________________
આપણો સંસ્કાર વારસો
ર૫
'
'મારા
રાજ
:
* :
મહત્તા શેની ? મહામૂલી આ માનવીની જિંદગી પામીને કંઇક એવું મેળવવું જોઇએ, કંઇક એવું કરવું જોઇએ કે જે અમૂલ્ય હોય, અપૂર્વ હોય, શાશ્વતનો અનુભવ કરાવનાર હોય અને સૌ કોઇને પણ પ્રસન્નતા પ્રદાન કરનારું હોય.
આવા વિચારપૂર્વક જ્યારે આપણે જીવન જીવતા હોઇએ ત્યારે જ આપણે સાચા માનવ બની શકીએ છીએ. જો કેવળ તુચ્છ સ્વાર્થમાં, માત્ર પોતીકું પેટ ભરવામાં જ, કે પશુની માફક પોતાનું અને પોતાના બચ્ચાઓનું જતન કરવાના કાર્યોમાં જ જીવનની બધીય ક્ષણો વીતી જતી હોય તો તેવા જીવનમાંથી કોઇ સુંગધ પ્રસરી શકે નહીં અને અન્યને પણ આપણા માધ્યમથી આનંદની કંઇ ઝલક મળી શકે નહીં.
માણસની જિંદગીને પર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારકોએ શ્રેષ્ઠ ગણી છે કારણ કે તે માત્ર મનના તરંગો અનુસાર જ નહીં, પણ સ્વતંત્ર વિચારથી સારા-નરસાનો ભેદ વિચારી સારામાં પ્રવર્તીને, નરસાથી નિવર્તી શકે છે. આ વિચારવિવેક-જ્ઞાન જ મનુષ્યને અન્ય સમસ્ત પ્રાણીસૃષ્ટિથી જાદો તારવી તેને સર્વશ્રેષ્ઠ પ્રાણી તરીકે પ્રસ્થાપિત કરે છે (The
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org