SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો સંસ્કાર વારસો ૭૧ ૧. જીવનમાં કોઇ એક ઉન્નત ધ્યેયનું લક્ષ બાંધો અને તે માટે યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરવા કમર કસો. *The days of our youth are the days of our glory' એ સત્ય સિદ્ધાંતનો સ્વીકાર કરીને, રોજ ૧૬ કલાક કામ કરો અને મક્કમતાપૂર્વક અને શીધ્ર ગતિએ જીવનના ધ્યેયને સિદ્ધ કરો. ૩. તથાકથિત મનોરંજનના સાધનોથી દૂર રહો. ધ્યેયનિષ્ઠ અને સમર્પિત મનુષ્યોના સમાગમનો લાભ લઇ પ્રેરણા મેળવો. તમે નિદોર્ષ આનંદ અને પ્રસન્નતા માટે યોગ્ય સાધનોને સ્વીકારો પણ જીવનલક્ષ્ય ન ચૂકો. યાદ 214, 'Duty is Diety'. માદકદ્રવ્યોનું સેવન તમને ગુલામીની જંજીરોમાં અને રોગોની જાળમાં ફસાવી દેશે; દેખાદેખીથી દૂર રહો અને તથાકથિત સુધરેલા સમાજની ક્લબલાઇફ અને તેવા દૂષણો માટે સમય જ ન ફાળવો. હળવા આસન, વ્યાયામ, બાળકો સાથે ગમ્મત કે કોઇ કળાકાર સાથેના કે એવા કોઇ નિર્દોષ સાધનના અવલંબનથી જરૂરી મનોરંજન પ્રાપ્ત કરી લો. સારા પુસ્તકોનું નિયમિત વાંચન કરવાથી તમને અત્યંત પ્રેરણા, સ્કૂર્તિ, મનોરંજન અને દ્રઢ મનોબળની પ્રાપ્તિ થશે. હવે દ્વારકાધીશ શ્રીકૃષ્ણ, મૌર્યો અને ગુપ્તો, શ્રીમાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy