________________
આપણો સંસ્કાર વારસો
૪3
આપણા ગુજરાતમાં તો તે વાત સ્પષ્ટપણે જણાઇ આવે છે. આ બાબત સરકારીતંત્રે તો જાગૃત થવું જ જોઇએ, પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓ જો આમાં સારું યોગદાન આપે તો જલ્દીથી સુધારણા થઇ શકે. વિવિધ પ્રકારે આ પ્રવૃત્તિઓને બિરદાવવી જોઇએ અને વિપુલ પ્રમાણમાં પુરસ્કારાદિ આપવાનું આયોજન કરવું જોઇએ.
આપણા દેશનો ઐતિહાસિક, ભૌગોલિક, ભાષાકીય, સાંસ્કૃતિક આદિ દ્રષ્ટિઓથી વિચાર કરીએ તો તો એક દેશ કરતા એક ઉપખંડ જેવો વધારે છે. અનેક પ્રકારના ધર્મમતની માન્યતાવાળા લોકો આપણે ત્યાં વસે છે. આવી વિવિધતાઓમાં પણ એકતા જાળવી રાખવા માટે આપણે શૈક્ષણિક અને પર્યટણના ક્ષેત્રે પણ ખૂબ પ્રયત્નો કરવા પડશે; જેથી વિવિધ જિલ્લાઓ અને પ્રાંતના લોકો એકબીજાની સાથે નિકટતાથી હળીમળી શકે, એકબીજાના તહેવારો અને સામાજિક પ્રસંગોમાં આવતા-જતા થાય અને એકબીજાના રીતરિવાજ આદિ વિષે પૂરતા પ્રમાણમાં માહિતગાર થઇ શકે. આવું ભાવાત્મક ઐક્ય લાવતા ઘણો સમય લાગે. આ બાબતમાં રેલ્વે-મુસાફરી, લશ્કરી-ભરતી અને બદલીઓ, આઇ.એ.એસ. ઓફીસરોની આંતરપ્રાંતીય કાર્યવાહી અને નિયુક્તિઓ તો ઉપયોગી છે જ; પરંતુ વિદ્યાર્થી-અવસ્થાથી માંડીને જ સ્કૂલ, કોલેજ અને યુવકમંડળોના આંતર-પ્રાંતીય પ્રવાસો અને સાંસ્કૃતિક આપલે (વિનિમય) માટેના કાર્યક્રમોનું સરકારી અને ખાનગી (Both
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org