________________
આપણો સંસ્કાર વારસો
ફેશનના નામે આજે અશ્લીલતા, અસભ્યતા અને આછકલાઇ એટલી હદે પ્રસરી ગયાં છે કે તેને નિર્લજ્જતા અને અંગ-પ્રદર્શનની હલકટ વૃત્તિ જ ગણવી જોઇએ. ભારતીય સભ્યતાને પ્રતિકૂળ અને વિઘાતક એવા ફેશન-શોની નિરર્ગળ પ્રવૃત્તિઓને મહિલા–મંડળોએ અને સમાજના સભ્યવર્ગે અવશ્ય નિયંત્રિત કરવી જોઇએ. નારીનું શ્રેષ્ઠ ભૂષણ તેની લજ્જાશીલતા જ છે એવું ભારતીય સંસ્કૃતિનું સ્પષ્ટ માનવું છે. જ્યારે તેનો મર્યાદાભંગ થશે, જે અમુક અંશે થઇ રહ્યો છે, ત્યારે ભવ્ય ભારતીય પરંપરાનો પણ મૃત્યુઘંટ જ સંભળાશે. માટે સમયસર જાગૃત થઇને સૌમ્ય, શાનદાર અને ઉન્નત એવી આપણી પરંપરાનું રક્ષણ કરવાનો અવશ્ય સંકલ્પ કરીએ.
દરેક દેશમાં પોતપોતાની પરંપરા સ્વીકારાય છે. ભારતીય સંસ્કૃતિ નાવિન્ય, લાવણ્ય, લાલિત્ય કે વૈવિધ્યનો સ્વીકાર કરવા છતાં પણ આધુનિકતાના નામે ઇન્દ્રિયોને ખોટી રીતે બહેકાવીને ચારિત્રહીનતાની દિશામાં લઇ જનાર પોષાક, તે પહેરવાની રીત, ચલચિત્રો, જાહેરખબરો અને ગુન્હાપ્રેરક સાહિત્યનો અસ્વીકાર કરે છે. આવી વિષમતાઓને ખાળવા માટે બાળપણના સંસ્કારો, માબાપોની હૂંફ અને લલિતકળાઓનો યથાયોગ્ય વિકાસ કરીએ અને યુવાશક્તિને વિધેયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ અને રાષ્ટ્રના નવનિર્માણના કાર્યમાં જોડીએ તો કંઇક સારૂં ફળ આવે. આ કાર્યો માટે માત્ર સરકારી માધ્યમો અને સાધનો પૂરતા નથી, તેમાં અન્ય
Jain Education International
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org