________________
આપણો સંસ્કાર વારસો
૬૫
*
*
૨૨. જીવનની સાર્થકતા માટેની દસ કુચીઓ
જીવનને સફળ, શાંતિપૂર્ણ અને ખરેખરું મજેદાર બનાવવા માટેના થોડાક અનુભૂત કીમિયા પણ અહીં જ ટપકાવી દઉં
૧. માબાપ, વડીલો, વિદ્વાનો અને સંતોનું હંમેશા બહુમાન
અને વિનય કરજે અને સ્વમાન તો સૌ કોઇનું જાળવજે. ૨. સોબત વિષે ખાસ કાળજી રાખજે. ખાનદાન અને ઉમદા
આચાર-વિચારવાળાઓની જ કંપની રાખજે. ૩. ઘરમાં, સંસ્થામાં, કે સમાજમાં સૌની સાથે પ્રેમથી રહેજે.
નાના મોટાનો ભેદ કર્યા વિના સૌને યોગ્ય સગવડ, સન્માન, હૂંફ, ફરજની સોંપણી અને હક્ક મળે તેવું
આયોજન અને પ્રર્વતન કરજે. ૪. ઘસાઇને રાજી થજે, કારણ કે જીવન વિકાસનો મૂળ
મંત્ર આ જ છે. જો કે પાયાના પત્થર બનીને રહેવું, સહન કરવાની ટેવ પાડી તેને વળગી રહેવું એ કઠિન કાર્ય છે પણ સફળતાના ઉંચા શિખરો તે વિના સર કરી શકાતા નથી. દુનિયા જેને દુ:ખ ગણે છે તે ખરેખર દુ:ખરૂપ નથી, માત્ર પ્રસૂતિ પહેલાની પીડા કે સિદ્ધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org