________________
આપણો સંસ્કાર વારસો
૨૩
હૃદયની વિશાળતા
જીવનના બહુમુખી વિકાસ માટે આ એક બહુ મહત્વનો ગુણ છે. જો કે આ ગુણનો વિકાસ ક્રમશઃ થઇ શકે છે તો પણ, જીવનને ઉચ્ચ શિખરે લઇ જવા તેની ખાસ આવશ્યકતા
સાચી સમજણ, વૈચારિક ઉદારતા અને સહનશીલતા – આ ત્રણના પાયા ઉપર જ હૃદયપૂર્વકનો પૂર્ણ વિકાસ સાધી શકાય છે. સાચી સમજણથી નાની નાની બાબતોમાં ખોટું લાગતું નથી, ખેદ થતો નથી કે ઉશ્કેરાટ આવી જતો નથી. તે સમજણ એવી કે જે કાંઇ બને છે તે ઠીક જ છે એમ સ્વીકારી, જીવનરૂપી નાટક તે પુણ્યપાપનું ફળ છે એમ જાણવાથી બીજાનો વાંક કાઢવાની અને પોતાના અહંકારપૂર્ણ કર્તુત્વની બુદ્ધિ દૂર થાય છે. આમ થવાથી જીવનના વિવિધ કોયડાઓનું સમાધાન સહજ અને સરળપણ થઇ જાય છે.
વૈચારિક ઉદારતા એ સામાના અસ્તિત્વનો યથાર્થ સ્વીકાર સૂચવે છે. મારું તે જ સાચું એમ નહીં પરંતુ બીજા દ્રષ્ટિકોણથી અન્યની વાત પણ સાચી છે – એમ જેટલું સારું છે તેટલું બધુંય મારે માન્ય છે, એવી સાપેક્ષદ્રષ્ટિવાળી સમજણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org