________________
૫૮
આપણો સંસ્કાર વારસો
૪.
આસનો કે બે-ત્રણ કિ.મી. ચાલવું, કે બગીચાની સંભાળ લેવા જેવી હળવી કસરતો નિયમિત કરવી. ખૂબ ઉપયોગી અને આનંદદાયક છે. આવો શ્રમ ફૂર્તિદાયક અને ઉપકારી છે. યુવક-યુવતિઓ પોતાને મનગમતી દંડબેઠક, સ્વીમીંગ, વેઇટ-લીફટીંગ, ટેનીસ, કુસ્તી, દોડ કે વિવિધ આસનો જેવી ભારે કસરતો પણ કરીને ફર્તિ અને આનંદનો અનુભવ કરી શકે. ૨. ભોજન અને કસરતો વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો આંતરો રાખવો. ૩. બહુ હાંફી જવાય કે છાતીમાં દુખાવો થાય તો તુરત કસરત બંધ કરી દેવી. આજીવિકાનો ઉધમ સામાન્યપણે આઠથી દસ કલાકનું કામ પોતાની આજીવિકા માટે યોગ્ય ગણાય. અપવાદરૂપે સીઝનમાં, અમુક ખેતીના કામમાં કે નવી નોકરી-ધંધો કે પ્રારંભિક શહેરીજીવનમાં ત્રણેક કલાક વધારે કામ પણ કરવું પડે.
All Work and no Play makes Jack a dull boy. કૌટુંબિક-જીવન, બાળકોનું ભણતર-ઘડતર, મિત્રોનો સમાગમ વગેરે માટે પણ થોડો સમય ફાળવવો. વધારે પડતા ઉજાગરા, રાત્રિના મોડા સુધી ટી.વી. જયા કરવું અને રાત્રે મોડેથી ક્લબમાંથી પાછા ફરવું – આ બધાથી આરોગ્ય અને સંસ્કારને નુકશાન પહોંચવાની ઘણી શક્યતાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org