________________
આપણો સંસ્કાર વારસો
૪૯
૧૫.
ભારતીય ખેતી આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે. તેની ૭૫ ટકા જેટલી પ્રજા ગામડામાં રહે છે, જ્યાં આજીવિકાનું મુખ્ય સાધન ખેતી છે. પરંતુ આ પણ એક દુ:ખદ હકીકત છે કે ખેતી લાયક સારી જમીનના જે માલિકો છે તેઓ કાં તો મોટા જમીનદારો છે, અથવા આજુબાજુના મોટા શહેરોમાં રહેતા શ્રીમંતો, સરકારી અમલદારો અને પ્રજાના નામે ચૂંટાઇને તેને દગો દેનાર અને પ્રજાના શોષણમાં રાચનારા નિર્લજ્જ, રિશ્વતખોર અને દેશદ્રોહના કાર્યોમાં પાવરધા એવા રાજકારણીઓ છે.
આ વાત સખત શબ્દોમાં એ આશયથી લખી છે કે ખેતરોમાં પરસેવો પાડી કાળી મજૂરી કરનાર એવા ખેતમજૂરો (દહાડિયાઓ) ને આર્થિક, શૈક્ષણિક કે સાંસ્કારિક કોઇ ક્ષેત્રે પ્રગતિ કરવાની તક મળતી નથી. શ્રીમંત વધારે શ્રીમંત બનતો જાય છે અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. આવા ખેતમજુરોનું કોઇ ગણનાપાત્ર સંગઠન નથી કે જેનું રાજ્ય કે કેન્દ્રીય સરકાર સાંભળે.
આ મહાન અને વિકટ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org