________________
૭૪
આપણો સંસ્કાર વારસો
૧૨ મહામંત્રો જીવનની ઉન્નતિના
૧) પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. ૨) આવક કરતાં ખર્ચ ઠીક ઠીક ઓછો રાખજો; જેથી જીવન
ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે. ૩) જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો
પ્રશન સ્વયં હલ થઈ શકે. ૪) સંપત્તિનું જતન કરો છો તેટલું જ જતન, સંતતિને સંસ્કારિત
બનાવવા માટે કરજો. ૫) ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. ૬) સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ
રાખશો. ૭) જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખી, તેની સંપૂર્ણ શરણાગતિ
કેળવો. ૮) તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપપુરતી અને આદરદેવાવાળી
રાખજો. ૯) ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર અને નિયમિત વાંચન કરો. ૧૦) શ્રધ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સળતા માટે પાયારૂપે સ્વીકારો. ૧૧) ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો. ૧૨) પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો, જેથી વિશ્વમેત્રી અને
ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org