________________
૩૦
આપણો સંસ્કાર વારસો
રહી જશે.
માટે આપણે સમસ્ત ભારતને, ભારતના એક અદના આદમીની અસ્મિતાને, તેના ભવ્ય ભૂતકાળને, ભારતીય તત્ત્વજ્ઞાનને અને ભારતના આકાશને, પાણીને, હવાને, ખેતરોને, ઉદ્યોગોને, જંગલોને, નદીઓને, પર્વતોને, સૈન્યને, સ્મારકોને, અનેકવિધ કળાકૃતિઓને અને તેની સર્વોત્તમ અધ્યાત્મપ્રણાલિઓને જાણીને, આવકારીને, સ્વીકારીને કૃતાર્થ બનવાનો સંકલ્પ કરીએ.
_ _ _ _ _ - પનઘટ
આપણી સંસ્કૃતિમાં જે શાશ્વત છે તેનું મહત્ત્વ | છે. જે કંઇ નાશવંત છે તેનું મૂલ્ય ગૌણ છે. આથી ! | ભારતભૂમિમાં જન્મેલા અને ભારતીય સંસ્કારોથી ;
સિંચિત બનેલ આદર્શ ભારતીય શાશ્વતનો જ 1 ઉપાસક હોય છે. અનિષ્ટ અને નાશવંત પદાર્થોના ! આકર્ષણમાં ફસાઇ નિત્યથી વિપુલ થવું હિતાવહ નથી. અનિત્ય પદાર્થોનો ઉચિત ઉપભોગ કરો પરંતુ તેના પૂજક ન બનો તેને જ જીવનનું સારસર્વસ્વ ન માનશો.
- સ્વામી શિવાનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org