦) - ૫. નૂતન વર્ષનો સંદેશ (૬૦) ૬. જાગ્રત જીવનની કેડીએ (૬૦) ૭. ચિતા અને ભય કેમ ટળે ? (૬૦) ૮. જીવનનો સર્વાંગી વિકાસ (૬૦) ૯. સમાજની અગત્ય (૬૦/૨) ૧૦. ધર્મ અને શાંતિ (૬૦) ૧૧. મૈત્રી આદિ ચાર ભાવના (૯૦/૨) ૧૨. ગુરુ મહારાજને વિનંતી (૬૦/૯૦) ૧૩. જગતમાં વિરલ કોણ (૯૦) ૧૪. ઐસી કરી ગુરુદેવ દયા (સ્તવન) (૬૦) ૧૫. અબ સૌંપ દીયા ઇસ જીવન કો (સ્તવન) (૬૦/૨) ૧૬. સંત પરમ હિતકારી (સ્તવન) (૬૦) ૧૭. આજ સખી સદ્ગુરુ ઘર આયે (સ્તવન) (૯૦) ૧૮.પ્રભુને રહેવાનું મન થાય (સ્તવન) (૬૦) ૧૯. રઘુવીર તુમકો મેરી લાજ (સ્તવન, દાસ્યભક્તિ) (૬૦) ૨૦, તારા દર્શન માત્રથી દેવ (સ્તવન) (૬૦) Page #17 -------------------------------------------------------------------------- ________________ જો માષિાના ૩. ૪. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા - ૩૮૨ ૦૦૭ જિ. ગાંધીનગર ફોન નં. (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯-૪૮૩-૪૮૪ સવોંદય સાહિત્ય મંદિર પ્લેટફોર્મ નં. ૧, કાલુપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ - ૩૮૦ ૦૦૨ ફોન નં. (૦૭૯) ૨૨૧૭૧૫૨૬ નવભારત સાહિત્ય મંદિર મહાવીરસ્વામી જૈન દેરાસરની બાજુમાં, પતાસા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ. ફોન નં. (૦૭૯) ૨૨૧૩૨૯૨૧ મહેતા બ્રધર્સ શ્રી પુનિતભાઈ એસ. મહેતા, ૪થા માળે, યુનિયન બેંક બિલ્ડીંગ, દલાલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ ફોન નં. (૦૨૨) ૨૬૭૪૯૪૦-૬૮૩૨ રૂપમ ડ્રાયફૂટ્સ શ્રી કારાણી બ્રધર્સ, અશોક સમ્રાટ, દસ્તરી રોડ, મલાડ (ઈસ્ટ) મુંબઈ - ૪૦૦ ૦૯૭, ફોન નં. (૦૨૨) ૨૮૮૨૯૨૪૯ નવનીતભાઈ પી. શાહ ધી આર્કેડ, ફ્લેટ નં. ૬, ૨૧ (ઓલ્ડ નં. ૨૬) તિલક સ્ટ્રીટ, ટી-નગર, ચેન્નાઈ – ૬૦૦ ૦૧૭ ફોન નં. ૨૮૩૪ ૦૦૩૦ સુવણબેન જયેશભાઈ જૈન ૬૯, કનીંગ હામ, બેંગ્લોર – પ૬૦ ૦૫ ફોન નં. ૨૨૨૫૫૮૯૭-૨૩૮) ૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૧૧ - ૪ – ૧ * સત્યમ્ શિવમ્ સુંદરમ્ આપણા દેશની સંસ્કૃતિનો મૂળ પાયો શાશ્વત સત્યને આગળ રાખીને ચાલવાનો રહ્યો છે. આ કારણથી જ સત્યમશિવમ–સુંદરમ એ સૂત્રમાં પણ પ્રથમ સત્યને અને પછી શિવને રાખીને જ સુંદરમનો સ્વીકાર કરેલ છે. જીવનના ચાર પુરુષાર્થ મહાપુરુષોએ કહ્યાં તેમાં પણ ધર્મને જ પ્રથમ કહ્યો છે અને તેની સ્વીકૃતિપૂર્વક જ પછીના ત્રણ પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ કહી છે. આપણા આવા ઉત્તમ જીવન-અભિગમને જ્યારથી આપણે ભૂલતા થયા ત્યારથી આપણી અવનતિ થતી ગઇ છે અને પોતાના તુચ્છ સંકુચિત સ્વાર્થ ખાતર સમાજ અને રાષ્ટ્રનું હિત વિસારીને દુઃખી થયા છીએ. પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું અંધ અનુકરણ છેલ્લા લગભગ ૫૦ વર્ષમાં આપણે કર્યું તેથી, આપણા કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ન્યાયતાંત્રિક અને આધ્યાત્મિક જીવનનો જે ત્વરિત રકાસ થયો છે તેનો આપણને કુટુંબના વિઘટનમાં, સ્ત્રીઓના વધતા જતા આપઘાતના બનાવોમાં, રોડ તેમજ રેલ્વેના વ્યાપક અકસ્માતોમાં, વિદ્યાર્થીઓની, સરકારી કર્મચારીઓની ગેરશિસ્તમાં, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આપણો સંસ્કાર વારસો આતંકવાદ અને હિંસક પ્રવૃત્તિઓના વધતા જતા વ્યાપમાં, સરકારી અમલદારો, વેપારીઓ તથા રાજકારણીઓના જીવનમાં પ્રસરેલા વ્યાપક ભ્રષ્ટાચારમાં અને વધતી જતી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ અનુભવ થતો જાય છે. વિદેશની સંસ્કૃતિના નિયમિતતા, નીતિમત્તા, ઉદ્યમશીલતા, સામાજિક-સંપ, સામૂહિક-શિસ્ત આદિ અપનાવવાને બદલે આપણે, ત્યાંના બિનજરૂરી મોજશોખ અને આપણી સંસ્કૃતિ અને આબોહવા સાથે તાલમેલ ન બેસે એવા મદિરાપાન, માંસાહાર, હિંસાખોર-વૃત્તિ અને સ્વેચ્છાચારાદિને અપનાવીને મહદ્ અંશે સ્વાર્થી, ભૌતિકવાદી, નાસ્તિક અને એકલપેટા બની ગયા છીએ. હજુ પણ બહુ મોડું થાય તે પહેલા આવી વિકૃતિઓથી પાછા ફરીને, પ્રાકૃતિક જીવન પ્રત્યેનો અભિગમ વધારીને ઉપરોક્ત સૂત્રને અનુરૂપ, સર્વજનહિતકારી સંસ્કૃતિને અપનાવીએ અને આપણાં દ્રષ્ટિસંપન્ન, પ્રબુધ્ધ અને સમર્પિત મહાનુભાવોના ઉન્નત અને દિવ્ય વ્યક્તિત્વ તથા ઉપદેશને અનુસરીએ એમાં જ આપણું શ્રેય છે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. Page #20 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો સંતતિ, સંપત્તિ અને સંસ્કૃતિ વર્તમાનયુગને લોકો ભલે વિજ્ઞાનયુગ કહેતા હોય પણ તે જ્ઞાન-વિજ્ઞાન પોથીગત, ઇન્દ્રિયગત કે બુધ્ધિગત હોવાથી તેની અમુક મર્યાદા છે. ભારતીય મનીષિઓ જેને દિવ્ય જ્ઞાન કે આત્મજ્ઞાન કહે છે તેની પ્રાપ્તિમાં તે જ્ઞાન સીધું સહાયક થઇ શકતું નથી. આ યુગની બીજી લાક્ષણિકતા એ છે કે તેવા આધુનિકતાવાદીઓ, સુધારાવાદીઓ કે ભૌતિકવાદીઓ માટે જીવનમાં બે જ પુરુષાર્થ શક્ય બને છે. ગમે તે ઉપાયો અને રીતરસમોથી ખૂબ પૈસો ભેગો કરવો અને તેનો પોતાના અંગત, સ્વાર્થમય, બિનજરૂરી મોજશોખવાળી અને રંગરાગમય ભોગપ્રવૃત્તિમાં વાપરવો. જે સમાજમાં જીવનનો આવો અભિગમ મુખ્ય બની જાય તે સમાજ વિલાસી, નિસ્તેજ, નિર્માલ્ય, સ્વાર્થમય-પ્રવૃત્તિવાળો, લાંચરૂશવતખોર અને બીજા અનેક દુર્ગુણોથી દૂષિત બની થોડા કાળમાં વિનાશના પંથે પ્રયાણ કરનારો બની જાય છે. તેવા સમાજમાં જીવનના ઉચ્ચ માનવીય મૂલ્યો, વિશિષ્ટ સદ્ગુણો કે આધ્યાત્મિક વિકાસ પ્રત્યેની કોઇ ખેવના કે તમન્ના રહેતી નથી. સામાન્ય મનુષ્યે પોતાના અને પોતાના આશ્રિતોની ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આપણો સંસ્કાર વારસો આજીવિકા સારી રીતે ચાલે અને લગ્નાદિ સામાજિક પ્રસંગો, આકસ્મિક ખર્ચાઓ તથા ઘડપણ માટે યોગ્ય બચત થાય તેને ખ્યાલમાં રાખીને ધન કમાવાનો પુરુષાર્થ કરવાનો જ છે. નોકરી, વ્યાપાર, ઉદ્યોગ, ખેતી કે અન્ય વ્યવસાય દ્વારા aloa zla (By Fair Means and Fair Dealings) ધન કમાવું તે વ્યાજબી છે, આવશ્યક છે. પરંતુ આમ કરવામાં અન્યાય, વિશ્વાસઘાત, ભેળસેળ, ઘોર હિંસક કૃત્યો કે એવાં મોટા પાપોથી બચીને, ન્યાયપૂર્વકના ઉદ્યમથી કમાવાનું છે. આવો પુરુષાર્થ કૌટુંબિક કે સામાજિક સંબંધોની ઉપેક્ષા ન કરી નાખે તે પણ જોવું જરૂરી છે. યોગ્ય સંતતિ તથા સ્વજનમિત્રવર્ગ માટે જરૂરી સમય ફાળવવા તરફ, પોતાની સામાજિક ફરજ બજાવવા તરફ તથા વિશેષ કરીને બાળકોમાં સારા સંસ્કારો પડે, તેમની સાથે થોડો સમય નિરાંતે ગાળી શકાય અને આમ સ્નેહ, સંસ્કારીકરણ અને સૌહાર્દુની સરિતા સૂકાઇ ન જાય તેનો ખ્યાલ પણ વિચારવાન મનુષ્ય રાખવો જ રહ્યો. જેઓ સંપત્તિ, સંતતિ અને સામૂહિક જીવન સાથેના સંબંધોનો સંતુલિત વિકાસ કરતા નથી અને માત્ર પૈસા પાછળ જ આંધળી દોટ મૂકે છે, તેઓને મોટા ભાગે પસ્તાવું પડે છે અને નીચેની એક કે વધુ વિપત્તિઓનો ભોગ બનવું પડે છે. ૧. દામ્પત્યજીવનમાં તનાવ, મૂંઝવણ અને પરસ્પર અવિશ્વાસની ભાવના. | ૨. પોતાના શરીર ઉપર બ્લડ-પ્રેશર, હૃદયરોગ, હોજરીની Page #22 -------------------------------------------------------------------------- ________________ • આપણો સંસ્કાર વારસો ૧૫ ચાંદી, અપચો, અનિદ્રા, કે માદક-દ્રવ્યોના સેવનની અસરથી થતી આરોગ્યની હાનિ. ૩. ચીડિયા સ્વભાવથી બાળકો અને સ્વજન-મિત્રોમાં અપ્રિય થઇ પડવું. ૪. ઘણુંખરૂં લોભિયા અને શંકાશીલ સ્વભાવવાળા બની જવું. આવા મનુષ્યને જીવનમાં સુખ, શાંતિ, સ્નેહ, સંપ, સંતોષ, સમાધાન કે સુયશની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે અને આલોકપરલોક બન્નેની બાજી તે હારી જાય છે. સંસ્કારવાળી સંતતિ વગરની સંપત્તિના મોટા મોટા ઢગલાઓને પણ માટી અને ઉકરડો જ જાણો. તેનાથી સુખ નહીં જ મળે તે પરમસત્યનો ત્વરાથી સ્વીકાર કરો અને ધર્મની સ્વીકૃતિપૂર્વક જ અર્થોપાર્જનનો, કૌટુંબિક સંબંધોનો, ઘમ્પત્ય સહવાસનો, સુયશની પ્રાપ્તિનો, આરોગ્યના નિયમોનો, પોતાની ફરજોનો, સામાજિક મોભાનો અને મન-વચનકર્મની પવિત્રતાનો સ્વીકાર થાય તેવા ઢાંચામાં પોતાના જીવનને ટાળવાનો પુરુષાર્થ કરો. સદ્ધાંચન, સદ્વિચાર અને સદાચારની ભૂમિકા ઉપર જ સાચા સુખી જીવનનો મહેલ ટકી શકે; આ પાયાઓ જેના જેટલા મજબૂત તેના જીવનની બુનિયાદ તેટલા પ્રમાણમાં સદૈવ સાબૂત. For Private & Personal use only www.jainelli Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬. આપણો સંસ્કાર વારસો WBBT]BIES નવી પેઢીની સમસ્યાઓ દરરોજ છાપામાં એવી જાહેરખબરો આવે છે કે છોકરો લાપત્તા છે, ખોવાઇ ગયો છે કે રીસાઇને ઘરેથી જતો રહ્યો છે. નીચે મા-બાપોની સહી હોય છે કે જ્યાં ગયો હોય ત્યાંથી | જલ્દી ઘેર આવી જા તને કોઇ કાંઇ નહીં કહે. * વળી, કૉલેજ કે સ્કૂલના વિદ્યાર્થીઓ મા-બાપની સામે બોલે છે, પગે લાગતા નથી, કહ્યામાં રહેતા નથી, ઘેર પાછા આવવામાં અનિયમિત કે મોડા પડતા હોય છે, વધારે ખર્ચ કરે છે અને પાન-મસાલા-ગુટકા તથા તમાકુ કે એવા માદકપદાર્થોને પણ સેવે છે. કન્યાઓ ફેશનના રવાડે ચડીને ઉભટ વેશ તથા શૃંગારના સાધનોના અતિરેકમાં રારો છે અને ઘરના કામોમાં કે પોતાના અભ્યાસમાં બરાબર ધ્યાન આપતી નથી. આ અને આવી અનેક સમસ્યાઓ આજે સમાજમાં ઠેર ઠેર દેખાય છે. ઘણીવાર બાળકોની અને કુટુંબની આવી સમસ્યાઓ માટે લોકો અમારા સાધના કેન્દ્રોમાં કે એવી સંસ્કાર-સિંચક વિદ્યાપીઠોના સંતો કે સંચાલકો સમક્ષ પણ આવે છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી નાની-મોટી સમસ્યાઓ Jain'Education International Page #24 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો તો રહેવાની, પણ તેનો ઉકેલ તે સાચી સમજણ, સમાધાનભર્યુ વલણ, પ્રેમ-સૌહાર્દ્રતાપૂર્ણ કૌટુંબિક વાતાવરણ અને આ બધાના મૂળમાં સંસ્કાર-પોષક જીવનઘડતર છે. નવા જમાનામાં, લોકોને આધુનિકતાના નામે કે ફેશનના નામે ધર્મ, સંતો અને શાસ્ત્રો પ્રત્યે જે સૂગ છે તે ઘણી જ મોટી વિડંબનાઓનું કારણ બની છે. આપણી સાંસ્કૃતિકપરંપરાઓ, ધર્મ અને શાસ્ત્રો તો સાચા જ છે પરંતુ તેને સમજવામાં અને તેની રજૂઆત કરવામાં આપણે કાચા પડ્યા છીએ. માટે આજે સાંપ્રદાયિક, હઠાગ્રહી અને ગતાનુગતિક સંતો કરતા મૂળ તત્ત્વોને સાચવીને વર્તમાન સંદર્ભમાં રજુ કરનારા શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી વિવેકાનંદ, સંત વિનોબાજી, સ્વામી શિવાનંદ કે રંગ અવધૂત જેવા પ્રબુદ્ધ અને નિઃસ્પૃહ મહાપુરુષોની આવશ્યકતા છે, કે જેઓએ સમષ્ટિના હિત માટે નિષ્પક્ષપણે પોતપોતાની રીતે, વિશિષ્ટ યોગદાન આપ્યું છે. ૧૭ આ સાથે નવી પેઢીને અને તથાકથિત આધુનિકવાદીઓને પણ સ્પષ્ટ જણાવવું આવશ્યક સમજું છું કે મૂળ ભારતીય પરંપરાઓના રહસ્યો અને સંતોની અનુભવવાણીનો મર્મ ત્રિકાળ સત્ છે અને તેને સાચા ગુરુના માધ્યમથી સમજીને જીવનમાં ઉતારવાથી આ જિંદગી પણ સુખરૂપ બનશે અને આગળની યાત્રા પણ આનંદદાયક થઇ જશે. વ્યક્તિ, કુટુંબ, ગામ, નગર, પ્રાંત, દેશ અને વિશ્વને તે બોધ પરમ ઉપકારી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તેમજ સર્વતોમુખી કલ્યાણ કરનારો છે. આ અમારા જીવનનો પ્રત્યક્ષ અનુભવ છે. આ વાત તમોને ચેલેન્જ તેમજ ચેતવણીના સ્વરૂપમાં, છતાં વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનના અનુભવના નિચોડરૂપે કહું છું કે કાં તો આંધળુ અને દેખાદેખી વાળું અનુકરણ બંધ કરો, નહીં તો અસ્મિતાના સર્વનાશવાળી હીન-ગુલામી-નિર્માલ્ય દશાને પામવા તૈયાર રહો. આપણો સંસ્કાર વારસો ભૌતિકવાદના ઘોડાપુરમાં તણાઇ જતી | યુવાન પેઢીએ આપણા સંસ્કાર-વારસાને વિસારવાનો નથી. અર્થોપાર્જન માટેની આંધળી દોટ, માંસાહાર, ગુટકા, તમાકુ, દારૂ, ચરસના । વ્યસનો અને બહેનોમાં દેહ પ્રદર્શનની ઘેલછા | ! અને મોડેલીંગ આદિ પ્રવૃત્તિઓને ઉત્તેજન | આપવાનું નથી. XX XX ગાંધીજી, વિનોબા ભાવે, લાલબહાદૂર હું શાસ્ત્રી, મોરારજી દેસાઇ અને રવિશંકરદાદાના જીવન અને સાહિત્યનો આદર કરવા યોગ્ય છે. ઇક્રો + !! Page #26 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૧૯ ફરજની અગત્ય મનુષ્ય સામાન્ય રીતે વિચારીએ તો સામાજિક પ્રાણી છે. સમાજમાં તે જન્મે છે, સમાજમાં તે ઉછરે છે, સમાજ સાથે લેતી-દેતી કરે છે અને જિંદગીના અંતે સમાજ વચ્ચેથી જ મહાયાત્રા માટેની વિદાય લે છે. સંજોગો અનુસાર તે જ્યાં હોય ત્યાં તેણે પોતાની ફરજ બજાવવાની છે. આ બાબતે પીર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારકો સૌ કોઇનો એક જ મત છે, જેમકે – પોતાનું કાર્ય કુશળતાથી કરવું તે યોગ છે. બીજી બાજુ Duty is Diety, ફરજપાલન તે પ્રભુપૂજા સમાન છે. દૈનિક જીવનની વિવિધ ક્ષેત્રની કેટલીક ફરજો વિચારી જઇએ : ૧. મા-બાપ બાળકોનાં શિક્ષણ, સંસ્કાર અને લાલન પાલનનું કાર્ય કરે, તો બાળકો માબાપને પ્રેમ, વિનય અને સેવાઓનો લાભ આપે. ૨. પતિ-પત્ની એકબીજાને સર્વ પ્રકારે અનુકૂળ બનીને દામ્પત્ય-જીવન અને ગૃહસ્થાશ્રમને ઉજાળે. 3. કર્મચારી બરાબર ફરજ બજાવીને શેઠનું બધું કામ લાલ કા : બલજી કાકા કાલકાકાદાદાદા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આપણો સંસ્કાર વારસો * અત્યંત પ્રેમ અને વફાદારીથી ઘરનું જાણીને કરે; તો શેઠ તેને યોગ્ય પગાર, બોનસ, બઢતી આપીને તેને કર્મચારી ન ગણતાં ઘરના સભ્યની જેમ જ રાખે અને તેના સુખદુ:ખના બધા પ્રસંગોએ તેની પડખે ઊભા રહે. ૪. શિષ્ય, ગુરુની તન-મન-ધન લગાવીને ભક્તિપૂર્વક સેવા કરે અને તેમની આજ્ઞાનું આરાધન કરે; તો ગુરુ તેને બધી વિદ્યાઓ ભણાવે, શાસ્ત્ર કે અન્ય જે કોઇ વિષય હોય તેમાં પારંગત બનાવે અને પરાવિદ્યાના ગૂઢ રહસ્યો સમજાવીને તથા પોતાનો કૃપાપાત્ર બનાવીને, તેને ઉચ્ચ શિખરે પહોંચાડવામાં પરમ સહાયક થાય. આ જ પ્રમાણે ડૉક્ટર-દર્દી, વકીલ-અસીલ, વેપારીઘરાક ઇત્યાદિ સર્વ સંબંધોમાં પરસ્પરનું હિત વિચારી, સામાને મદદરૂપ થવાની ભાવના અને ઉદ્યમ કરીએ, તો આપણે જેને રામરાજ્ય કહીએ છીએ તે અહીં જ અનુભવાય. માટે ભાવના ભાવીએ : સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. — — — — —– | | યો 1: કર્મસુ શત્રમ્ | અર્થાત્ પોતાના કર્તવ્યમાં નિપુણતા તેને | | યોગ કહે છે. - શ્રીમદ્ ભગવદ્ગીતા Page #28 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૫. વિચારો અને આગળ વધો જીવન એક નિરંતર વહેતી સરિતા છે, તેને બંધ બાંધીને પણ રોકી શકાશે નહીં. જીવન એક સંગ્રામ છે, જે છેડાઇ ચૂક્યો છે માટે બહાદુરીથી તેનો સામનો કરો. જીવન એક પડકાર છે, તેનો સુયોગ્ય પ્રતિભાવ આપવાનો જ છે. જીવન એક લાંબી અને કાંટાવાળી સફર છે; તેમાં પગરખા પહેરીને પણ ચાલ્યા જ કરવાનું છે અને તે મંજિલના પેલા છેડે જ વિશ્રાંતિ મળી શકે તેમ છે. આ માનવીની જિંદગી એ નિરંતર વ્યાપાર છે; માટે ટૂંકા અને લાંબા ગાળાના નફાને ખ્યાલમાં રાખીને, અંતે દેવાળુ ન નીકળે તેવી રીતે તે વ્યાપાર કુશળતાથી ચલાવવાનો છે. ૨૧ આપણે સૌએ જીવનમાં પુરુષાર્થને જ મુખ્ય કરવાનો છે. પ્રારબ્ધ છે ખરૂં, પરંતુ તે તો આપણા હાથમાં નથી. પ્રારબ્ધરૂપી ટેપ ચાલશે તો ખરી જ, પણ તેને બંધ પણ કરી શકાય, ભૂંસી (Eraze) પણ શકાય અને આવડત હોય તો તે જ ટેપ ફરીથી ટેપ પણ કરી શકાય. પરંતુ પ્રારબ્ધની ટેપને કેમ વગાડવી, કેમ બદલવી અને કેમ નવી ઉતારવી એ કળા કોઇ સાચા અનુભવી સંત પાસેથી કે herbal Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આપણો સંસ્કાર વારસો તેવા નિષ્ણાત પાસેથી શીખવું પડશે. જો વિચાર-આચારની કળાની અને પ્રારબ્ધ-પુરુષાર્થના સમન્વયની સાચી સમજણ મળી જાય, અને દ્રઢ નિશ્ચયથી તેને જીવનના રોજબરોજના પ્રસંગોમાં વણી લે તો તારા જીવનની સફળતા, સૌમ્યતા, શાંતિ, સૌહાર્દુ અને સર્વાગ સમાધાનની ગેરંટી અમે જરૂર આપીએ છીએ. હે જીવનસંગ્રામના નિશાળિયા ! નિ:શંક અને નીડર થઇ આગળ વધ. તારા વિવેકપૂર્ણ વિશ્વાસ અને સાહસને ઇશ્વરની કૃપા અને સંતોનો સહારો છે જ. બસ, આગેકૂચ કર અને વિજયી બન. – –– –– –– –– –– –– –– – આપણી વર્તમાન શિક્ષણપદ્ધતિમાં વિવિધ | તબક્કાઓ અને વિવિધ વિષયોનું અપાતું શિક્ષણ પ્રારંભમાં માત્ર ગોખણપટ્ટી અને સ્મરણશક્તિ પર જ વધારે ભાર મૂકે છે. પ્રાથમિકથી શરૂ કરીને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાઓમાં વર્ગીકૃત થયેલ શિક્ષણ અને | તેના નિર્ધારિત અભ્યાસક્રમો માત્ર ઇન્દ્રિયજન્ય ! જ્ઞાનના અનુભવો પર આધારિત બાબતોને જ ! i સ્વીકારે છે પરંતુ આ બધા વિષયો ઉપરાંત પણ “કાંઇક વધારે સઘન અને મહત્ત્વનું' શીખવવાનું | બાકી છે તેવો વિચાર કોઇ કરતું નથી ! Page #30 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૨૩ હૃદયની વિશાળતા જીવનના બહુમુખી વિકાસ માટે આ એક બહુ મહત્વનો ગુણ છે. જો કે આ ગુણનો વિકાસ ક્રમશઃ થઇ શકે છે તો પણ, જીવનને ઉચ્ચ શિખરે લઇ જવા તેની ખાસ આવશ્યકતા સાચી સમજણ, વૈચારિક ઉદારતા અને સહનશીલતા – આ ત્રણના પાયા ઉપર જ હૃદયપૂર્વકનો પૂર્ણ વિકાસ સાધી શકાય છે. સાચી સમજણથી નાની નાની બાબતોમાં ખોટું લાગતું નથી, ખેદ થતો નથી કે ઉશ્કેરાટ આવી જતો નથી. તે સમજણ એવી કે જે કાંઇ બને છે તે ઠીક જ છે એમ સ્વીકારી, જીવનરૂપી નાટક તે પુણ્યપાપનું ફળ છે એમ જાણવાથી બીજાનો વાંક કાઢવાની અને પોતાના અહંકારપૂર્ણ કર્તુત્વની બુદ્ધિ દૂર થાય છે. આમ થવાથી જીવનના વિવિધ કોયડાઓનું સમાધાન સહજ અને સરળપણ થઇ જાય છે. વૈચારિક ઉદારતા એ સામાના અસ્તિત્વનો યથાર્થ સ્વીકાર સૂચવે છે. મારું તે જ સાચું એમ નહીં પરંતુ બીજા દ્રષ્ટિકોણથી અન્યની વાત પણ સાચી છે – એમ જેટલું સારું છે તેટલું બધુંય મારે માન્ય છે, એવી સાપેક્ષદ્રષ્ટિવાળી સમજણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આપણો સંસ્કાર વારસો કેળવવાથી સર્વત્ર સ્નેહ, મૈત્રી, વાત્સલ્ય અને સૌહાર્દનો અનુભવ થાય છે અને તે વ્યક્તિ અજાતશત્રુ બની જવાથી વિસ્તૃત સુયશની ભાગી બને છે. સમસ્ત જીવનવ્યવહાર પણ આવી ઉદાર અને બહુમુખી દ્રષ્ટિ ઉપર જ સારી રીતે નભે છે; કારણ કે એકની એક જ વ્યક્તિ પુત્ર પણ છે, પિતા પણ છે, પતિ પણ છે, કાકો પણ છે અને ભત્રીજો પણ છે, ગરીબ પણ છે અને તવંગર પણ છે, ગોરો પણ છે અને કાળો પણ છે; નાનો પણ છે અને મોટો પણ છે. આમ ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ વિચારતાં તે બધું તે તે દ્રષ્ટિએ સત્ય છે. સહનશીલતા તે જ મનુષ્ય દાખવી શકે જેનામાં જતું કરવાની ટેવ હોય અને આવી શક્તિ કેળવવાથી જ તે મહાન બની શકે છે. ખાણનું સોનું અનેક ભઠ્ઠીમાંથી પસાર થાય ત્યારે સોનાની લગડી બને અને કાચા હીરા પર અનેક પહેલ પડે ત્યારે જ તેમાંથી ખરો ચળકાટ બહાર આવે. શેરડીનું ગળપણ અને ચંદનની શીતળતા ગમે તેવા સંજોગોમાં મટી શકતા નથી તેમ, સજ્જનો અનેક વિપત્તિઓને સમતાથી અને સ્વેચ્છાએ સહન કરીને શાશ્વત સત્યના દ્રઢ અવલંબનથી અંતે વિજયવંત બની જાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ર૫ ' 'મારા રાજ : * : મહત્તા શેની ? મહામૂલી આ માનવીની જિંદગી પામીને કંઇક એવું મેળવવું જોઇએ, કંઇક એવું કરવું જોઇએ કે જે અમૂલ્ય હોય, અપૂર્વ હોય, શાશ્વતનો અનુભવ કરાવનાર હોય અને સૌ કોઇને પણ પ્રસન્નતા પ્રદાન કરનારું હોય. આવા વિચારપૂર્વક જ્યારે આપણે જીવન જીવતા હોઇએ ત્યારે જ આપણે સાચા માનવ બની શકીએ છીએ. જો કેવળ તુચ્છ સ્વાર્થમાં, માત્ર પોતીકું પેટ ભરવામાં જ, કે પશુની માફક પોતાનું અને પોતાના બચ્ચાઓનું જતન કરવાના કાર્યોમાં જ જીવનની બધીય ક્ષણો વીતી જતી હોય તો તેવા જીવનમાંથી કોઇ સુંગધ પ્રસરી શકે નહીં અને અન્યને પણ આપણા માધ્યમથી આનંદની કંઇ ઝલક મળી શકે નહીં. માણસની જિંદગીને પર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારકોએ શ્રેષ્ઠ ગણી છે કારણ કે તે માત્ર મનના તરંગો અનુસાર જ નહીં, પણ સ્વતંત્ર વિચારથી સારા-નરસાનો ભેદ વિચારી સારામાં પ્રવર્તીને, નરસાથી નિવર્તી શકે છે. આ વિચારવિવેક-જ્ઞાન જ મનુષ્યને અન્ય સમસ્ત પ્રાણીસૃષ્ટિથી જાદો તારવી તેને સર્વશ્રેષ્ઠ પ્રાણી તરીકે પ્રસ્થાપિત કરે છે (The Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આપણો સંસ્કાર વારસો most highly evolutionsied among animal kingdom). વળી આપણને જે વાણી મળી છે તે પણ સર્વોચ્ચ કક્ષાની છે. તેનો સદુપયોગ જો આપણે ખરેખર કરી શકીએ તો અડધી જિંદગીનો જંગ તો માત્ર તેનાથી જ જીતી જવાય. ધીરી, મધુરી, પ્રેમપૂર્ણ અને યથાયોગ્યપણે આદર દેવાવાળી વાણી આપણા સચ્ચારિત્રની એક મુખ્ય પારાશીશી છે અને જે સચ્ચારિત્રવાન છે તે જ મહાન છે. હૃદયને એટલું વિશાળ, વિરાટ અને વિશુધ્ધ બનાવતા જઇએ કે પ્રભુ અને પ્રભુનો સમસ્ત પરિવાર સપ્રેમ તેમાં પધારે અને કાયમી મુકામ કરે. બસ આ જ શાશ્વતનો સ્વીકાર છે અને નશ્વર પ્રત્યેની ઉદાસીનતા છે. જે ક્ષણિકમાં અટકતો નથી તેની શાશ્વત પ્રત્યેની ગતિ એવી તો તેજીલી થાય છે કે તેને થોડા કાળમાં જ શાશ્વત પદની પ્રાપ્તિ થઇ જાય છે !! જાઓ સુવિચાર, પ્રેમ અને ઉદારતાનો મહિમા ! આમાં નથી કાંઇ કષ્ટ કે નથી કાંઇ વિપ્ન, બસ જરૂર છે એક સાચી નિષ્ઠાની અને તથાગત રાહબરની. ચાલો, આપણે સૌ સત્સંગના સહારે શાશ્વતની દિશામાં નક્કર પગલા માંડીએ અને નશ્વર તરફની નજરને હટાવીને આજથી જ સાચી મહત્તા માટેની વિજયકૂચની રણભેરી બજાવીએ. વિજયી હો! Page #34 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૨૭ આંતરપ્રાંતીય પ્રવાસો દ્વારા રાષ્ટ્રીયતા આપણો ભારત દેશ ઐતિહાસિક, ભૌગોલિક, ભાષાકીય, સામાજિક-રિવાજો, પહેરવેશ, ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનકો અને પર્વ-ઉત્સવો - આ બધાય દ્રષ્ટિકોણથી વિચારતા, અનેક પ્રકારની વિવિધતાઓથી ભરેલો છે. આ કારણથી તે એક દેશ કરતા એક મોટા ઉપખંડ સમાન વધારે છે. આ કારણથી uaica faalzslat da Indian - subcontinent sell છે અને વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારતાં તે સત્ય છે. - હવે જ્યારે આપણે પાકિસ્તાન, બ્રહ્મદેશ, સીલોન અને બંગલાદેશથી જુદા પડ્યા છતાં એક થઇને રહેવાનું છે ત્યારે એ જરૂરી બની જાય છે કે આપણે જુદા જુદા પ્રાંતો, પહેરવેશ અને સભ્યતાવાળા આપણા દેશવાસીઓને પૂરતા પ્રમાણમાં મળીએ, તેઓની ભાષા શીખીએ અને તેમની સાથે પૂર્ણ આત્મીયપણાનો વ્યવહાર કરીએ. પ્રથમ આપણે ભારતીય છીએ અને પછી મરાઠી, ગુજરાતી કે પંજાબી છીએ એવી મનોવૃત્તિ સ્પષ્ટ રીતે આપણા દિમાગમાં ઉપજાવીએ અને એવો જ વ્યવહાર કરીએ. પ્રવાસો, યાત્રાધામોના દર્શનો, વિદ્યાર્થીઓ અને યુવકોના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આપણો સંસ્કાર વારસો '** પર્યટન-પ્રવાસો, મોટા શહેરોમાં એક જ બહુમાળીય મકાનમાં સાથે રહેવું, એકબીજાની ખાવાપીવાની, પહેરવા-ઓઢવાની અને સંસ્કારપ્રણાલિઓની પૂરતા પ્રમાણમાં આપ-લે કરીએ અને અમુક વિશેષતા જાળવ્યા છતાં અભિન્નપણે ભારતીય બનીને રહીએ. આ માટે રાષ્ટ્રીય ઉત્સવો અને સામાજિક પ્રસંગોમાં તો એકબીજાને મળીએ જ, પણ અમુક ધાર્મિક પર્વોમાં અને ખાસ કરીને ગ્રામ્યવિસ્તારોમાં થનારા મોટા સંત-સમેલનો, સર્વધર્મ સમેલનો અને જાહેર પ્રાર્થનાઓ – કથાસભાઓ, મુશાયરાઓ, સાહિત્ય-સમેલનો, વ્યાવસાયિકસમેલનો અને ડાયરાઓ-કવ્વાલીઓ આદિના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લઇએ. આ બાબતમાં બૃહદ હિંદુસમાજ સૌથી વધારે ઉદાર છે; જ્યારે મુસલમાન અને ખ્રિસ્તી ભાઇઓ વધારે સંકીર્ણ અને અતડા જેવા રહે છે; જે સારા એંધાણની નિશાનીઓ નથી. કોઇ ઉદાર-દ્રષ્ટિવાન, અદ્યતન શિક્ષણ પ્રાપ્ત અને સારા વક્તા-સાહિત્યકાર-સંત-મહાત્મા આપણા ગામ કે શહેરમાં આવે ત્યારે અવશ્ય તેમનો લાભ સૌ કોઇએ લેવો જોઇએ અને ભારતની વિવિધતામાં પણ એકતાના સૂત્રમાં પોતાના વર્તનથી પોતાનો સૂર પૂરાવવો જોઈએ. મોટા શહેરોમાં આ સમન્વયાત્મક દ્રષ્ટિકોણ અમુક પ્રમાણમાં સિદ્ધ થયો છે; પણ હજુ લાંબી મંજિલ બાકી જણાય છે. આ માટે યુવા-સંગઠોનોનું કાર્યશક્તિબળ અને પ્રૌઢો Page #36 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૨૯ ના મા બાપ અને વયસ્કોના અનુભવોનું સમિશ્રણ કરીએ અને તેમાં મહિલાઓ પણ પૂરતી સંખ્યામાં જોડાય તો આ કાર્ય વધારે સારી રીતે સિદ્ધ થાય. આ બાબતમાં પાદવિહાર કરનારા જૈન સાધુ-સંતોસતીઓ અને હિંદુ-સાધુઓ તથા ફકીરો સારું યોગદાન આપી શકે; જેની ઠીક ઠીક ઝાંખી આપણને વિનોબાજીની પદયાત્રામાં અને ભારત-જોડોની ‘ યાત્રામાં થઇ ગણાય. ભારત ધર્મનિરપેક્ષ નહીં, ધર્મપ્રાણ દેશ છે. સાંપ્રદાયિક ઝનૂન, અન્ય-ધર્માવલંબીઓ પ્રત્યેનો અભાવ, બીજાની ધર્મમાન્યતાઓ અને ક્રિયાઓની નિંદા-ટીકાથી દૂર રહેવાનું છે અને ધર્માતર કરાવવાની હીન પ્રવૃત્તિઓને સદંતર બંધ થાય તેવો લોકમત તેમજ કાયદાકીય કડક કાર્યવાહી પણ અમલમાં લાવવાની જરૂર છે. બાકી તો સર્વ ભારતીયો જાણી લેજો કે આ દેશમાં જ્યારે ઋષભદેવ, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, હરિભદ્ર, હેમચંદ્ર, નાનક, કબીર, નરસિંહ મહેતા, ઈશુ ખ્રિસ્ત, બાદશાહખાન, વિવેકાનંદ, અજમેરના સૂફી સંત મોયુદ્દીન ચિશ્તી, મૌલાના અબુલ કલામ આઝાદ અને ગાંધીજી-વિનોબાજીની સત્ય, અહિંસા, વિશ્વબંધુત્વ, સર્વધર્મ સમભાવ, ઉદારતા, તપ-ત્યાગ-સમતા, પ્રમાણિકતા, ઇન્સાનિયત અને સમસ્ત જગતના મનુષ્યોના હિતની વાતને ભૂલી જવામાં આવશે ત્યારે ભારતદેશ, ભારતીય અસ્મિતાને ખોઇને એક ભૂતકાળના ઇતિહાસની ભૂતાવળ માત્ર બનીને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આપણો સંસ્કાર વારસો રહી જશે. માટે આપણે સમસ્ત ભારતને, ભારતના એક અદના આદમીની અસ્મિતાને, તેના ભવ્ય ભૂતકાળને, ભારતીય તત્ત્વજ્ઞાનને અને ભારતના આકાશને, પાણીને, હવાને, ખેતરોને, ઉદ્યોગોને, જંગલોને, નદીઓને, પર્વતોને, સૈન્યને, સ્મારકોને, અનેકવિધ કળાકૃતિઓને અને તેની સર્વોત્તમ અધ્યાત્મપ્રણાલિઓને જાણીને, આવકારીને, સ્વીકારીને કૃતાર્થ બનવાનો સંકલ્પ કરીએ. _ _ _ _ _ - પનઘટ આપણી સંસ્કૃતિમાં જે શાશ્વત છે તેનું મહત્ત્વ | છે. જે કંઇ નાશવંત છે તેનું મૂલ્ય ગૌણ છે. આથી ! | ભારતભૂમિમાં જન્મેલા અને ભારતીય સંસ્કારોથી ; સિંચિત બનેલ આદર્શ ભારતીય શાશ્વતનો જ 1 ઉપાસક હોય છે. અનિષ્ટ અને નાશવંત પદાર્થોના ! આકર્ષણમાં ફસાઇ નિત્યથી વિપુલ થવું હિતાવહ નથી. અનિત્ય પદાર્થોનો ઉચિત ઉપભોગ કરો પરંતુ તેના પૂજક ન બનો તેને જ જીવનનું સારસર્વસ્વ ન માનશો. - સ્વામી શિવાનંદ Page #38 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૩૧ R Illus ફરજ અને હક આ જમાનો Easy-Money અર્થાત ફોગટનું ધન કોઇ પણ ઉપાયે મેળવી લેવાનો બની ગયો છે. સમગ્રતાથી વિચારીએ તો, દરેક બાબતમાં વધારે મેળવી લેવું અને ઓછું આપવું એવી હીનવૃત્તિ આપણા સમાજમાં અને દિમાગમાં ઘર કરી ગઇ છે. આ કારણથી લગભગ બધા જ ક્ષેત્રોમાં કટોકટી જેવી સ્થિતિનું સર્જન થઇ ગયું છે અને દેશ ખાડે ગયો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. થોડા દ્રષ્ટાંતો દ્વારા સ્વનિરીક્ષણ કરીએ :૧. જેમણે જન્મ, ઉછેર, શિક્ષણ અને સંસ્કારો આપ્યા તેવા મા-બાપની સેવા કરવા આપણે કેટલા તત્પર છીએ ? ૨. બેન્ક, એલ. આઇ.સી., પોસ્ટ કે પોલીસ-ખાતામાં કેટલા કલાકની ફરજ બજાવીએ છીએ ? વારંવાર હડતાળો પાડી, Unionism ને આધીન થઇ પગારવધારો માગ્યે જઇએ છીએ અને કામ ઓછું કરવું પડે એવી માગણીઓ કરતા જઇએ છીએ !! ૩. શાળા-કોલેજોમાં પૂરો પગાર મળે છે પણ ત્યાં તો નામ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આપણો સંસ્કાર વારસો માત્ર ભણાવીએ છીએ; શક્તિ તો બધી ખાનગી ટ્યુશન કરવામાં જ વાપરીએ છીએ ! ૪. વિદ્યાર્થી તરીકે વિદ્યા પ્રાપ્ત કરવાની મહેનત કરતા નથી, કોલેજમાં પીરિયડ ભરતા નથી અને પરીક્ષાના પેપરો પૈસાના જોરે ફોડી નાખીએ છીએ. શું આવું વિદ્યાર્થી જીવન હોય ? ૫. જે સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમનાથી થોડા જ વખતમાં અલગ થઇ જઇએ છીએ, પોતાને સ્વયંસ્ફરિત જ્ઞાન થયું છે એમ કહીએ છીએ, ગુરુનો ઉપકાર ઓળવીએ છીએ; અને કથંચિત તેમની સાથે જ Unhealthy - Competition szaloj ZHE14 Scalvel કરીએ છીએ ! ૬. માબાપ તરીકે બાળકોના ભણતર અને ઘડતર પ્રત્યે બેદરકાર છીએ. કહીએ છીએ કે અમને બાળકો સાથે બેસવાનો સમય નથી. યાદ રાખીએ કે ૧૪-૧૫ વર્ષે છોકરો ચીઢિયો, રખડેલ કે સામાબોલો થઇ જાય ત્યારે તેનો વાંક કાઢીએ છીએ પણ આપણે આપણી ફરજ બજાવી નથી એવો એકરાર કરતા નથી ! ૭. બેહદ કાળુ નાણું ભેગુ કરીએ છીએ. યોગ્યપણે કર ભરવાની ફરજ બજાવતા નથી અને પછી સરકારને અનેક પ્રકારે વગોવીએ છીએ અથવા ઇન્કમટેક્સનો દરોડો પડતાં હૃદયરોગના ભોગ બનીએ છીએ ! Eીત : Page #40 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો 33 તો, અહીં કહેવાનો આશય છે કે હક્ક અને ફરજ બન્નેનો, આપણા જીવનમાં યથાયોગ્યપણે વિકાસ સ્વીકારવો જોઇએ; કારણ કે બન્નેના અન્યોન્યાશ્રયથી જ સાચો વિકાસ સંભવે છે. હૃદયના સાચા ભાવથી પોતાની ફરજ બજાવીએ અને યોગ્ય હક્કની માગણી કરીએ; કવચિત તેને માટે સત્યાગ્રહમાં પણ જોડાઇએ. આમ આ બન્નેનું સંતુલન કરીએ તો વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રગતિ થઇ શકે અને સુખ, શાંતિ, સગવડ અને સૌજન્યની અનુભૂતિ થાય. તુલસી ક્યારો I• નિષ્કામ સેવા એ કર્મયોગની ચાવી છે. તે માટે ! શરીર અને મનને ઉચિત રૂપે કેળવવાં જરૂરી ! છે. યોગની આ પ્રથમ ભૂમિકા છે. -સ્વામી શિવાનંદ | વડીલોની સેવા, પાડોશીઓ પ્રત્યે પ્રેમ, 1 દાનશીલતા, સરળ અને સાદું જીવન, સત્યવાદીપણું, મન અને વિચારોની પવિત્રતા | -આ છે ગૃહસ્થીધર્મનું નીતિશાસ્ત્ર. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આપણો સંસ્કાર વારસો ભારતીય નારી, સમાજ અને સંસ્કૃતિ કોઇ પણ દેશ કે સમાજની ઉન્નતિનો મુખ્ય આધાર તે દેશની નારીના જીવનના અભિગમ ઉપર ખૂબ જ આધારિત છે. આ મૂળભૂત સત્યના કારણનો વિચાર કરીએ ત્યારે જણાય છે કે નારી, માનવજીવનના સર્વ તબ્બકાઓ ઉપર અત્યંત ઘનિષ્ટ પ્રભાવ પાડે છે અને તેથી માનવના વિકાસમાં તેનો ફાળો અત્યંત મહત્ત્વનો છે. આપણે આ અવનિ પર અવતાર લઇએ તે પહેલાના લગભગ નવ મહિના સુધી આપણી માતાના ઉદરમાં રહેવાનું હોય છે. ભારતીય મનીષિઓએ પૂરવાર કર્યું છે કે ગર્ભાવસ્થામાં પણ આપણા જીવનનું સંસ્કારીકરણ ચાલુ જ હોય છે અને તેથી સગર્ભાવસ્થાના માતાઓના આચારવિચારની બાળકના ભાવિ ઉપર ખૂબ જ અસર પડે છે. આ વાતની સત્યતા ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ, તીર્થકરોના ગર્ભકલ્યાણકો, માતા મદાલસા, સતી સીતા અભિમન્યુ, શુકદેવજી, કુંદકુંદાચાર્ય, વનરાજ ચાવડો, છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે આદિ અનેક મહાનુભાવોના જીવનના અભ્યાસથી આપણને સ્પષ્ટપણે Page #42 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો >>>G[ z**=* ફ ખ્યાલમાં આવી શકે છે. જન્મ પછીના પાંચ વર્ષો સુધી બાળકોનો જો કોઇની સાથે વધારેમાં વધારે નિકટનો સંબંધ રહેતો હોય તો તે માતા સાથેનો છે; અને તેથી માતાના સમસ્ત વ્યક્તિત્વની તેના પર એક અમીટ છાપ પડે છે, આજના શ્રીમંતો અને શહેરોમાં કામ કરતી વ્હેનોને મારે ખાસ આ વાત જણાવવી છે કે તેઓ નાના બાળકને રામા, આયાબાઇ કે સામાન્ય નર્સરી – (બેબી સીટીંગ) ના વિશ્વાસે ન મૂકે. નાના બાળકની માતા નોકરી વગેરે ન કરે તેવી અપેક્ષા ઉત્તમ બાળઉછેર માટે આવશ્યક છે અનિવાર્ય છે. એક ઉત્તમ માતા સો શિક્ષકો બરાબર છે એમ જે કહ્યું છે તે પરમ સત્ય છે. આમ, ભારતીય નારીના જીવનનું સૌથી અગત્યનું પાસુ તે તેનું માતૃત્વ છે. નારી સ્ત્રી પણ છે. પુરુષની તે અર્ધાંગિની છે, તેની પ્રેમદા પણ છે, પ્રેરણા પણ છે, વિશ્રાંતિ છે, સહચરી છે, અનુગામિની છે, અંકિતા છે, પરમ મિત્ર છે અને સર્વ સુખ દુ:ખ ની ભાગીદાર છે. તેનું સન્માન, તેનુ શિક્ષણ, તેનું સંરક્ષણ, તેને હૂંફ આપવી અને તેની સર્વ સુવિધા પોષી તેને નિશ્ચિંત, નિરામય અને નિઃશંક રહે તેમ કરવું એ પુરુષવર્ગની ફરજ છે. જો પુરુષ તેમ કરતો નથી અને તેને માત્ર વિષયસુખનું સાધન જાણે છે તો તે ભ્રાંતિમાં છે, ખોટે રસ્તે છે, દુ:ખ પામશે. આ બાબતે પુરુષવર્ગે બરાબર જાગૃતિ કેળવી સ્ત્રીઓને - ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સર્વ પ્રકારે પોતાના જીવનમાં મોભાવાળું અને સુયોગ્ય સ્થાન આપીને પોતાની જીવનસંગિની તરીકે તેની કદર કરવી જોઇએ. આપણો સંસ્કાર વારસો Yang વ્યક્તિગત સ્તરે આ દેહધારી, ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો ખાસ હિમાયતી છે; કારણ કે તેવા ઉત્તમ સંસ્કારોની ભૂમિકામાં જ માનવજીવનનું અંતિમ અને શ્રેષ્ઠ લક્ષપરમાત્મપ્રાપ્તિ-મોક્ષ સિદ્ધ થઇ શકે છે. તેથી તે સ્પષ્ટપણે સમાજને કહે છે કે સુખ-શાંતિ-સમૃદ્ધિ-આરોગ્ય-કલ્યાણની ખરેખર ખેવના હોય તો મૂળ ભારતીય પરંપરાના મૂલ્યોઅહિંસા-સત્ય આદિને ન છોડો. દાન-શીલ-તપ-ત્યાગ આદિને અવશ્ય જીવનમાં સ્થાન આપો અને સાચા જ્ઞાન, દિવ્ય આનંદ અને સદ્ગુણોની વૃદ્ધિ કરી સમસ્ત જીવસૃષ્ટિ અને માનવમાત્રને અભયદાન આપે એવા ઉત્તમ ધર્મ – આત્મધર્મ – ને આગળ રાખીને જીવન જીવો. આ વાત મારા દેશની માતાઓએ જેટલી સુંદર અને સહજ રીતે સ્વીકારીને આત્મસાત્ કરી છે તેટલી ભાઇઓએ કરી નથી એમ કોઇ અપેક્ષાએ મને કહેવા દો અને તેથી જ આ જગ્યાએ ભારતીય નારીની શ્રેષ્ઠ સંસ્કારિતાનો નિર્દેશ કરેલ છે. વળી અહીં પુરુષવર્ગને યાદ કરાવી જાઉં છું કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કહેવાય તેવા તીર્થંકરો, મહાન અવતારી પુરુષો, આચાર્યો અને ૠષિ-મુનિઓ તથા જીવનના અન્ય ક્ષેત્રે મહાન સિદ્ધિઓ હાંસલ કરનાર બધાય પ્રતાપી અને www Page #44 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો 39 * . #A', * * , -, ; : : : :: નામ : - રામ ના રતા સારા કામ કરવાના જ ના કાકા બજાર અને મારા પ્રતિભાવંત પુરુષોની વિશ્વને ભેટ કરનાર પણ આ મારી માતા જ છે. મારા વ્યક્તિગત જીવનના વિકાસમાંથી મારી માતા, ધર્મપત્ની, બહેન અને અન્ય મહિલાઓએ આપેલો ફાળો બાદ કરું તો એક મોટો શૂન્યાવકાશ ઉભો થાય એમ કહેવામાં હું નાનપનો અનુભવ કરતો નથી. આવા શ્રેષ્ઠ માતૃત્વને શોભાવનાર મહિલાવર્ગનું સર્વાગ શ્રેય સધાય તેમ કરવામાં આપણો સમાજ ઊણો ઉતર્યો છે તે હકીકત છે. આ ભૂલને જલ્દીથી સુધારીને કન્યાઓને તેમજ માતાઓને વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, નૈતિક અને સમગ્ર જીવનમાં યોગ્ય સ્થાન મળે તેવો સહિયારો પ્રયત્ન આપણે સૌએ કરવાનો સમય ખરેખર પાકી ગયો છે. કન્યાઓના શિક્ષણ અને સંસ્કારીકરણના કાર્યક્રમને આ બધા કાર્યક્રમોમાં અગ્રિમતા આપવાની વિશેષ જરૂર છે; કારણ કે ભારતના નાગરિકોના જીવનઘડતરની ભાવિ જવાબદારી તેમના શિરે રહેવાની છે. કરછ F – –– –– – –––– –––– –– – – સીતા, શબરી અને ચંદનબાળા, પદ્મિની | અને પન્ના ઝાંસીની રાણી અને સરોજિની નાયડુ | I જેવા સ્ત્રી-રત્નો તારા પ્રેરક પુરોગામી છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આપણો સંસ્કાર વારસો ટી શિક્ષણ કેવળ અર્થલક્ષી ન હોય આપણે સૌ જાણીએ છીએ કે નવા જમાનાની હવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌ કોઇ એમ ઇચ્છે છે કે બારમા ધોરણમાં વિજ્ઞાન કે વાણિજ્યના વિષયો લેવા અને દીકરા કે દીકરીને ડૉક્ટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવો, કારણ કે એ લાઇનમાં જવાથી વધારે પૈસા કમાવાની સગવડ છે. કોઇ પણ સમાજમાં આવા સારા ડૉક્ટરો કે એવા વ્યવસાયીઓ હોય એ વાત તો આવકાર્ય છે, અને તે સારું કમાય તે પણ યોગ્ય જ છે. પરંતુ આ એક માત્ર કમાવાની દિશાનો જ છે પવન છે તે હિતકારી નથી, આ અભિગમ એકાંગી હોવાથી અનેક નવી સામાજિકઆર્થિક-નૈતિક સમસ્યાઓ ઉત્પન્ન કરનારો છે. કમાવાની દરેક ગૃહસ્થને જરૂર છે અને તેને માટે તે આવકાર્ય છે; પરંતુ તે જ્યારે ઘેલછાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે દુઃખદાયક બને છે અને ચિંતા, ટેન્શન, ક્રોધ અને વ્યસનસેવન તરફ લઇ જઇ સર્વનાશ નોંતરે છે. શિક્ષણ દ્વારા જો મનુષ્ય સંસ્કારિત ન બને તો તેવું ભણતર તેને સારો કે ઉમદા માનવ નહીં બનવા દે. આપણા દેશમાં સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પહેલાના વીસ-ત્રીસ વર્ષ અને પછીના વીસેક . Page #46 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૩૯ વર્ષ દરમ્યાન જે મહાન પુરુષો થયાં તેમણે સાયન્સ કે કોમર્સ લીધું નહોતું અને છતાં તેઓ ખૂબ જ વિચક્ષણ, પ્રજ્ઞાસંપન્ન, સગુણી અને મહાન પ્રેરણાદાયક જીવન જીવી ગયાં તેમજ રાષ્ટ્રને પણ ખૂબ જ ઉપયોગી થયાં. આમાં છે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રપ્રસાદજી, એસ. રાધાકૃષ્ણન, રાજાજી, ગોવિંદ વલ્લભ પંત, સંપૂર્ણાનંદજી, વીર સાવરકર, વિનોબા ભાવે, લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, મોરારજીભાઇ દેસાઇ, કનૈયાલાલ મુન્શી, બાબા સાહેબ આંબેડકર આદિ અનેક. એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું છે કે તમે ગમે તે લાઇન લો પણ કમાવાની સાથે સાથે તમારા બૃહદ્ કુટુંબ, જ્ઞાતિ કે ગામને માટે પણ તમે કેટલા ઉપયોગી થાઓ છો અને તમારું જીવન કેટલું સગુણસંપન્ન બને છે તેની સતત જાગૃતિ રાખજો અને જીવનમાં ખૂબ પુરુષાર્થમય રહેજો. આજે આપણા સમાજને વધુ સારા મનુષ્યોની (ખાનદાનોની, સજ્જનોની) જરૂર છે અને તે માટે ભારતીય-સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસ, ભારતીય કળાકૌશલ્ય અને ભારતીય ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાના તજજ્ઞો અને નિષ્ણાતોની તાતી આવશ્યકતા છે. તમે બને તો આ કે આવા | વિષયો લઇ તમારું ભણતર આગળ ધપાવજો. : * * : * : : - - 1 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આપણો સંસ્કાર વારસો ૧૨. વાણીનો જાદુ ! આપણને જેવી વાણી પ્રભુએ આપી છે, તેવી વિશ્વના કોઇ પણ પ્રાણી, પંખી કે જીવજંતુને આપી નથી. આટલા બધા અક્ષરો અને વ્યંજનો બોલવાની અદ્ભુત શક્તિ એ માનવના સર્વોચ્ચ વારિક વિકાસનું અકાટચ પ્રમાણ છે. - યાદ રાખીએ કે વાણી બેધારી તલવાર જેવી છે. જો તેનો સદુપયોગ મનુષ્યને ઉત્તમોત્તમ પદ સુધી પહોંચાડી શકે છે તો બીજી બાજુ મહાભારત જેવા વિરાટ માનવસંહરને પણ નોંતરી શકે છે. એક વાર મુખમાંથી નીકળી ગયેલું વચન, છૂટી ગયેલા બાણની પેઠે, પાછું વાળી શકાતું નથી. આ કારણથી જ જીવનમાં સંપ, શાંતિ, મૈત્રી અને સ્નેહની વૃદ્ધિ કરવાની ભાવનાવાળા મનુષ્ય ખૂબ વિચાર કરીને જ બોલવું જોઇએ. સુયોગ્ય વચનોથી આખા જગતને મિત્ર જેવું બનાવી શકાય છે અને તેમાં કાંઇ ખર્ચ કે મહેનત કરવાં પડતા નથી. અમારા ગુરુનો એક મંત્ર અને સૂત્રરૂપે જીવનમાં સ્વીકાર્યો છે અને તેનાથી અનેક પ્રકારનો લાભ અનુબવ્યો છે. આ મંત્ર છે :ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો. Page #48 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૪૧ કાકા કામ રહી છે Gર. શૈક્ષણિક સમસ્યાઓ છેલ્લા ૫૦ વર્ષમાં આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ ઠીક ઠીક વધ્યો છે; કારણ કે વિશ્વવિદ્યાલયોની સંખ્યા ૧૯૫૧ માં ૨૫ હતી તે ૧૯૯૮ માં ૨૩૫ ની, નિશાળોની સંખ્યા ૨,૩૦,૬૮૩ થી વધીને ૨.૪ કરોડની અને કોલેજોની સંખ્યા ૭૦૦ થી વધીને ૮૫૪૫ ની થઇ છે. પરંતુ આ ભણતર દ્વારા ભલે આપણે ડીગ્રીઓ મેળવીએ છીએ; પણ રોજબરોજના જીવનમાં તે આપણને કેવું અને કેટલું ઉપયોગી થાય તે વિચારીએ તો નિરાશ થવું પડે છે. પહેલા વરસાદથી જેમ ઠેરઠેર પુષ્કળ ઘાસ ઊગી નિકળે છે પરંતુ તે કાંઇ આપણા ખાવાના કામમાં આવે નહીં; તેમ હજારોની સંખ્યામાં દર વર્ષે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વવિદ્યાલયોમાંથી બહાર પડે છે, પણ તેમને તે ભણતર દ્વારા આર્થિક રીતે સ્વાવલંબીપણું પ્રાપ્ત થઇ શકતું નથી; જેથી શિક્ષિત બેકારોની સંખ્યામાં દિવસે દિવસે વધારો જ થતો જાય છે ! આમ આપણું શિક્ષણ વાસ્તવિકતા સાથેનો સંબંધ ગુમાવી બેઠું છે. પ્રાચીનકાળથી માંડીને ઇ.સ. ૧૯૪૦ સુધીનો આપણા શિક્ષણનો ઇતિહાસ જોઇએ તો સૌમ્ય ગુરુ-શિષ્ય સંબંધની Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આપણો સંસ્કાર વારસો તેમાં સ્પષ્ટ ઝાંખી થાય છે. ધીમે ધીમે આ પવિત્ર અને પ્રશંસનીય સંબંધ ઘટતો ગયો અને છેલ્લા ૨૦ વર્ષમાં તો એવી સ્થિતિએ પહોંચ્યો છે; જ્યાં તે સંબંધની પવિત્રતા અને ગરિમા લગભગ નષ્ટ થઇ ગયાં છે. ટ્યુશનના અતિરેકથી થાકેલો શિક્ષક કે પ્રોફેસર સ્કુલકોલેજમાં જાણે કે વિશ્રાંતિ લેવા જાય છે ! બીજી બાજુ સામાન્ય વિદ્યાર્થીઓને ભણવામાં અને પીરિયડ ભરવામાં જાણે રસ જ નથી. આ બન્ને પરિબળોથી ઉત્પન્ન થયેલું વિષચક્ર (Vicious circle) તૂટી શકતું નથી. પ્રાઇવેટ શિક્ષણવર્ગો અને શિક્ષણસંસ્થાઓ ડોનેશનના નામે વિદ્યાર્થીઓ-વાલીઓનું શોષણ કરે છે અને ગરીબ કે મધ્યમ વર્ગનો વિધાર્થી શિક્ષણથી જાણે કે વંચિત રહી જાય છે. ઉભયપક્ષે શિસ્તનો અભાવ હોવાથી, ગુરુ-શિષ્યનો એકબીજા પ્રત્યેનો સદ્ભાવ તદ્ન ઘસાઇ ગયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણનો જે પૂરક સમન્વય છે તે પ્રત્યે સંપૂર્ણ બેદરકારી છે અને A healthy mind in a healthy Body નું સૂત્ર જાણે કે વિસરાઇ ગયું છે. રાષ્ટ્રના યુવાન વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય દયાજનક સ્થિતિએ પહોંચી ગયું છે કારણ કે શારીરિક શ્રમ, કસરત, યોગાસન, નિર્વ્યસનતા અને આહાર-વિહારની નિયમિતતાએ જાણે કે નવી પેઢીના જીવનમાંથી દેશવટો લીધા જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ છે. રમતગમત વિભાગ તરફ તદ્ન બેદરકારી વર્તે છે અને તેમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૪3 આપણા ગુજરાતમાં તો તે વાત સ્પષ્ટપણે જણાઇ આવે છે. આ બાબત સરકારીતંત્રે તો જાગૃત થવું જ જોઇએ, પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓ જો આમાં સારું યોગદાન આપે તો જલ્દીથી સુધારણા થઇ શકે. વિવિધ પ્રકારે આ પ્રવૃત્તિઓને બિરદાવવી જોઇએ અને વિપુલ પ્રમાણમાં પુરસ્કારાદિ આપવાનું આયોજન કરવું જોઇએ. આપણા દેશનો ઐતિહાસિક, ભૌગોલિક, ભાષાકીય, સાંસ્કૃતિક આદિ દ્રષ્ટિઓથી વિચાર કરીએ તો તો એક દેશ કરતા એક ઉપખંડ જેવો વધારે છે. અનેક પ્રકારના ધર્મમતની માન્યતાવાળા લોકો આપણે ત્યાં વસે છે. આવી વિવિધતાઓમાં પણ એકતા જાળવી રાખવા માટે આપણે શૈક્ષણિક અને પર્યટણના ક્ષેત્રે પણ ખૂબ પ્રયત્નો કરવા પડશે; જેથી વિવિધ જિલ્લાઓ અને પ્રાંતના લોકો એકબીજાની સાથે નિકટતાથી હળીમળી શકે, એકબીજાના તહેવારો અને સામાજિક પ્રસંગોમાં આવતા-જતા થાય અને એકબીજાના રીતરિવાજ આદિ વિષે પૂરતા પ્રમાણમાં માહિતગાર થઇ શકે. આવું ભાવાત્મક ઐક્ય લાવતા ઘણો સમય લાગે. આ બાબતમાં રેલ્વે-મુસાફરી, લશ્કરી-ભરતી અને બદલીઓ, આઇ.એ.એસ. ઓફીસરોની આંતરપ્રાંતીય કાર્યવાહી અને નિયુક્તિઓ તો ઉપયોગી છે જ; પરંતુ વિદ્યાર્થી-અવસ્થાથી માંડીને જ સ્કૂલ, કોલેજ અને યુવકમંડળોના આંતર-પ્રાંતીય પ્રવાસો અને સાંસ્કૃતિક આપલે (વિનિમય) માટેના કાર્યક્રમોનું સરકારી અને ખાનગી (Both Page #51 -------------------------------------------------------------------------- ________________ ४४ આપણો સંસ્કાર વારસો at Public & Private levels) સ્તરે આયોજન થવું જોઇએ. આ બાબતમાં હિંદુ અને જૈન ધર્મના સાધુઓ, જે પાદવિહારી હોય તેઓ ઘણાં ઉપકારી બની શકે. વળી, મોટા તીર્થયાત્રાના સંઘો (દા.ત. મુંબઇ-કાશી, મદ્રાસ-મેદશિખર, હિમાલયની તળેટીના તીર્થોના પ્રવાસો) નું આયોજન પણ પ્રશંસનીય છે. પ્રાચીન ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વના સ્થળોના પ્રવાસથી જ્ઞાન-ગમ્મતની વૃદ્ધિ સાથે વિદ્યાર્થીઓમાં પ્રર્વતીયઆરોહણ, મોટી નદીઓ-જંગલો અને મહાપુરુષોના સ્મારકો વિષેનું જ્ઞાન વધે, સાહસવૃત્તિ વધે અને આ રીતે તેમના જીવનનો બહુમુખી વિકાસ થવામાં વેગ આવે. યોગાસનો, સામાન્ય માનવતાપૂર્ણ વ્યવહાર અને આપણા સૌ કોઇના જીવનમાં ઉપકારી અને ઉન્નતિકારક એવા ઉચ્ચ મૂલ્યોનું પ્રયોગાત્મક શિક્ષણ ખૂબ જ આવશ્યક છે. અઠવાડિયામાં તેના બે-ત્રણ પીરિયડો રાખવામાં આવે અને પ્રાચીન તથા અર્વાચીન મહાપુરુષોના જીવનની માહિતી દ્રવ્યશ્રાવ્ય માધ્યમોથી પણ આપવામાં આવે તો તે વિશેષ પ્રેરણાત્મક, પ્રસન્નતાદાયક અને ચારિત્રઘડતરમાં ખૂબ ખૂબ ઉપયોગી બની શકે. જીવનઘડતરમાં વિવિધપણે ઉપયોગી અને ઉપકારી એવા રાષ્ટ્રીયતા, શૂરવીરતા, સાહસિકતા, સત્યનિષ્ઠા, | સચ્ચારિત્રતા, ઉદારતા, ન્યાયપ્રિયતા, પ્રમાણિકતા, સાદાઇ, ધ્યેયનિષ્ઠા, નમ્રતા, વિશ્વબંધુત્વ આદિ સદ્ગણોનો જીવનમાં સંચાર થાય. ગુણિયલજનોનું સન્માન થઇ શકે એવા વિવિધ Form Page #52 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો સમારંભોનું આયોજન જાહેરમાં થાય તો વિદ્યાર્થીઓ અને યુવક-યુવતીઓને જીવનમાં મહાન બનવાની પ્રેરણા મળે. આવી પ્રવૃત્તિઓથી જીવનવિકાસ અને જીવનની ઉન્નતિ સાધવાનો તેઓનો ઉત્સાહ ઘણો વધી જાય. જો આપણે આમ કરી શકીએ તો સમસ્ત સમાજમાં અને રાષ્ટ્રમાં સચ્ચારિત્રતાની મહત્તાનું અને તે પ્રાપ્ત કરવા માટેની એક તંદુરસ્ત હરીફાઇનું મોજું ફરી વળે; જેવું કે ગાંધીયુગમાં સ્વાતંત્ર્યસંગ્રામનું ફરી વળ્યું હતું તેવું. તું યુવાન હો તો તારી દ્રષ્ટિ વિધાર્જન, 1 સતત ઉધમ અને કુટુંબ-રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ભણી સતત રાખજે. શિક્ષક સંત અને ન્યાયધીશના જીવનમાં સડો પેસે તે સમાજ નષ્ટ થાય છે. ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આપણો સંસ્કાર વારસો ૧૪. સાચું ચારિત્ર સમાજમાં ચારિત્રનો સામાન્ય અર્થ તો પ્રસિદ્ધ છે; મુખ્યપણે તો તેમાં દામ્પત્યજીવનની કે વ્યક્તિગત જીવનની પવિત્રતા અને સચ્ચાઇનો સમાવેશ થાય છે. શાસ્ત્રીય વિદ્વાનો, પરંપરાગત વ્રતાદિના પાલનને ચારિત્ર કહે છે. આ સામાન્ય અર્થ તો બરાબર છે પણ જીવનમાં જેઓ ખરેખર મહાન બનવા માંગે છે તેમણે મુખ્યપણે નીચે કહેલી જીવનશૈલી અપનાવવી, તો તેમના જીવનનો બહુમુખી વિકાસ થતાં તેઓ સહજપણે ઉત્તમ ચારિત્રના સ્વામી બની શકશે. ૧. નિયમિતતા : જે સમયે જે કાર્ય કરવાનું નક્કી કર્યું હોય, તે સમયે તે કાર્ય અવશ્ય કરવું. અસાધારણ સંજોગોમાં તે ન થઇ શકે તો સમયસર તેની જાણ સંબંધિત વ્યક્તિઓને કરી દેવી. ૨. વ્યવસ્થા : દરેક કાર્યને કરવાની એક શ્રેષ્ઠ અને સર્વાંગસુંદર રીત હોય છે. જેમ કે તે કાર્ય કરવા માટે યોગ્ય અને નિર્દોષ સાધનોનો ઉપયોગ કરવો; તેને વહેલું કે મોડું ન કરતા યથાયોગ્ય સમય કરવું; બહુ જલ્દી-જલ્દી કે તદ્ન મંદ ગતિથી ન કરવું; તેને યોગ્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો જગ્યાએ અને યોગ્ય વ્યક્તિઓની હાજરીમાં કરવું; વેઠ કે ઢસરડો કરતા હોઇએ તે રીતે નહીં, પણ પોતાને અને અન્યને પ્રસન્નતા ઉપજે તે રીતે કરવું; તેમજ તે કાર્ય દ્વારા કોઇને મન-વચન-કર્મથી દુ:ખ ન ઉપજે તેવી રીતે કરવું અને સ્વાર્થરહિત થઇને બહુજનહિતાય થાય તેવી રીતે કરવું. ૩. વચનપાલન : આપણે કોઇ પણ વ્યક્તિને કોઇ પણ કામ માટે વચન આપ્યું હોય તો તે અવશ્ય નિભાવવું. ગમે તેટલા દુ:ખ, વિરોધ કે અગવડોને સહન કરીને પણ વચનનું પાલન કરવું એ મહાન ચારિત્રનું દ્યોતક છે. આ એક શિસ્તના પાલનથી સરળતા, સાહસ, દ્રઢતા, બિરાદરી આદિ અનેક ગુણો પ્રગટે છે. ૪. નિર્મળ પ્રેમમય વ્યવહાર : કુટુંબ અને મિત્રોથી માંડીને, આપણા સંબંધમાં આવનાર સૌ કોઇ પ્રાણીઓ કે નાનામોટા મનુષ્યો સાથે અંતરંગ સદ્ભાવપૂર્ણ વ્યવહાર કરવો. આવો પ્રેમમય વ્યવહાર કરતી વખતે કોઇ સ્વાર્થમય દ્રષ્ટિ રાખવી નહીં કે સામાને મદદરૂપ થવામાં પાછી પાની કરવી નહીં. આવું પારદર્શક વર્તન મનુષ્યને જીવનના ઉચ્ચતમ શિખરે પહોંચાડે છે, એવો જ્ઞાનીઓનો અનુભવ છે. ૪૭ ૫. કર્તવ્યપાલન, ધીરજ અને ખંત : પ્રથમ તો કોઇ પણ કાર્ય કરવાનો સાચો સંકલ્પ કરવા માટે ઘણી પાત્રતાની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આપણો સંસ્કાર વારસો જરૂર છે; જેમાં દેશ-કાળનું સાચું જ્ઞાન, પોતાની સામાન્ય શક્તિ, હાથમાં લીધેલ કાર્યની સમજણ અને પૂર્વ-અનુભવ તથા સહયોગી મિત્રોનાં સહકાર આદિ મુખ્ય છે. અહીં તો તેથી આગળની વાત છે. પૂરો વિચાર કર્યા પછી પ્રારંભેલું સત્કાર્ય કરવા માટે દ્રઢ નિર્ધાર, અનેક આપત્તિઓ અને નિષ્ફળતાઓ મળે તો પણ નિરાશાને જીવનમાં સ્થાન ન આપવું, થોડો સમય વિશ્રામ કરીને ફરી ફરી તે કાર્ય સિદ્ધ કરવા માટે પોતાની સર્વ શક્તિ છેલ્લા શ્વાસ સુધી લગાવે જ રાખવી-એ બધા મહાપુરુષના લક્ષણો છે. મહાત્મા ગાંધીજી, મહારાણા પ્રતાપ, વનરાજ ચાવડા કે નરસિંહ મહેતા જેવા અનેક મહાપુરુષોએ હારને હાર ન માનતાં, ફરી ફરી પોતાનો પુરુષાર્થ ચાલુ રાખીને પોતાની જીવનસિદ્ધિ કરી છે. સમયનો સદુપયોગ, કૃતજ્ઞતાનું સદૈવ સ્મરણ, સૌની સાથે નમ્રતાથી વર્તન, પોતાને મળેલ લાભને ઉદારતાપૂર્વક પોતાના મિત્ર-સહયોગીઓમાં વહેંચવો, તુચ્છ વસ્તુમાં આનંદ માનવો નહીં, તેમજ મોટા સમાધાન માટે પોતાની અલ્પ માગણી જતી કરવી આદિ અનેક પ્રકારના જીવનક્રમને અપનાવવાથી મહાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉદય પામે છે. mational Page #56 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૪૯ ૧૫. ભારતીય ખેતી આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે. તેની ૭૫ ટકા જેટલી પ્રજા ગામડામાં રહે છે, જ્યાં આજીવિકાનું મુખ્ય સાધન ખેતી છે. પરંતુ આ પણ એક દુ:ખદ હકીકત છે કે ખેતી લાયક સારી જમીનના જે માલિકો છે તેઓ કાં તો મોટા જમીનદારો છે, અથવા આજુબાજુના મોટા શહેરોમાં રહેતા શ્રીમંતો, સરકારી અમલદારો અને પ્રજાના નામે ચૂંટાઇને તેને દગો દેનાર અને પ્રજાના શોષણમાં રાચનારા નિર્લજ્જ, રિશ્વતખોર અને દેશદ્રોહના કાર્યોમાં પાવરધા એવા રાજકારણીઓ છે. આ વાત સખત શબ્દોમાં એ આશયથી લખી છે કે ખેતરોમાં પરસેવો પાડી કાળી મજૂરી કરનાર એવા ખેતમજૂરો (દહાડિયાઓ) ને આર્થિક, શૈક્ષણિક કે સાંસ્કારિક કોઇ ક્ષેત્રે પ્રગતિ કરવાની તક મળતી નથી. શ્રીમંત વધારે શ્રીમંત બનતો જાય છે અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. આવા ખેતમજુરોનું કોઇ ગણનાપાત્ર સંગઠન નથી કે જેનું રાજ્ય કે કેન્દ્રીય સરકાર સાંભળે. આ મહાન અને વિકટ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નથી; Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૦ આપણો સંસ્કાર વારસો - રાજાના કટક કારણ પાનના એમ છતાં આજે આઝાદીના ૫૦ વર્ષ પછી પણ સ્થિતિ ઘણી અસંતોષકારક છે. અત્રે તેના બધા પાસાઓની છણાવટ કરવી સંભવતી નથી અને પ્રસ્તુત પણ નથી; છતાં નીચે પ્રમાણેના થોડા સૂચનોનો અમલ કરવા માટે જો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ તો ભારતને મળેલી આઝાદીનો લાભ એક સૌથી નીચેના સ્તર સુધી થોડો પણ પ્રસારી શકાય અને આપણે સાચી આઝાદી પ્રાપ્ત કરી એમ ગણી શકાય. ૧. પર્યાવરણ-રક્ષક અર્વાચીન ખેત પદ્ધતિ : આ પદ્ધતિમાં સારું બિયારણ, ફર્ટીલાઇઝર, સિંચાઇની સગવડ, જંતુનિવારક દવાઓ અને સાદુ યાંત્રિકરણ સીમાંત ખેડૂતને પુરું પાડવામાં આવે; જેથી સીનું પોષણ થાય અને કોઇનું શોષણ ન થાય. ૨. નાના ખેડુતોને (૧.૫ એકર સુધીની જમીનવાળાને) યોગ્ય નાણાની મદદ. આ કામ સહકારી મંડળીની રચના દ્વારા વધારે વ્યવસ્થિત અને પ્રમાણિકતાથી થઇ શકે. ૩. કોઓપરોટીવ ફાર્મીગ, જેમાં ચાર-પાંચ ખેડૂતો સાથે મળીને ખેતી કરે, જેથી વધારે કરકસરપૂર્વક અને પોષણક્ષમ રીતથી કામ થઇ શકે. ૪. સહકારી વેચાણ મંડળીઓ વ્યવસ્થિત રચાય તો | વ્યક્તિગત વેચાણ કરવાથી થતા શોષણથી બચી શકાય. I ૫. ખેડુત પાયારૂપ શિક્ષણ મેળવે, જેથી તેનું શોષણ થતું અટકાવી શકાય. મારા ગામના નાના નાના નાના નાના માણસ . પરમાર, Page #58 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો પ૧ * કોઈ - - - આપણા દેશની મૂળ સંસ્કૃતિ ઋષિ અને કૃષિની જ છે. ભલે ઔદ્યોગીકરણ કરીએ તેની ના નથી, પરંતુ તે મર્યાદિત રહે તો જ સારી શાંતિ, સમૃદ્ધિ અને ચિંતામુક્ત જીવન જીવી શકાશે અને ગાંધીજી-વિનોબાની ભાવનાવાળું રામરાજ્ય લાવી શકાશે. - - - - - - - - - - - - આપણો દેશ સ્વતંત્ર થયાને ૫૪ વર્ષ ! થવા આવ્યાં તો પણ ખેત-મજુર અને નાના ખેડૂત સુધી હજુ આપણે જીવનની પાયાની જરૂરિયાતો પહોંચાડી શકયા નથી. તેને માટે આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરવાનો વખત હવે પાકી ગયો છે. - 1 કાજલ - - - - - - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૨ આપણો સંસ્કાર વારસો ૧૬. સાચી અસ્મિતા સીના સુખમાં રાજી રહીએ તે સજ્જનતા પણ બીજાને તનનું, મનનું, ધનનું કે અન્ય કોઇ પણ પ્રકારનું દુઃખ જોવામાં આવતાં, આપણી પૂરી શક્તિ લગાવીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તે ખરેખરી સંવેદનશીલતા અને પરોપકારીપણું ગણાય. કરૂણા અને સાચી અનુકંપાનું એ આવશ્યક અંગ છે કે પોતે સહન કરીને, તન-મન-ધન સમયાદિનો ભોગ આપીને પણ અન્ય મનુષ્યો, પશુ-પંખીઓ કે જીવજંતુ આદિ સમસ્ત પ્રાણીમાત્રને મદદરૂપ થવું. આમ કરવાથી હદય કૂણું બને છે, આદ્ર થાય છે અને જીવનના ઉચ્ચ મૂલ્યો સમજવાની અને અપનાવવાની પાત્રતા આપણામાં પ્રગટે છે. આવી સત્પાત્રતાથી આપણું સર્વાગી હિત થાય છે અને જીવન સફળ બને છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૫૩ * TET/ * ૧૭. સમયનો સદુપયોગ જીવનને ઉન્નત અને સફળ બનાવવાનો આ શ્રેષ્ઠ, સર્વસુલભ અને સર્વમાન્ય ઉપાય છે. જે નિરંતર ઉદ્યમી રહે છે અને પોતાના જીવનની પ્રત્યેક મિનિટનો સદુપયોગ કરે છે તેને શોધતી શોધતી, સફળતા, તેને આંગણે આવીને ઉભી રહે છે. - વિદ્યાર્થી હોય કે ગૃહિણી, શિક્ષક હોય કે આચાર્ય, ડૉક્ટર હોય કે વકીલ, ખેડૂત હોય કે વેપારી, ગૃહસ્થ હોય કે ત્યાગી, કાર્યકર હોય કે નેતા-જીવનના બધા જ ક્ષેત્રોમાં સમયનો ખૂબ ચીવટપૂર્વક સદુપયોગ કરનાર ઝડપી પ્રગતિ સાધી શકે છે. વીતી ગયેલી એક ક્ષણ લાખો ઉપાયો કરવા છતાં પાછી મેળવી શકાતી નથી; માટે જીવનના ઉન્નત ધ્યેયને ત્વરાથી સિદ્ધ કરવા પ્રત્યેક ક્ષણને સત્કાર્યમાં જ વાપરીએ. પ્રત્યેક મહાપુરુષની જીવન-સફળતાનું રહસ્ય વિચારતાં સમયનો સદુપયોગ, સાચી સમજણ, સદાચારમાં નિષ્ઠા અને સાહસવૃત્તિ | -આ કારણો મુખ્ય જણાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૪ આપણો સંસ્કાર વારસો રીટાયરમેન્ટ સામાન્ય રીતે આ જમાનામાં, સરકાર કે અન્ય સંસ્થાઓ ૫૮ વર્ષે આપણને નોકરીમાંથી છૂટા કરે છે અને તમે નિવૃત જીવન ગાળો એમ સૂચિત કરે છે. જે મનુષ્ય ઉપરોક્ત હકીકતનો પહેલેથી વિચાર કર્યો હોય તે ખરો સમજી કહેવાય. દીકરા-દીકરીના લગ્નની, છોકરાને લાઇનસર કરવાની કે પરીક્ષામાં સારા માર્કસ લાવવાની આગળથી તૈયારી કરીએ છીએ તેમ, નિવૃત્તિની પણ આગળથી તૈયારી કરવી જોઇએ. જો માનસિક રીતે તે માટે તૈયાર ન થયા હોઇએ, નિવૃત્તિમાં સમયનો કેવી રીતે સદુપયોગ કરીશું તેની યોજના ન કરી હોય તો જીવનમાં ખાલીપો લાગે, મૂંઝવણ થાય અને માનસિક અસંતોષ જન્મે; જેમાંથી પોતાને ડીપ્રેશનનો અને કુટુંબીજનોને કલેશનો ભોગ બનવું પડે. | નિવૃત્તિ પછી ઠીક આવક હોય તો કમાવાની તૃષ્ણાનું નિયમન કરી પરોપકારની પ્રવૃત્તિ અને આત્મકલ્યાણ માટે સત્સંગ-ભક્તિ-તીર્થયાત્રા આદિમાં જોડાવું અને કુટુંબને જરૂરિયાત અનુસાર ઉપયોગી થવું. વિચારવાન-વિવેકી તો ૩૫ વર્ષની ઉંમર થાય ત્યારથી જ થોડું સારું વાંચન, અવારનવાર સત્સંગ, મંદિર, તીર્થ કે ધર્મસ્થાનકની સેવા ; , , Page #62 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૫૫ વગેરેમાં પ્રસંગોપાત રસ લઇ ધર્મરુચિ કેળવતો થઇ જાય છે; અને નિવૃત્તિ મળતાં, સાધનામાં પદ્ધતિસર અને ચીવટથી વિશેષપણે લાગી જાય છે. ભારતીય જીવનપદ્ધતિનું અંતિમ લક્ષ પરમાત્મદર્શન દ્વારા સાચી શાંતિ, દિવ્યજ્ઞાન અને છેવટે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરવી તે છે; માટે જ મહર્ષિઓએ સામાન્ય મનુષ્યને માટે ચાર આશ્રમોની વ્યવસ્થા કહી છે, જેનાથી ક્રમશ: દિવ્ય જીવનનો વિકાસ થઇ શકે છે. મૃત્યુ આપણું અસ્તિત્વ મટાડી શકતું નથી; કારણ કે આપણે અજર, અમર, આનંદદાન અને દિવ્યજ્યોતિ સ્વરૂપ છીએ. આવા અચિંત્ય માહાભ્યવાળા આપણા સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરીને આપણે મૃત્યુંજયી બનીએ. ઉપસંહારમાં એમ કહી શકાય કે જો આપણે આ ઉંમરમાં, દુન્વયી ફરજાને ગૌણ કરીએ, યથાશક્તિ સંસ્થા, સમાજ અને રાષ્ટ્ર તરફના ઋણને અનાસક્તભાવે અદા કરીએ અને દેહદેવળમાં બિરાજમાન પરમાત્માના દર્શન કરવા માટે સત્સંગ-સદ્ગુણપ્રાપ્તિ અને વિચારોને જીવનમાં અગ્રિમતા આપીએ તો મનુષ્યભવ સફળ થાય અને સાચા અર્થમાં Retirement કાયમી બને. યથા – यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम - શ્રીમદ્ ભગવદ્ગીતા Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૬ આપણો સંસ્કાર વારસો ૧૯. પોતાના આરોગ્યનું જતન કરો. - - - જીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા નીરોગી શરીર ઉપકારી બને છે તેથી જ મહાપુરુષોએ કહ્યું - * શરીર એ જ ધર્મકરણ માટેનું પ્રથમ સાધન છે. *પહેલું સુખ તે જાતે નર્યા. * Health is wealth. આજનું શહેરી જીવન ઘણી જ ધાંધલ-ધમાલવાળું બની ગયું છે. સુખી જીવનની કલ્પનાઓ બદલાઇ ગઇ હોવાથી ખૂબ પૈસા કમાવા માટે જીવનમાં દોડધામ સિવાય બીજું કાંઇ દેખાતું નથી. ભોજન, શ્રમ, કુટુંબ-જીવન, સંસ્કાર, સુયોગ્ય રીતભાત વગેરેમાં એવી અનિયમિતતાઓ, વિકૃતિઓ, દંભ અને દેખાદેખી ઘર કરી ગયા છે કે ડીપ્રેશન, વિહવળતા, બ્લડ પ્રેશર, જઠરનું ચાંદુ, હૃદય-રોગ, શારીરિક સ્થૂળતા, ગુપ્ત રોગો આદિ અનેક વિષમતાઓનો બહોળો વ્યાપ થઇ ગયેલો જોવામાં આવે છે. આ બધાનો કોઇ મુખ્ય ઇલાજ હોય તો તે પોતાની જ સાચી સમજણ અને તેને અનુરૂપ આચરણ દ્રઢતાથી અમલમાં મૂકવું તે છે. કેટલીક અનુભૂત કૂંચીઓ બતાવું છું : Page #64 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો પ૭ છે ૨. ૧. આહાર ઃ ૧. નિયમિત સમયે ભોજન લઇએ. ૨. ભૂખ લાગી હોય તેટલું જ ખાઇએ. ૩. જીભને નહીં પણ પેટને પૂછીને ખાઇએ. ૪. તન-મનના આરોગ્ય માટે વધારે પડતું તીખું, તળેલું, મસાલાવાળું, પચવામાં ભારે હોય તેવું અને મોડી રાત્રે લેવું નહીં. ભરપેટ ખાઇને તરત સૂઇ જવું નહીં. ૫. શાકાહાર સંપૂર્ણ અને સુપાચ્ય આહાર છે, તેનાથી કબજિયાત અને શારીરિક સ્કૂળતા નિવારી શકાય છે. પાતળું શરીર દીર્ધાયુ થવામાં વિશેષ ઉપકારી છે. તાજી, મોળી, મલાઇ વગરની છાશ એક ઉત્તમ આરોગ્યપ્રદ પીણું છે. વિશ્રામ અને આળસ : યોગ્ય નિદ્રાથી શારીરિક થાક ઉતરે છે અને પુનઃ ફર્તિથી કામ કરી શકાય છે. ઉંમર, વ્યવસાય, સંજોગો, આહાર વગેરેની સાથે તાલ મેલ બેસે તેટલી ઊંઘ લેવી; છતાં જિંદગી જાગતા રહીને સારાં કામો કરવા માટે છે એમ જાણી, વધારે ઊંઘથી દૂર રહેવું. માનસિક અને શારીરિક થાક ઉતારવા રોજ ૫-૧૦ મિનિટ માટે શવાસન કરવાથી ખૂબ લાભ થાય છે. ૩. શારીરિક પરિશ્રમ ઃ ૧. જેમ મશીન ચાલતું ન રહે તો તેને કાટ ચડી જાય, તેમ જે શરીરને યોગ્ય કસરત કે શ્રમ ન મળે તે સ્થળ, ફુર્તિ વગરનું અને રોગોનું ઘર બની જાય. ૪૫ વર્ષથી મોટાં હોય તેમને માટે હળવા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આપણો સંસ્કાર વારસો ૪. આસનો કે બે-ત્રણ કિ.મી. ચાલવું, કે બગીચાની સંભાળ લેવા જેવી હળવી કસરતો નિયમિત કરવી. ખૂબ ઉપયોગી અને આનંદદાયક છે. આવો શ્રમ ફૂર્તિદાયક અને ઉપકારી છે. યુવક-યુવતિઓ પોતાને મનગમતી દંડબેઠક, સ્વીમીંગ, વેઇટ-લીફટીંગ, ટેનીસ, કુસ્તી, દોડ કે વિવિધ આસનો જેવી ભારે કસરતો પણ કરીને ફર્તિ અને આનંદનો અનુભવ કરી શકે. ૨. ભોજન અને કસરતો વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો આંતરો રાખવો. ૩. બહુ હાંફી જવાય કે છાતીમાં દુખાવો થાય તો તુરત કસરત બંધ કરી દેવી. આજીવિકાનો ઉધમ સામાન્યપણે આઠથી દસ કલાકનું કામ પોતાની આજીવિકા માટે યોગ્ય ગણાય. અપવાદરૂપે સીઝનમાં, અમુક ખેતીના કામમાં કે નવી નોકરી-ધંધો કે પ્રારંભિક શહેરીજીવનમાં ત્રણેક કલાક વધારે કામ પણ કરવું પડે. All Work and no Play makes Jack a dull boy. કૌટુંબિક-જીવન, બાળકોનું ભણતર-ઘડતર, મિત્રોનો સમાગમ વગેરે માટે પણ થોડો સમય ફાળવવો. વધારે પડતા ઉજાગરા, રાત્રિના મોડા સુધી ટી.વી. જયા કરવું અને રાત્રે મોડેથી ક્લબમાંથી પાછા ફરવું – આ બધાથી આરોગ્ય અને સંસ્કારને નુકશાન પહોંચવાની ઘણી શક્યતાઓ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૫૯ (૫. માદક દ્રવ્યોનું અને કુટેવોનું સેવનઃ આ જમાનામાં વધારે પડતા કામના બોજા અને માનસિક ચિંતાઓથી બચવા માટે અને કાલ્પનિક મનોરંજન માટે માણસ, બીડી-સીગરેટનો અતિરેક, દારૂ, જુગાર, જર્દા, પાનમસાલા, માંસાહાર, ક્લબ-લાઇફ, બ્લ્યુ ફિલ્મ તથા સ્વચ્છેદાચાર તરફ વધારે અને વધારે ઢળી રહ્યો છે. સારા આરોગ્ય માટે બધામાંથી અક્કની જરૂર નથી. આ વાત બર્નાડ-શો, શ્રીમોરારજીભાઇ દેસાઇ, શ્રી ગુઝારીલાલ નંદા, શ્રી અટલબિહારી બાજપાઇ, શ્રી રવિશંકર દાદા, શ્રી મેનકા ગાંધી, તથા અનેક સ્વાતંત્ર્યસેનાનીઓ જેવી આધુનિક વ્યક્તિઓના જીવન પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે. આ બધી વસ્તુઓ તન-મનના સ્વાધ્ય ઉપર વધતે ઓછે અંશે હાનિકારક અસર કરે છે એમ હવે આધુનિક વિજ્ઞાન પણ કબૂલ કરતું જાય છે. વિવિધ સંશોધનો દ્વારા એ પુરવાર થઇ ચૂક્યું છે કે તમાકુનો ઉપયોગ (ખાવું,પીવું કે ઘસવું), દારૂનો ઉપયોગ અને ગુટકાનું સેવન તંદુરસ્તીની અવશ્ય હાનિ કરીને અકાળે ઘડપણ અને મૃત્યુને નોતરે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૨૦. આપણો પોષાક કેવો હોય ? માનવજીવનની પાંચ પાયારૂપ જરૂરિયાતો ગણવામાં આવી છે; રોટી-પડાં-મકાન-ઔષધ અને શિક્ષણ, જે સમાજના મનુષ્યોને આ બધી જરૂરિયાતો યોગ્ય રીતે અને પ્રમાણસર મળી રહે તે સમાજને, સામાન્યપણે સુખી સમાજ (Welfare state) ગણવામાં આવે છે. આપણો સંસ્કાર વારસો મનુષ્ય અતિ પ્રાચીન કાળથી કપડાં પહેરતો આવ્યો છે. તેનું મુખ્ય પ્રયોજન ઠંડી-ગરમીથી શરીરનું રક્ષણ કરવું, પોતાની લજ્જાશીલતા જાળવવી અને સમાજમાં પોતાની ફરજ, મોભો અને મહત્તાનું દિગ્દર્શન કરાવવું તે છે. અહીં તો માત્ર સભ્યતા અને સંસ્કારિતાના સંદર્ભને અનુલક્ષીને જ બે શબ્દો કહેવાં છે. ભાઇઓ અને બહેનો-બન્નેનું મુખ્ય કાર્યક્ષેત્ર જાદું જુદું છે. ઘર-કુટુંબનું સંચાલન અને લાલનપાલન એ વ્હેનોની અને તેના આજીવિકા-સંરક્ષણનું કાર્ય એ ભાઇઓની મુખ્ય ફરજ છે. આમ છતાં બન્નેએ હળીમળીને જ ગૃહસ્થાશ્રમનું સારી રીતે પાલન કરીને, જીવનને ઉન્નત અને ઊર્ધ્વગામી બનાવતા રહેવાનું છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ફેશનના નામે આજે અશ્લીલતા, અસભ્યતા અને આછકલાઇ એટલી હદે પ્રસરી ગયાં છે કે તેને નિર્લજ્જતા અને અંગ-પ્રદર્શનની હલકટ વૃત્તિ જ ગણવી જોઇએ. ભારતીય સભ્યતાને પ્રતિકૂળ અને વિઘાતક એવા ફેશન-શોની નિરર્ગળ પ્રવૃત્તિઓને મહિલા–મંડળોએ અને સમાજના સભ્યવર્ગે અવશ્ય નિયંત્રિત કરવી જોઇએ. નારીનું શ્રેષ્ઠ ભૂષણ તેની લજ્જાશીલતા જ છે એવું ભારતીય સંસ્કૃતિનું સ્પષ્ટ માનવું છે. જ્યારે તેનો મર્યાદાભંગ થશે, જે અમુક અંશે થઇ રહ્યો છે, ત્યારે ભવ્ય ભારતીય પરંપરાનો પણ મૃત્યુઘંટ જ સંભળાશે. માટે સમયસર જાગૃત થઇને સૌમ્ય, શાનદાર અને ઉન્નત એવી આપણી પરંપરાનું રક્ષણ કરવાનો અવશ્ય સંકલ્પ કરીએ. દરેક દેશમાં પોતપોતાની પરંપરા સ્વીકારાય છે. ભારતીય સંસ્કૃતિ નાવિન્ય, લાવણ્ય, લાલિત્ય કે વૈવિધ્યનો સ્વીકાર કરવા છતાં પણ આધુનિકતાના નામે ઇન્દ્રિયોને ખોટી રીતે બહેકાવીને ચારિત્રહીનતાની દિશામાં લઇ જનાર પોષાક, તે પહેરવાની રીત, ચલચિત્રો, જાહેરખબરો અને ગુન્હાપ્રેરક સાહિત્યનો અસ્વીકાર કરે છે. આવી વિષમતાઓને ખાળવા માટે બાળપણના સંસ્કારો, માબાપોની હૂંફ અને લલિતકળાઓનો યથાયોગ્ય વિકાસ કરીએ અને યુવાશક્તિને વિધેયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ અને રાષ્ટ્રના નવનિર્માણના કાર્યમાં જોડીએ તો કંઇક સારૂં ફળ આવે. આ કાર્યો માટે માત્ર સરકારી માધ્યમો અને સાધનો પૂરતા નથી, તેમાં અન્ય ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આપણો સંસ્કાર વારસો સંસ્થાઓએ પણ સહયોગ આપવો રહ્યો. સંસ્કારપીઠો, ગુરુકુળો, જાગૃત મહિલામંડળો, દ્રષ્ટિવાન, શિક્ષકો, સાચા સંતો, કથાકારો અને કેળવણી મંડળો સૌ કોઇ સહિયારો પુરુષાર્થ કરે તો, આ અને બીજા આવા મોટા દૂષણોને ધીમે ધીમે નિયમનમાં લઇ શકાય અને સમાજમાં શાંતિ-સૌહાર્દ, નિર્ભયતા અને પરસ્પર પ્રેમનું વાતાવરણ ઉભું થાય. - ભારતીય સંસ્કૃતિના પાયારૂપ મૂલ્યો ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્યજીવનમાં વધારે સારી રીતે અને સરળતાથી જાળવી શકાયા છે; જેથી ત્વરાથી ફેલાતા શહેરીકરણની ગતિ ધીમી. પાડી શકાય તો પણ આ કાર્ય ઓછી મહેનતે સિદ્ધ થઇ શકે. - ----------------- સાદો, સરળ, સોમ્ય, સ્વચ્છ, છતાં , કલાત્મક પોષાક ' એ આપણી ! સંસ્કારિતોનું ધોતક છે. ભારતની નારીનું સૌથી મોટું ભૂષણ તેની લજ્જાશીલતા છે. કર Page #70 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો સાદુ જીવન અને ઉચ્ચ વિચાર આ જમાનામાં ઉપરોક્ત જીવનશૈલી અપ્રિય અને ઘણાંની દ્રષ્ટિએ અવ્યવહારુ, હાસ્યાસ્પદ અને અશક્ય જેવી લાગે છે. કોઇ પણ ઉન્નત કે આદર્શરૂપ કાર્ય પ્રારંભમાં તો એવું જ લાગે, પણ દ્રઢ સંકલ્પથી, ધીરજથી અને વિવેકથી તે યથાપદવી સિદ્ધ કરી શકાય છે. આધ્યાત્મિકતાના મૂળમાં જ નિ:સ્વાર્થતા અને પરોપકાર રહ્યાં છે અને આ બે ગુણોને જીવનમાં મૂર્તિમંત કરવાનો પુરુષાર્થ તે જ સાદુ જીવન. વિચાર અને વિવેકની પૃષ્ટભૂમીમાં જ આવા જીવનની સંકલપના સાકાર થઇ શકે છે. તેના ભિન્ન ભિન્ન મુખ્ય ઘટકો નીચે પ્રમાણે છે. ૧. સાદું, સાત્ત્વિક, મિતાહારી ભોજન. ૨. સૌમ્ય, ઓછા મૂલ્યવાળો અને આવશ્યક પહેરવેશ ૩. સતત ઉદ્યમ, સમયનો બરાબર સદુપયોગ. ૪. બને ત્યાં સુધી પોતાનું કામ પોતાની જાતે જ કરવું, બીજાને ચીંધવું નહીં. ૫. હોટલ, સીનેમા, ક્લબ – આ બધાનો પરિચય સામાન્યપણે | કરવો નહિ અર્થાત ખપ પૂરતો જ કરવો. મનોરંજન માટે ખાનદાન મિત્રોને ઘેર જવું અને ઘરમાં જ સારી Page #71 -------------------------------------------------------------------------- ________________ ६४ આપણો સંસ્કાર વારસો ક * * વાનગીઓ બનાવીને ખાવી. બહાર ફરવા જવાનું મન થાય ત્યારે કોઇ પ્રાકૃતિક સુંદર સ્થળો, તીર્થધામો, સંસ્કારપીઠો, બાગબગીચાઓ, તળાવ-નદીઓ-પહાડો કે એવા સંસ્કારપ્રેરક સ્થળો પસંદ કરવાં; જેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે અને નવીનતાથી નિર્દોષ મનોરંજન પણ મળે. આમ કરવાથી બાળકોના શિક્ષણ-સંસ્કારમાં ફાજલ સમયનો સદુપયોગ થઇ જશે અને હલકા મનોરંજન માટે મનને અવકાશ રહેશે નહીં. ૭. વ્યક્તિગત જરૂરિયાતો સપ્રમાણ જ રાખવી; નહિતર કપડાં, બુટ-ચંપલ, કેસેટો, છાપા/ મેગેઝીન, દવાઓ, શૃંગારના પ્રસાધનો વગેરે ખૂબ જ વધી જશે અને તેનું ખર્ચ અને સાર-સંભાળ લેવામાં વધારે સમય અને શક્તિનો ભોગ આપવો પડશે, અને તેની વ્યવસ્થા ન જળવાતાં મનમાં એક જાતનો તનાવ પેદા થશે. કોઇને કોઇ સેવા, સંસ્કાર, સમાજ કલ્યાણ કે સાધનાના કાર્યક્રમમાં પોતાની જાતને જોડી દેવી. આમ કરવાથી જીવનનું ધ્યેય બંધાય છે, નિયમિતતા આવે છે, સત્કાર્યોમાં મન લાગેલું રહેવાથી કંટાળો આવતો નથી અને ખોટા મોજશોખ તરફ મન ઝાવાં મારતું નથી; જેથી વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. * Page #72 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૬૫ * * ૨૨. જીવનની સાર્થકતા માટેની દસ કુચીઓ જીવનને સફળ, શાંતિપૂર્ણ અને ખરેખરું મજેદાર બનાવવા માટેના થોડાક અનુભૂત કીમિયા પણ અહીં જ ટપકાવી દઉં ૧. માબાપ, વડીલો, વિદ્વાનો અને સંતોનું હંમેશા બહુમાન અને વિનય કરજે અને સ્વમાન તો સૌ કોઇનું જાળવજે. ૨. સોબત વિષે ખાસ કાળજી રાખજે. ખાનદાન અને ઉમદા આચાર-વિચારવાળાઓની જ કંપની રાખજે. ૩. ઘરમાં, સંસ્થામાં, કે સમાજમાં સૌની સાથે પ્રેમથી રહેજે. નાના મોટાનો ભેદ કર્યા વિના સૌને યોગ્ય સગવડ, સન્માન, હૂંફ, ફરજની સોંપણી અને હક્ક મળે તેવું આયોજન અને પ્રર્વતન કરજે. ૪. ઘસાઇને રાજી થજે, કારણ કે જીવન વિકાસનો મૂળ મંત્ર આ જ છે. જો કે પાયાના પત્થર બનીને રહેવું, સહન કરવાની ટેવ પાડી તેને વળગી રહેવું એ કઠિન કાર્ય છે પણ સફળતાના ઉંચા શિખરો તે વિના સર કરી શકાતા નથી. દુનિયા જેને દુ:ખ ગણે છે તે ખરેખર દુ:ખરૂપ નથી, માત્ર પ્રસૂતિ પહેલાની પીડા કે સિદ્ધિની Page #73 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો s પ્રાપ્તિ પહેલાના તપ જેવું છે. | ૫. જિંદગીની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે. એક મિનિટ પણI નકામી ન જાય અને તારા જીવનના ધ્યેયની દિશામાં કંઇક ને કંઇક પ્રગતિ થતી રહે તેનું ખાસ ધ્યાન રાખજે. આ માટે ઘણાં વર્ષો સુધી રોજનીશી કે ડાયરી લખવાથી થતા ફાયદાનો લેખકને અનુભવ છે. છેલ્લા લગભગ ત્રેવીસ વર્ષથી તો જીવન જ ખુલ્લી કિતાબ બની ગયું છે અને તેથી તે લખાતી નથી તો પણ તે (સમય) ના હિસાબનું ચિંતન તો કર્યા જ કરું છું. સારાં પુસ્તકોનો શોખ : તારા ઘરમાં ઉત્તમ પુસ્તકો વસાવજે. બીજા પુસ્તકો મળે, મહાપુરુષોના ચારિત્રો ધ્યાનપૂર્વક વાંચજે અને વિચારજે, તો જરૂર તને ઉન્નત જીવન જીવવાનું ખૂબ જ બળ મળશે. જ્યારે ત્વરાથી જીવનવિકાસ કરવાનો નિર્ણય કરે ત્યારે, કોઇ સાચા સંતના કે અનુભવીના આશ્રયે પદ્ધતિસરનું વાંચન કરી તારા હૃદયના જ્ઞાન ભંડારને સમૃદ્ધ કરજે. ૭. મન-વચન-કાયાથી નિયમિત બનજે. મનમાં પોતાના અને સૌના કલ્યાણના વિચારોને જ સ્થાન આપજે. આમ કરવાથી તારી વાણી પણ સૌમ્ય, સાચી, શ્રેયસ્કર અને સાંભળનારને શીતળ કરનારી બનશે. નિયમિત પ્રવૃત્તિ તને જીવનના દરેક ક્ષેત્રમાં મહાન બનાવશે, બધા કામ સમયસર પૂરા કરી શકીશ, કાર્યક્ષમતા ખૂબ Page #74 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો વધી જશે, સહજપણે સુયશ ફેલાશે અને જિંદગીની ગાડી સફળતાની દિશામાં જલ્દી જલ્દી દોડવા લાગશે. ૮. આશાવાદી અભિગમ : દરેક કાર્ય પોતાની શક્તિ, સાધન અને પ્રયોજનને લક્ષમાં રાખીને ચાલુ કરવું. એક વાર જેનો પ્રારંભ કર્યો તે કાર્યમાં પ્રારંભમાં અનેક મુશ્કેલીઓ આવે તો પણ ધીરજ અને ખંત રાખીને તેમાં લાગ્યા રહેવું અને અન્યનો સહયોગ લેવામાં પણ સંકોચ અનુભવવો નહીં. થાક, કંટાળો, વિરોધ, ટાંચા સાધનો અને સમયસર સફ્ળતા ન મળે તો પણ પ્રમાણિક અને વ્યવસ્થિત ઉદ્યમથી કાર્યની યથાપદવી સિદ્ધિ થઇ જાય છે. ૯. વ્યસનરહિતપણું : જેના જીવનમાં મોટા વ્યસન હોય તે પરાધીન, વ્યગ્ર, ચંચળ ચિત્તવાળો, નાદુરસ્ત, ખર્ચાળ અને ચીડિયા સ્વભાવવાળો બની જાય છે. માટે પ્રયત્ને કરીને પણ દારૂ, જાગાર, માંસાહાર, શિકાર, ચોરી કે વિષયલંપટતા જેવા ભંયકર દુર્ગુણો પોતના જીવનમાં ન પેસી જાય તેની સતત કાળજી રાખજે. : ૧૦. ઠંડુ અને સ્વસ્થ દિમાગ : આવેશમાં આવી જવાથી એક જાતનું ગાંડપણ આપણા પર સવાર થઇ જાય છે. વાણી કે વર્તનનો ખ્યાલ રહેતો નથી અને અયોગ્ય કાર્ય થઇ જવાથી પોતાને અને અન્યને નુકસાન થઇ જાય છે. આવા મનુષ્યની મિત્રતા કોઇ કરતું નથી, તે એકલોઅટૂલો પડી જાય છે અને પ્રસન્નતાનો નાશ થઇ જવાથી ६७ Page #75 -------------------------------------------------------------------------- ________________ 雜 ૬૮ આપણો સંસ્કાર વારસો તે પોતાના કાર્યોમાં સફળ બની શકતો નથી. મનની અને તનની તંદુરસ્તી માટે શવાસન (Relaxation) એક ઉત્તમ, સરળ, સર્વસુલભ અને પ્રયોગસિદ્ધ ઉપાય છે. સવાર-સાંજ પાંચ-પાંચ મિનિટના પ્રયોગથી અનેક લાભ થાય છે. - તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિજ્ઞાનનું, અને સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. કરૂણામય શુદ્ધ સચ્ચિદાનંદ, પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૨૩. અહો ગુજરાતીઓ ! ભારતના પશ્ચિમ કાંઠે, વિસ્તીર્ણ દરિયાકાંઠાવાળો (૧૬૬૩ કિ.મી.) આ ગુર્જરપ્રદેશ પ્રાચીન છે, પુનિત છે, હરિયાળો છે, ધર્મસંસ્કારવાળો છે, શિલ્પસ્થાપત્યથી સમૃદ્ધ છે તેમજ સંતોની, સતીઓની અને શૂરાઓની ભૂમિ પણ રહ્યો છે. આવા ભવ્ય પ્રાઐતિહાસિક અને પ્રાચીન-અર્વાચીન પરંપરાવાળા ગુજરાતનું વર્તમાન (છેલ્લા ૪૦ વર્ષ) અને ભવિષ્ય કેવાં છે ? ૬૯ જરા પ્રમાદ અને પક્ષપાતને છોડીને વિવેકપૂર્વક વિચારીએ. આપણે ગુજરાતીઓ ભલે વારસાગત રીતે વેપારી માનસવાળા છીએ, એ આપણી વિશેષતા છે, પરંતુ એટલામાં આપણે સીમિત થઇ જવાનું નથી. ઇ.સ. ૧૯૪૦ પછી જન્મેલી ગુજરાતની કેટલી વ્યક્તિઓએ જીવનના ઉચ્ચ મૂલ્યો સર કર્યાં? સંસ્કાર, સાહિત્ય, વૈવિધ્યપૂર્ણ કળાઓ, વિજ્ઞાન, સંરક્ષણ, રાજ્યકારભાર, અર્થતંત્ર, રાષ્ટ્રીયતા, આરોગ્ય, શિક્ષણ, જીવનઘડતર, રમતગમત અને અધ્યાત્મ બધા ક્ષેત્રોમાં આપણે અત્યારે ક્યાં ઉભા છીએ ? * આઇ. એ. એસ., આઇ. પી. એસ. અને આઇ. એફ. આ Page #77 -------------------------------------------------------------------------- ________________ 98 * એસ. તથા લશ્કરી પાંખોમાં આપણું પ્રતિનિધિત્વ લગભગ એક ટકા જેટલું હશે. તેવી જ રીતે દિલ્હીમાં આપણું રાજકીય પ્રતિનિધિત્વ, (વર્તમાન કેન્દ્ર-સરકાર અપવાદરૂપ છે) વગ કે વર્ચસ્વ પણ તેટલું જ હશે. રાષ્ટ્રીય-સમાચારના સંકલનકારોમાં કોઇ ગુજરાતી દેખવામાં આવતો નથી. આપણો સંસ્કાર વારસો * ફાઇન આર્ટ્સ કે કોમર્શિયલ આર્ટ્સ અર્થાત્ સંગીત, શિલ્પ કે ચિત્રકળામાં પણ કોઇ મોટી ગુજરાતી હસ્તી વિષે ખાસ જાણવામાં આવતું નથી, * કંઇક સંતોષ વેપાર કે ઉદ્યોગના ક્ષેત્રે લઇ શકાય તેમ છે અથવા વિદેશસ્થિત ડૉક્ટરો-એન્જિનિયરોમાં ગુજરાતીઓનું ઠીક-ઠીક પ્રમાણ છે. શાકાહારના ક્ષેત્રમાં, પ્રમાણિક અર્થ-વિનિમયમાં અને કંઇક માનવસેવાના ક્ષેત્રે પણ થોડો સંતોષ લઇ શકાય. અહીં જે મુદ્દા પર ખાસ કહેવું છે તે મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગની યુવાનપેઢીને લક્ષમાં રાખીને કહેવાનું છે. હે યુવામિત્રો ! બિહાર-ઓરિસ્સા જેવા રાજ્યોની ગરીબાઇના અભિશાપથી અને સામાન્ય જીવનનિર્વાહની ચિંતાથી તમો મુક્ત છો, કંઇક એવું ઉત્તમ કાર્યકલાપનું આયોજન કરો કે જેથી તમને પુષ્કળ પ્રખ્યાતિ મળે અને આપણો પ્રાંત પણ ગૌરવથી પોતાનું મસ્તક રાષ્ટ્રીય સ્તરે ઉન્નત રાખી શકે. જેમ કે ઃ પણ ...... Page #78 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૭૧ ૧. જીવનમાં કોઇ એક ઉન્નત ધ્યેયનું લક્ષ બાંધો અને તે માટે યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરવા કમર કસો. *The days of our youth are the days of our glory' એ સત્ય સિદ્ધાંતનો સ્વીકાર કરીને, રોજ ૧૬ કલાક કામ કરો અને મક્કમતાપૂર્વક અને શીધ્ર ગતિએ જીવનના ધ્યેયને સિદ્ધ કરો. ૩. તથાકથિત મનોરંજનના સાધનોથી દૂર રહો. ધ્યેયનિષ્ઠ અને સમર્પિત મનુષ્યોના સમાગમનો લાભ લઇ પ્રેરણા મેળવો. તમે નિદોર્ષ આનંદ અને પ્રસન્નતા માટે યોગ્ય સાધનોને સ્વીકારો પણ જીવનલક્ષ્ય ન ચૂકો. યાદ 214, 'Duty is Diety'. માદકદ્રવ્યોનું સેવન તમને ગુલામીની જંજીરોમાં અને રોગોની જાળમાં ફસાવી દેશે; દેખાદેખીથી દૂર રહો અને તથાકથિત સુધરેલા સમાજની ક્લબલાઇફ અને તેવા દૂષણો માટે સમય જ ન ફાળવો. હળવા આસન, વ્યાયામ, બાળકો સાથે ગમ્મત કે કોઇ કળાકાર સાથેના કે એવા કોઇ નિર્દોષ સાધનના અવલંબનથી જરૂરી મનોરંજન પ્રાપ્ત કરી લો. સારા પુસ્તકોનું નિયમિત વાંચન કરવાથી તમને અત્યંત પ્રેરણા, સ્કૂર્તિ, મનોરંજન અને દ્રઢ મનોબળની પ્રાપ્તિ થશે. હવે દ્વારકાધીશ શ્રીકૃષ્ણ, મૌર્યો અને ગુપ્તો, શ્રીમાળો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આપણો સંસ્કાર વારસો દિલ :: 2E - અને ગુર્જરો, ચાવડાઓ અને સોલંકીઓ, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ, અહમદશાહ આદિ સુલતાનો, નરસિંહ અને મીરા, સહજાનંદ સ્વામી, દયાનંદ અને જલારામ, રાજચંદ્ર અને ગાંધી, નર્મદ અને નાનાલાલ, કાલેલકર અને આનંદશંકર ધ્રુવ, મેઘાણી અને રવિશંકર રાવળ, સરદાર પટેલ અને કનૈયાલાલ માણેકલાલ મુન્શી, મોરારજીભાઇ અને ડો. જીવરાજ મહેતા, શ્રી મોટા અને શ્રી રંગ અવધૂત આદિ મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઇને પોતાના જીવનની ઉન્નત કેડી કંડારવાની પ્રેરણા આજની પેઢી ઝીલે અને પ્રતિજ્ઞારૂપે તેને નિભાવી ઉન્નત જીવન બનાવે તે જ ભાવના સહિત. Best of Luck to you. Page #80 -------------------------------------------------------------------------- ________________ આપણો સંસ્કાર વારસો ૭૩ --- - ગુરુકુળ અને તેની ઉપયોગિતા - તને જ કરી * ૨૪. આ સંસ્થા સંસ્કારપ્રેરક આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરીકે કાર્યવાહી કરે છે. સ્કૂલના વિદ્યાર્થીઓને સારા સંસ્કાર પડે તે માટે નાનું ગુરુકુળ ચલાવે છે જેમાં બાળકો પોતાના અભ્યાસ સાથે દૈનિકપ્રાર્થના, ગુરુવંદના, આરતિ વગેરે કરે છે. અને સુયોગ્ય શિક્ષકો અને ગૃહપતિ પાસેથી સારી વાર્તાઓ, ભક્તિપદો અને સંતોના દર્શન દ્વારા વિવિધ પ્રકારના સાત્ત્વિકતાના સ્પંદનોને ગ્રહણ કરી, ભાવિમાં પોતાના કુટુંબની અને રાષ્ટ્રની સેવા કરી શકે તેવા ઉચ્ચ કક્ષાના નાગરિકો તરીકેની સમુચ્ચય કેળવણી પ્રાપ્ત કરે છે. આર્થિક રીતે સામાન્ય સ્થિતિના બાળકોને વિશેષપણે ઉપયોગી થવાના અમારા આ નમ્ર પ્રયાસને સમાજ વધાવશે તેવી ભાવના સહિત. હવે આપણે ગુરુકુળ સ્થાપી રહ્યા છીએ અહો પ્રેમાળ અને | જવાબદાર તેવા બાળકોને આપણે ઘણા શક્તિશાળી અને સુંદર કાર્યો કરવા સમર્થ કરીએ છીએ. જ્યાં આપણે આપણા અંતરમાં | ઊંડા ઉતરી નિસ્વાર્થ ભાવે આનંદમય જીવન જીવતા શીખવવાનો પ્રયોગ કરી પ્રયોગવીર બનાવીએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આપણો સંસ્કાર વારસો ૧૨ મહામંત્રો જીવનની ઉન્નતિના ૧) પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. ૨) આવક કરતાં ખર્ચ ઠીક ઠીક ઓછો રાખજો; જેથી જીવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે. ૩) જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશન સ્વયં હલ થઈ શકે. ૪) સંપત્તિનું જતન કરો છો તેટલું જ જતન, સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો. ૫) ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. ૬) સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો. ૭) જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખી, તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો. ૮) તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપપુરતી અને આદરદેવાવાળી રાખજો. ૯) ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર અને નિયમિત વાંચન કરો. ૧૦) શ્રધ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સળતા માટે પાયારૂપે સ્વીકારો. ૧૧) ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો. ૧૨) પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો, જેથી વિશ્વમેત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે. Page #82 -------------------------------------------------------------------------- ________________ બ્રક સાધના તે તા કેન્દ્ર - ક), ઇદ્ર આધ્યાતિ) ધ્યાન કોબા - 3, સત્સંગ ભક્તિ સંગીત સ્વાધ્યાય શ્રીમદ્ રાજચું 82009 સેવા ‘આત્મા છું, આપનો સેવક છું, સોનો મિત્ર છું.” Bits 'N Bytes Ahmedabad : Phone - 6588376