SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો સંસ્કાર વારસો 33 તો, અહીં કહેવાનો આશય છે કે હક્ક અને ફરજ બન્નેનો, આપણા જીવનમાં યથાયોગ્યપણે વિકાસ સ્વીકારવો જોઇએ; કારણ કે બન્નેના અન્યોન્યાશ્રયથી જ સાચો વિકાસ સંભવે છે. હૃદયના સાચા ભાવથી પોતાની ફરજ બજાવીએ અને યોગ્ય હક્કની માગણી કરીએ; કવચિત તેને માટે સત્યાગ્રહમાં પણ જોડાઇએ. આમ આ બન્નેનું સંતુલન કરીએ તો વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રગતિ થઇ શકે અને સુખ, શાંતિ, સગવડ અને સૌજન્યની અનુભૂતિ થાય. તુલસી ક્યારો I• નિષ્કામ સેવા એ કર્મયોગની ચાવી છે. તે માટે ! શરીર અને મનને ઉચિત રૂપે કેળવવાં જરૂરી ! છે. યોગની આ પ્રથમ ભૂમિકા છે. -સ્વામી શિવાનંદ | વડીલોની સેવા, પાડોશીઓ પ્રત્યે પ્રેમ, 1 દાનશીલતા, સરળ અને સાદું જીવન, સત્યવાદીપણું, મન અને વિચારોની પવિત્રતા | -આ છે ગૃહસ્થીધર્મનું નીતિશાસ્ત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy