________________
આપણો સંસ્કાર વારસો
સમારંભોનું આયોજન જાહેરમાં થાય તો વિદ્યાર્થીઓ અને યુવક-યુવતીઓને જીવનમાં મહાન બનવાની પ્રેરણા મળે. આવી પ્રવૃત્તિઓથી જીવનવિકાસ અને જીવનની ઉન્નતિ સાધવાનો તેઓનો ઉત્સાહ ઘણો વધી જાય. જો આપણે આમ કરી શકીએ તો સમસ્ત સમાજમાં અને રાષ્ટ્રમાં સચ્ચારિત્રતાની મહત્તાનું અને તે પ્રાપ્ત કરવા માટેની એક તંદુરસ્ત હરીફાઇનું મોજું ફરી વળે; જેવું કે ગાંધીયુગમાં સ્વાતંત્ર્યસંગ્રામનું ફરી વળ્યું હતું તેવું.
તું યુવાન હો તો તારી દ્રષ્ટિ વિધાર્જન, 1 સતત ઉધમ અને કુટુંબ-રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ભણી સતત રાખજે.
શિક્ષક સંત અને ન્યાયધીશના જીવનમાં સડો પેસે તે સમાજ નષ્ટ થાય છે.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org