________________
४४
આપણો સંસ્કાર વારસો
at Public & Private levels) સ્તરે આયોજન થવું જોઇએ.
આ બાબતમાં હિંદુ અને જૈન ધર્મના સાધુઓ, જે પાદવિહારી હોય તેઓ ઘણાં ઉપકારી બની શકે. વળી, મોટા તીર્થયાત્રાના સંઘો (દા.ત. મુંબઇ-કાશી, મદ્રાસ-મેદશિખર, હિમાલયની તળેટીના તીર્થોના પ્રવાસો) નું આયોજન પણ પ્રશંસનીય છે. પ્રાચીન ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વના સ્થળોના પ્રવાસથી જ્ઞાન-ગમ્મતની વૃદ્ધિ સાથે વિદ્યાર્થીઓમાં પ્રર્વતીયઆરોહણ, મોટી નદીઓ-જંગલો અને મહાપુરુષોના સ્મારકો વિષેનું જ્ઞાન વધે, સાહસવૃત્તિ વધે અને આ રીતે તેમના જીવનનો બહુમુખી વિકાસ થવામાં વેગ આવે.
યોગાસનો, સામાન્ય માનવતાપૂર્ણ વ્યવહાર અને આપણા સૌ કોઇના જીવનમાં ઉપકારી અને ઉન્નતિકારક એવા ઉચ્ચ મૂલ્યોનું પ્રયોગાત્મક શિક્ષણ ખૂબ જ આવશ્યક છે. અઠવાડિયામાં તેના બે-ત્રણ પીરિયડો રાખવામાં આવે અને પ્રાચીન તથા અર્વાચીન મહાપુરુષોના જીવનની માહિતી દ્રવ્યશ્રાવ્ય માધ્યમોથી પણ આપવામાં આવે તો તે વિશેષ પ્રેરણાત્મક, પ્રસન્નતાદાયક અને ચારિત્રઘડતરમાં ખૂબ ખૂબ ઉપયોગી બની શકે. જીવનઘડતરમાં વિવિધપણે ઉપયોગી અને ઉપકારી
એવા રાષ્ટ્રીયતા, શૂરવીરતા, સાહસિકતા, સત્યનિષ્ઠા, | સચ્ચારિત્રતા, ઉદારતા, ન્યાયપ્રિયતા, પ્રમાણિકતા, સાદાઇ,
ધ્યેયનિષ્ઠા, નમ્રતા, વિશ્વબંધુત્વ આદિ સદ્ગણોનો જીવનમાં સંચાર થાય. ગુણિયલજનોનું સન્માન થઇ શકે એવા વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
Form
www.jainelibrary.org