________________
૨૪
આપણો સંસ્કાર વારસો
કેળવવાથી સર્વત્ર સ્નેહ, મૈત્રી, વાત્સલ્ય અને સૌહાર્દનો અનુભવ થાય છે અને તે વ્યક્તિ અજાતશત્રુ બની જવાથી વિસ્તૃત સુયશની ભાગી બને છે. સમસ્ત જીવનવ્યવહાર પણ આવી ઉદાર અને બહુમુખી દ્રષ્ટિ ઉપર જ સારી રીતે નભે છે; કારણ કે એકની એક જ વ્યક્તિ પુત્ર પણ છે, પિતા પણ છે, પતિ પણ છે, કાકો પણ છે અને ભત્રીજો પણ છે, ગરીબ પણ છે અને તવંગર પણ છે, ગોરો પણ છે અને કાળો પણ છે; નાનો પણ છે અને મોટો પણ છે. આમ ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ વિચારતાં તે બધું તે તે દ્રષ્ટિએ સત્ય છે.
સહનશીલતા તે જ મનુષ્ય દાખવી શકે જેનામાં જતું કરવાની ટેવ હોય અને આવી શક્તિ કેળવવાથી જ તે મહાન બની શકે છે. ખાણનું સોનું અનેક ભઠ્ઠીમાંથી પસાર થાય ત્યારે સોનાની લગડી બને અને કાચા હીરા પર અનેક પહેલ પડે ત્યારે જ તેમાંથી ખરો ચળકાટ બહાર આવે. શેરડીનું ગળપણ અને ચંદનની શીતળતા ગમે તેવા સંજોગોમાં મટી શકતા નથી તેમ, સજ્જનો અનેક વિપત્તિઓને સમતાથી અને સ્વેચ્છાએ સહન કરીને શાશ્વત સત્યના દ્રઢ અવલંબનથી અંતે વિજયવંત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org